હાથીનો આ વિડીયો જોઇને તમે પણ થઇ જશો છક, જે છે માણસ કરતા પણ સમજદાર: VIDEO

હાથી પૃથ્વી પરનું સૌથી મોટુ પ્રાણી હોવાની સાથે સાથે સૌથી બુદ્ધિશાળી પ્રાણી પણ છે. ઘણી વખત તે એવુ કામ કરે છે જેને જોઈને આપણને વિશ્વાસ ન આવે કે કોઈ પ્રાણી આટલુ બુદ્ધિશાળી કેવી રીતે હોઈ શકે. જો કે, ઘણી વખત હાથી ગુસ્સે થઈ જાય છે અને તોડફોડ શરૂ કરે છે. પરંતુ આ ત્યારે જ થાય છે જ્યારે તેઓ તેમની સલામતી જોખમમાં જોતા હોય અથવા જો તેમના બાળક પર કોઈ મુસિબત હોય. અમને સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળ્યો.

image source

તાકાત સાથે મોટી જવાબદારીઓ પણ આવે છે

જેમાં એક હાથીએ કંઈક એવું કામ કર્યું જે એટલું સમજદારી ભર્યું હતું કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ શાનદાર વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ તેમના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. આ વિડિયો શેર કરતી વખતે, તેણે લખ્યું, તાકાત સાથે મોટી જવાબદારીઓ પણ આવે છે. આ વીડિયોને હવે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયો અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે.

દોરડા રસ્તાની બંને બાજુ બાંધેલા હતા

image source

તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓએ આ વિડિયો જોઈને ઘણા પ્રતિક્રિયા પણ આપી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ સ્થળે રસ્તા પર દોરડા બાંધી દેવામાં આવ્યા છે. જેથી કોઈ પ્રાણી કે મનુષ્ય રસ્તાની બીજી તરફ જઈ ન શકે. પછી એક હાથી આવે છે જેણે રસ્તો ઓળંગીને બીજી બાજુ જવું છે. હવે કારણ કે દોરડા રસ્તાની બંને બાજુ બાંધેલા હતા. પરંતુ કોઈપણ પ્રાણી તેને ખૂબ જ સરળતાથી તોડી શકે છે.

હાથીએ સમજદારી બતાવી

હાથી એટલો શક્તિશાળી હોય છે કે તે એક ક્ષણમાં મોટા મોટા ઝાડ ઉખાડી નાખે છે. આવી સ્થિતિમાં દોરડું તોડવું તેમના માટે ખૂબ જ સરળ હતું, પરંતુ હાથીએ પોતાની સમજદારી બતાવી અને દોરડું તોડ્યું નહીં, તે પછી હાથીએ દોરડાની ઉપરથી પગ કુદાવીને રસ્તો પાર કર્યો અને બીજી તરફ જતો રહ્યો.

ભારતમાં હાથીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આનું સૌથી મોટું કારણ છે તેમનો શિકાર. કેટલાક લોકો હાથીદાંત માટે તેમનો શિકાર કરી રહ્યા છે. વિદેશી બજારમાં હાથીદાંતની ઘણી માંગ છે. તેનો લાભ લેવા શિકારીઓ આડેધડ તેમનો શિકાર કરી રહ્યા છે. તેમના દાંતનો ઉપયોગ શણગાર માટે વસ્તુઓ બનાવવાથી માંડીને શક્તિ વધારવાની દવાઓ સુધી આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કાળા બજારમાં હાથીદાંતની કિંમત 1500 ડોલર (લગભગ 1 લાખ રૂપિયા) થી શરૂ થાય છે. અત્યાર સુધીમાં સૌથી લાંબો હાથીદાંત 138 ઈંચનો નોંધાયેલ છે, તેનું વજન લગભગ 142 કિલો છે. તમને જણાવી દઈએ કે હાથીની સામાન્ય ઉંમર 70 વર્ષ સુધીની છે અને તેઓ સ્પર્શ, દૃષ્ટિ, ગંધ અને અવાજથી સંદેશાવ્યવહાર કરે છે. હાથીઓ ખૂબ હોશિયાર હોય છે અને તેઓ ભાવનાત્મક રૂપે પણ સંપૂર્ણ હોય છે. જ્યારે કોઈ નજીકનું મૃત્યુ પામે છે ત્યારે તે હતાશ અથવા રડતા પણ જોવા મળે છે.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં હાથીઓની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2012 માં કરવામાં આવી હતી, જેમાં હાથીઓની સંખ્યા 29,391 અને 30,711 ની વચ્ચે હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ગણતરી ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2007 માં આ સંખ્યા 27,657 થી 27,682 હતી. ઓગસ્ટ 2017 માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારતમાં હાથીઓની કુલ સંખ્યા 27,312 નોંધાઈ હતી. કર્ણાટકમાં હાથીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે, જ્યાં તેમની સંખ્યા 6049 છે. તેના પછી આસામમાં 5719 હાથી, ત્યારબાદ કેરળમાં 3054 હાથી જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!