યોગી સરકાર આવી એક્શન મોડમાં, હાથરસની દીકરીના પરિવાર પર કરેલા દમનના આરોપીને સજા ફટકારી કે….

યોગી સરકાર આવી એક્શન મોડમાં, હાથરસની દીકરીના પરિવાર પર કરેલા દમનના આરોપીને સજા ફટકારી કે….

હાથરસમાં એક દલિત દીકરી સાથે જે બન્યું એ જોઈને આખો દેશ રોષે ભરાયો છે અને મામલો વધુ ને વધુ ગરમાયો છે. ત્યારે 130 કરોડ ભારતવાસીઓની ઈચ્છા છે કે આ કેસમાં આરોપીને સજા મળે અને દલિત પરિવારને ન્યાન મળે. ત્યારે હવે હાથરસ મામલે યોગી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. શુક્રવારના મોડી સાંજે સરકારે હાથરસ કેસમાં લાપરવાહી કરવાના કારણે એસપી વિક્રાંત વીર, સીઓ અને ઇન્સપેક્ટરને તાત્કાલિક પ્રભાવે સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

image source

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા જ નારાજ હતા

ઉલ્લેખનીય છે કે કેસની શરૂઆતથી પોલીસ અને તંત્રની લાપરવાહી સામે આવી છે. વિવાદ થંભતો ના જોઇને મુખ્યમંત્રી કાર્યાલયે સીધો હસ્તક્ષેપ કર્યો અને ડીએમ-એસપીની વિરુદ્ધ વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો. આખા કેસમાં ડીએમ અને એસપીની ભૂમિકાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા જ નારાજ હતા. માનવામાં આવી રહ્યું હતુ કે કોઈ પણ સમયે હાથરસના ડીએમ અને એસપીને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જોકે હજુ પણ ડીએમ પર કાર્યવાહીને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી.

image source

પરિવારે ડીએમ લક્ષકાર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા

હાલમાં તો હાથરસાના જિલ્લાઅધિકારી પ્રવીણ કુમાર લક્ષકારની ભૂમિકા શરૂઆતથી શંકાસ્પદ રહી છે. મૃતક છોકરીના પરિવારે ડીએમ લક્ષકાર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. ડીએમ પ્રવીણ કુમાર પર પીડિતાની ભાભીએ આરોપ લગાવ્યો હતો કે ડીએમે તેમના સસરા (પીડિતાના પિતા)ને કહ્યું છે કે જો તમારી દીકરી અત્યારે કોરોનાથી મરી ગઈ હોત તો શું તમને વળતર મળ્યું હોત? આ ઉપરાંત સોશિયલ મીડિયા પર જિલ્લાધિકારી અને પીડિતાના પિતાની વચ્ચે થયેલી વાતચીતની એક ફૂટેજથી પણ તંત્ર પર ગંભીર આરોપ લાગ્યા છે.

image source

મીડિયાવાળા અડધા ગયા અને અડધા કાલે જતા રહેશે

સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં ડીએમ પીડિતાના પિતાને કહી રહ્યા છે કે તમે તમારી વિશ્વસનીયતા ખત્મ ના કરો. હું તમને કહું છું કે મીડિયાવાળા અડધા ગયા અને અડધા કાલે જતા રહેશે. અમે તમારી સાથે ઉભા છીએ, તમારી ઇચ્છા છે કે તમારે વાંરવાર નિવેદન બદલવા છે કે નથી બદલવા. અમે પણ બદલાઈ જઇએ તો?

ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્રએ પહેલા તો પરિવારની મરજીની વિરુદ્ધ રાતમાં જ અંતિમ સંસ્કાર કરી દીધા અને હવે એસઆઈટી તપાસના નામે આખા ગામની જ કિલ્લાબંધી કરી દીધી છે. ત્યાં ના તો મીડિયાને જવા દેવામાં આવી રહ્યું છે અને ના નેતાઓને. આ તમામને લઇને બીજેપીના પોતાનાઓ જ યોગી સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીજેપીની વરિષ્ઠ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ પોલીસની શંકાસ્પદ કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે યોગી સરકાર બરાબરની ભીંસમા આવતી જોવા મળી હતી.

હાથરસ કેસમાં રાજકરણ અલગ લેવલે ગરમાયું

કોંગ્રેસ હાથરસ કેસને સરળતાથી છોડવાના મૂડમાં નથી. કેરલના વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ફરી હાથરસ જવાનો પ્રયત્ન કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાના લાવ લશ્કર અને મીડિયાકર્મીઓ સાથે બપોરે દોઢ વાગે ડીએનડી પર પહોંચશે. ત્યાંથી તે હાથરસ જઇને ગેંગરેપ અને હત્યાનો શિકાર થયેલી છોકરીના પરિવારજનોની મુલાકાત કરશે. તેમના આગમનની સૂચના મળતાં જ નોઈડા પોલીસતંત્ર એલર્ટ થઇ ગયું છે અને ડીએનડી પર તેમને રોકવા માટે પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 1 ઓક્ટોબરના રોજ પણ પોતાની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે હાથરસ જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે નોઇડા પોલીસએ તેમને ડીએનડી પર પ્રતિબંધ લગાવ્યો હતો. લગભગ અડધા કલાકના હોબાળા બાદ તે બંનેની ધરપકડ કરી પોલીસ ગ્રેટર નોઇડનાના બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિંટ પહોંચી હતી. જ્યાં તેમને થોડીવાર રાખ્યા બાદ છોડી મુકવામાં આવ્યા હતા. ત્યાંથી બંને ભાઇ બહેન દિલ્હી પરત ફર્યા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત