Site icon News Gujarat

હથેળીની અંતિમ આંગળી બુધની આંગળી તરીકે ઓળખાય છે, સાથે આ રીતે આંગળી પરથી જાણી લો વ્યક્તિનું ભવિષ્ય

આંગળીઓ પરથી જાણી શકાય છે વ્યક્તિનું ભવિષ્ય, હસ્તરેખા વ્યક્તિઓના સારા અને ખરાબ બંને દિવસો વિષે સંકેત આપે છે.

આપણે બધા જાણીએ છીએ કે, હસ્તરેખા પરથી વ્યક્તિના ભવિષ્ય વિષે જાણી શકાય છે. હસ્તરેખા જાતકોના સારા અને ખરાબ એમ બંને દિવસો વિષે સંકેત આપી દેતા હોય છે. એવી જ રીતે હાથમાં રહેલ ગ્રહોના પર્વત પરથી પણ વ્યક્તિના આવનાર જીવનમાં તેમને કેટલી સફળતા મળશે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેના વિષે જાણી શકાય છે.

image source

જો વ્યક્તિની હસ્તરેખા સ્પષ્ટ હોય છે તો તે સારી માનવામાં આવે છે પરંતુ જો આપની હસ્તરેખા અન્ય હસ્તરેખાને વેધે છે તો તેનાથી શું થઈ શકે છે તેના વિષે પણ આપ જાણી શકો છો. હસ્તરેખાઓની મદદથી આવનાર જીવનમાં ખુશીઓ આવશે કે પછી મુશ્કેલીઓ તે પણ જ્યોતિષીઓ જણાવી દેતા હોય છે. તેમજ આપના જીવનમાં આવતી મુશ્કેલીઓ વિષે પણ સાવચેત કરી દે છે. હસ્તરેખાની જેમ જ હાથની આંગળીઓની મદદથી પણ વ્યક્તિના જીવન વિષે જાણકારી મેળવી શકાય છે. હાથની આંગળીઓ દ્વારા વ્યક્તિની સારી અને ખરાબ બંને પરિસ્થિતિ વિષે જાણી શકાય છે. આજે અમે આપને હાથની આંગળીઓ વિષે કેટલીક ખાસ વાતો જણાવીશું.

મધ્યમા આંગળીની નજીકની અને પહેલી આંગળીથી ત્રીજી આંગળીને અનામિકા આંગળી કહેવામાં આવે છે. અનામિકા આંગળીને રવિ આંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અનામિકા આંગળી લાંબી અને જાડી છે તો આવી વ્યક્તિની રુચિ સાહિત્ય અને કલાકૌશલ્યનું પ્રદર્શન કરે છે. જો વ્યક્તિની આ આંગળી વધારે લાંબી હોય છે તો તેવી વ્યક્તિ ધનોપાર્જન કરવામાં માહિર હોય છે. જો વ્યક્તિની અનામિકા આંગળી તર્જની આંગળી એકસરખી હોય છે અને તેનું પ્રથમ પર્વ લાંબુ અને ચપટું હોય છે તો આવી વ્યક્તિ કલાક્ષેત્રમાં પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરે છે.

image source

જો અનામિકા આંગળીની લંબાઈ મધ્યમા આંગળી જેટલી હોય અને તેનું બીજું પર્વ લાંબુ, ચપટું હોય અને મંગળનો પર્વત ઉઠાવદાર હોય છે આવી વ્યક્તિ ખાસ તર્કશક્તિ ધરાવે છે અને સટ્ટા, લોખંડ વગેરે બાબતે વધારે રુચિ ધરાવે છે. આ સાથ જ બુધ ગ્રહનો પર્વત ઉઠાવદાર હોય છે તો આવી વ્યક્તિ સટ્ટાના વેપારમાં પાવરધા બની જાય છે. જો અનામિકા આંગળી મધ્યમા આંગળી જેટલી હોય છે તો આવી વ્યક્તિ તમામ સંકટો માંથી મુક્ત થઈને કલા ક્ષેત્રે સફળતાને પ્રાપ્ત કરે છે.

જે વ્યક્તિની અનામિકા આંગળી ચોરસ હોય છે તો આવી વ્યક્તિ પોતાની બુદ્ધિમત્તાથી કલાને શોધે છે અને તમામ પ્રકારના કલા ઉદ્યોગમાં નિપુણ થઈ જાય છે.

image source

જે વ્યક્તિની અનામિકા આંગળી અર્ધવર્તુળાકાર ધરાવે છે તો આવી વ્યક્તિ સટ્ટા- જુગારમાં જ તેઓની મનોવૃત્તિ વ્યસ્ત રહે છે. અનામિકા આંગળીનું પ્રથમ પર્વ લાંબુ હોય છે તો આવી વ્યક્તિ કલા અને સૌંદર્યને જલ્દી જ પારખી લેતા હોય છે.

હથેળીની અંતિમ આંગળી (કનિષ્ક)ને બુધની આંગળી તરીકે પણ ઓળખવામાં આવે છે કનિષ્ક આંગળીની મદદથી વ્યક્તિના અંગત જીવનની મહત્વની જાણકારી જાણી શકાય છે. જેવી કે,

-જો વ્યક્તિની કનિષ્ક આંગળી સરળ, સીધી અને નિર્દોષ હોય છે તો આવી વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારની રીતે સફળ સાબિત થાય છે. સારા પ્રસંગો પર લાભ મળવાના, આત્મ સૂઝ-બુઝથી આવી વ્યક્તિ ભરપુર રહે છે.

image source

-કનિષ્ક આંગળી અન્ય આંગળીની તુલનામાં થોડાક નીચેના ભાગમાં આવેલ હોય છે તો આવી વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કનિષ્ક આંગળીની મધ્ય ભાગના પહેલા ટેરવા જેટલી લાંબી હોય છે તો આવી વ્યક્તિ જ્ઞાનની લાલસા અને શિક્ષણ તીવ્ર ઈચ્છા ધરાવે છે. આવી વ્યક્તિ કોઇપણ વિષયમાં નિપુણ થવાની ઈચ્છા જોવા મળે છે.

કનિષ્ક મધ્યમા (બીજી આંગળી)ના પ્રથમ ટેરવા જેટલી લાંબી હોય છે તો તેવી વ્યક્તિ વિરુદ્ધ સંજોગોમાં પણ પોતાના સામર્થ્યથી અપેક્ષિત કાર્યોને પૂર્ણ કરવાની મનોવૃત્તિ ધરાવે છે.

image source

કનિષ્ક આંગળીનો અગ્રભાગ ચપટો હોય છે તેવી વ્યક્તિ યંત્રો વિષે ઘણા માહિતગાર રહેવાના શોખીન હોય છે. અને આવી વ્યક્તિઓની એન્જીનીયર બનવાની સંભાવના વધી જાય છે.

હાથમાં આવેલ અલગ અલગ રેખાઓના ચિન્હોની મદદથી વ્યક્તિનું અંગત પરીક્ષણ થઈ શકે છે તે મુજબ, વ્યક્તિની આંગળીઓની મદદથી પણ તે વ્યક્તિના સ્વભાવ તેમજ તેના વ્યક્તિત્વ વિષે જાણી શકાય છે. જેમ કે,

તર્જની એટલે કે, હાથની પહેલી આંગળી જો આવશ્યકતા કરતા વધારે લાંબી હોય છે તો આવી વ્યક્તિનો સ્વભાવ કામલોલુપ એટલે કે આવી વ્યક્તિ વાંસના પ્રિય સ્વભાવની હોય છે. જયારે તર્જની આંગળી નાની હોય છે તેવી વ્યક્તિઓનો સ્વભાવ પરોપકારી, ઉત્સાહી અને હકારાત્મક અભિગમ ધરાવતા હોય છે. પરંતુ જો વ્યક્તિની તર્જની આંગળી મધ્યમ આકારની હોય છે તો આવી વ્યક્તિ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે અને પોતાનો હુકમ ચલાવનાર અને સત્તાપ્રિય વ્યક્તિ હોય છે. તેમજ વ્યક્તિની તર્જની આંગળી અણીયાળી હોય છે આવી વ્યક્તિ સ્વભાવે ઘણી ચંચળ, અવિચારી અને ઘણી ઉતાવળી હોય છે.

હાથની અનામિકા આંગળી પણ ઘણી મહત્વની હોય છે. જે વ્યક્તિની અનામિકા નાની હોય છે તેવી વ્યક્તિનો સ્વભાવ ચતુર અને ચકોર હોય છે. જયારે અનામિકા આંગળી મોટી હોય છે તો તે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સારું પદ ભોગવે છે. આ સાથે જ સત્તા પણ ભોગવે છે.

image source

તર્જની, અનામિકા અને મધ્યમા આંગળીનો પ્રથમ અર્ધ ભાગ જેટલો લાંબો હોય છે તો આવી વ્યક્તિ માટે તેના અંગત જીવન માટે ઘણા શુભ ફળદાયી માનવામાં આવે છે. પરંતુ જો આપની તર્જની આંગળી વળી ગયેલ છે તો આ આપના માટે સમાજમાં અલ્પપ્રતિષ્ઠિત માનવામાં આવે છે. જયારે તર્જની આંગળીનું પહેલ ટેરવું લાંબુ હોય છે તો આવી વ્યક્તિ સ્વભાવે ઘણી ધાર્મિક હોય છે અને ઘણી વાર આવી વ્યક્તિ ધર્મ પ્રચારક પણ હોય છે. જયારે બીજું ટેરવું લાંબુ હોય તેવી વ્યક્તિઓ ઘણા મહત્વકાંક્ષી હોય છે અને ત્રીજું ટેરવું લાંબુ હોય છે તેવી વ્યક્તિ પોતાનું જીવન ગર્વિષ્ઠ અને શાસનપ્રિય જીવન જીવે છે. તર્જની આંગળીના બીજા ટેરવા પર ચોકડી નિશાન ધરાવતી વ્યક્તિઓને ઘણા શ્રીમંત મિત્રો પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version