હાથ-પગની કાળી પડી ગયેલી સ્કિનને ઉજળી કરવા આજથી જ અપનાવો આ ઉપાયો

શું ચહેરા સાથે જરા પણ મેળ નથી ખાતા તમારા હાથ અને પગ તો તેને આ રીતે બનાવો ઉજળા અને ચમકદાર

આપણે ઘણીવાર કેટલાક લોકોને જોતા હોઈએ છીએ કે તેમનો ચહેરો ખૂબ જ ઉજળો અને કાંતિવાન લાગતો હોય છે પણ જ્યારે તેમના હાથ અને પગ પર નજર કરીએ ત્યાર તે ચહેરા કરતાં ત્રણ-ચાર શેડ જાંખા અને શ્યામ હોય છે. ઘણીવાર આપણી સાથે પણ આવું બનતું હોય છે. તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે તમે તમારા હાથ પગ કરતાં વધારે ધ્યાન તમારા ચહેરા પર આપો છો. પણ વાસ્તવમાં તમારે તમારા સંપૂર્ણ શરીર પર એક સરખુ ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર આ પ્રકારનો તફાવત તમને શરમમાં મુકી શકે છે. અને બીજી બાજુ તમને એ જણાવી દઈ કે હાથ પગ કાળા થવા તે કોઈ ગંભીર સમસ્યા નથી, અને તેમને ખૂબ જ સરળતાથી તમે ધોળા કે ઉજળા કરી શકો છો.

તેની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમ કે મૃતપ્રાય ચામડીના કોષોનો ત્વચા પર ભરાવો થઈ જવો, તેમજ હાથ-પગની જોઈએ તેટલી સંભાળ ન લેવી, કેમિકલ યુક્ત ઉત્પાદનનો વપરાશ કે પછી હોર્મોન્સમાં આવેલો તફાવત. કેટલીકવાર, તમે જોઈ શકો છો કે તમારા હાથ અને પગ કાળા થતા જતા હોય છે તો તે કોઈ મેડિકલ કન્ડીશન પણ હોઈ શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે તમારે કાળા હાથ અને પગથી છૂટકારો મેળવવો જોઈએ.

image source

લેક્ટિક એસિડ યુક્ત સામગ્રીઓનો ઉપયોગ કરો

જે પદાર્થોમાં ઉચ્ચ પ્રમાણમા લેક્ટિક એસિડ સમાયેલું હોય તે તમારા કાળા હાથ અને પગને ધોળા બનાવવામાં તમારી મદદ કરે છે. લેક્ટિક એસિડ એક એવું તત્ત્વ છે જે તમારી ત્વચા પરથી ડેડ સ્કીન સેલ્સને સરળતાથી અને કોમળતાથી દૂર કરે છે અને તમારા હાથ પગના રંગને પણ બ્રાઇટ કરવામાં મદદ કરે છે. તેના માટે તમે દહીં, દૂધ કે પછી એવો કોઈ પણ પદાર્થ કે જેમાં લેક્ટિક એસિડ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે તમારા હાથ પગ અને જો તમારી ડોક કાળી રહેતી હોય તો તેના પર પણ લેક્ટિક એસિડ યુક્ત પદાર્થનું મસાજ કરવું. અને ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ લેવું. જો તમે દૂધનો ઉપયોગ કરતા હોવ તો હંમેશા કાચા દૂધનો જ ઉપોયગ કરો.

તમારી ત્વચાને સ્ક્રબ કરો અને તેને હંમેશા સ્વચ્છ રાખો

image source

બીજી એક મહત્ત્વની વાત એ છે કે તમારે હંમેશા એ વાત ધ્યાનમાં રાખવી કે તમારે તમારી ત્વચાને નિયમિત રીતે સ્ક્રબ કરવી એટલે કે એક્સફોલિએટ કરવી. એક્સફોલિએશનથી તમારી ત્વચા પરની મૃત ત્વચા દૂર થઈ જશે અને સાથે સાથે ત્વચા પરની ગંદકી અને ધૂળ પણ દૂર થશે. તે તમારા રોમ છીદ્રોને ક્લોગ્ડ થતાં પણ અટકાવશે અને આમ કરીને તમારી ત્વચાને તેજસ્વી અને ચમકીલી બનાવશો. તેના માટે તમે સ્ક્રબ અથવા તો એક્સફોલિએશન ગ્લવ્ઝનો ઉપયોગ કરી શકો છો.

સુર્યપ્રકાશથી તમારી ત્વચાને હંમેશા બચાવી રાખો

image source

તમારી ત્વચાને તમારે સૂર્યના ઉગ્ર કીરણોથી બચાવવાની છે તેમ થવાથી તમારી ત્વચા કાળી નહીં પડે. તમારી ત્વચા કાળી થાય છે તેનું સૌથી મોટું કારણ સુર્ય પ્રકાશમાં વધારે પડતું રહેવું તે છે. તેના માટે તમારે ઘણાબધા પ્રમાણમાં સનસ્ક્રીન તમારા હાથ તેમજ પગ પર લગાવવું જોઈએ. ત્વચાને કાળી થતા રોકવા માટે તમારે ઉચ્ચ SPF ધરાવતું સનસ્ક્રીન લેવું જોઈએ. માર્કેટમાં તમને વિવિધ પ્રકારના ઉચ્ચ ક્વોલિટિના સનસ્ક્રીન લોશન મળી રહેશે.

મોઇશ્ચરાઇઝીંગ ખૂબ જ મહત્ત્વનું છે

image source

તમારો ચહેરો હોય કે પછી તમારા હાથ પગ હોય તમારા શરીર માટે મોઇશ્ચરાઇઝર ખૂબ જ જરૂરી છે. મોઇશ્ચરાઇઝીંગ માત્ર તમારી ત્વચાને હાઇડ્રેટ જ નથી કરતી પણ તે તેને સ્વચ્છ અને બ્રાઇટ રાખવામાં પણ મદદ કરે છે. તેના માટે તમારે તમારા હાથમાં બોડી ક્રીમ લેવી અને તેનાથી તમારી ત્વચા પર હળવા હાથે મસાજ કરવું. તમારી ત્વચાને તમારે સતત હાઇડ્રેટ એટલે કે ભેજયુક્ત રાખવાની છે, મોઇશ્ચરાઇઝ્ડ રાખવાની છે અને તેનાથી તમારી ત્વચા ચમકતી રહેશે અને સ્વચ્છ રહેશે. તેના માટે તમે કોકોઆ બટર, કોપરેલ તેલ અથવા તો એલોવેરા જેલનો પણ તમારી ત્વચાને હાઇડ્રેટ કરવા માટે ઉપયોગ કરી શકો છો.

હળદરનો માસ્ક

image source

હળદર એક એવો પદાર્થ છે જે તમને ખૂબ જ સરળતાથી મળી જાય છે. હળદરથી તમારી ત્વચા ઉજળી બનશે અને સાથે સાથે તમારા હાથપગની ચામડીમાં પણ ફેર થશે. હળદરમાં સમાયેલા મહત્ત્વના એન્ટીઓક્સિડન્ટ્સ અને કરક્યુમીન તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનને ઘટાડશે અને આ રીતે તે તમારા હાથ તેમજ પગને કાળા થતા અટકાવશે. તેના માટે તમારે એક-બે ચમચી હળદર લેવી. તેમાં થોડું દૂધ ઉમેરવું. હવે તે બન્નેને બરાબર મિક્સ કરી તેની એક પેસ્ટ તૈયાર કરી લેવી અને તે પેસ્ટને હાથ અને પગ પર લગાવવી. હવે તેને જાતે જ સુકાવા દો અને સુકાઈ ગયા બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.

ચોખાનું પાણી અથવા તો તોફુનું પાણી

image source

હાથપગને ધોળા કરવાનો બીજો એક વિકલ્પ ચોખાનુ પાણી છે. ચોખાના પાણીમાં સ્કીન લાઇટનિંગ એજન્ટ્સ સમાયેલા હોય છે જે તમારી ત્વચા પરના ડેડ સ્કીન સેલ્સને દૂર કરે છે અને તમારી ત્વચાને ઉજળી પણ બનાવે છે. તેના માટે તમારે થોડું રાઇસ વોટર લેવાનું છે અને તેને તમારા હાથ તેમજ પગ પર લગાવવાનું છે. તેને તેની જાતે જ સુકાવા દેવું. અને હાથ પગ સુકાઈ ગયાબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લેવા. આ જ પ્રયોગ તમે તોફુના પાણી સાથે પણ કરી શકો છો. તે પણ તમારી ત્વચાને ઉજળી બનાવવામાં મદદ કરે છે.

ખાટા ફળોનો ઉપયોગ કરો

image source

સાઇટ્રસ ફ્રૂટ એટલે કે લીંબુ, નારંગી, મોસંબી જેવા ખાટા ફળોનો ઉપયોગ તમારી ત્વચાને ઉજળી બનાવે છે અને તેને કાળી થતાં પણ અટકાવે છે. તેમાં સમાયેલું વિટામીન સીનું ઉચ્ચ પ્રમાણ તમને હાઇપરહપીગ્મેન્ટેડ પેચીસથી બચાવશે અને તમારી ત્વચામાં ઉત્પન્ન થતા મેલેનીનના પ્રમાણમાં પણ ઘટાડો કરશે. તમે તમારી ત્વચા પર લીંબૂને ઘસી શકો છો. તમારા શરીર પરના કાળા પડી ગયેલા ભાગ પર તમારે લીંબુ ઘસવું તેમ કરવાથી ધીમે ધીમે તમારી ત્વચા ઉજળી બની જશે. આ સિવાય તમે સંતરાની છાલનો કે પછી તાજા પપૈયાના પલ્પનો પણ ઉપયોગ તમારા હાથ પગને ધોળા કરવા માટે કરી શકો છો.

એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ

image source

એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ પણ તમારા હાથ અને પગની ત્વચાને ધોળી બનાવવા માટે કરી શકો છો. તેમાં ઉચ્ચ પ્રમાણમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોપર્ટીઝ સમાયેલી હોય છે જે તમારી ત્વચાને ચમકદાર અને ધોળી બનાવવામાં મદદ કરે છે. તેના માટે તમારે 2 કપ એપલ સાઇડર વિનેગર લેવાનું છે અને ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરવું. હવે આ તૈયાર થયેલા મિશ્રણને તમારે તમારા હાથ તેમજ પગ પર કોટન બોલ એટલે કે રૂના પુમડાની મદદથી લગાવી લેવું. હવે તેને તેમજ સુકાવા માટે છોડી દેવું. હાથ અને પગ સુકાઈ જાય ત્યાર બાદ તમારે સાદા પાણીથી તેને ધોઈ લેવા.

Source: Makeupandbeauty

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત