ભારતનું એક એવું રેલવે સ્ટેશન જ્યાં ટ્રેનની સાથોસાથ દોડતું હતું ભૂત, 42 વર્ષ રહ્યું હતું બંધ
શું કોઈ રેલવે સ્ટેશનને એક મહિલાના કારણે બંધ કરી શકવામાં આવી શકે ખરું ? અને એ પણ એ રેલવે સ્ટેશન જે હજુ સાત વર્ષ પહેલા જ શરુ કરવામાં આવ્યું હોય ! આ સવાલનો જવાબ કદાચ તમે ન આપી શકો. કદાચ તમે આ મજાક પણ સમજતા હોવ પણ અસલમાં એવું નથી. આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું છે જેને બેગુનકોડોર રેલવે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે.

આ રેલવે સ્ટેશન વર્ષ 1960 માં શરુ ખોલવામાં આવ્યા હતું. અને તેને શરુ કરાવવામાં સંથાલની રાણી શ્રીમતી લાચન કુમારીનો અગત્યનો ફાળો હતો. આ રેલવે સ્ટેશન શરુ થયા ત્યારથી અમુક વર્ષો સુધી તો બધું બરાબર ચાલ્યું પરંતુ બાદમાં અહીં આશ્ચર્યજનક ઘટનાઓ ઘટવા લાગી. વર્ષ 1967 માં બેગુનકોડોરના એક રેલવે કર્મચારીએ અહીં એક મહિલાનું ભૂત દેખાયાનો દાવો કર્યો સાથે જ એ અફવા પણ ઉડી કે તે મહિલાનું આ રેલવે સ્ટેશન પર જ એક દુર્ઘટનામાં મોત થયું હતું. આ રેલવે કર્મચારીએ પોતાની આ વાત અન્ય કર્મચારીઓને પણ કહી પરંતુ કોઈએ તેની વાત પર ખાસ ધ્યાન ન આપ્યું.

પણ મુશ્કેલી ત્યારે ઉભી થઇ જયારે જયારે બેગુનકોડોર રેલવે સ્ટેશન માસ્ટર અને અને તેનો પરિવાર રેલવે ક્વાર્ટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. અહીં રહેનારા અન્ય લોકોએ પણ એવી શંકા વ્યક્ત કરી કે સ્ટેશન માસ્ટર અને તેના પરિવારના મૃત્યુ પાછળ ભૂતનો હાથ છે. માન્યતા મુજબ સૂર્ય આથમ્યા બાદ જયારે આ રેલવે સ્ટેશન પરથી કોઈ ટ્રેન પસાર થતી તો એક મહિલાનું ભૂત તે ટ્રેનની સાથોસાથ દોડતું અને ક્યારેક ટ્રેનથી આગળ દોડવા લાગતું. એ સિવાય તેને ટ્રેનના પાટા પર નાચતું હોય તે રીતે જોયું હોવાની પણ વાતો સામે આવી.

આવી વાયકાઓ પ્રચલિત થવા લગતા આ બેગુનકોડોર રેલવે સ્ટેશનને ધીમે ધીમે લોકો ભૂતિયા રેલવે સ્ટેશન તરીકે ઓળખવા લાગ્યા. લોકોના મનમાં અહીંના ભૂતનો ફફડાટ એ હદે વ્યાપી ગયો કે રેલવે સ્ટેશન પર આવતા લોકોની સંખ્યા પણ ઘટવા લાગી. એટલું જ નહિ રેલવે સ્ટેશન પર કામ કરતા રેલવે કર્મચારીઓ પણ ડરીને જતા રહેતા.

એવું પણ કહેવાય છે કે જે કોઈ રેલવે કર્મચારીની બેગુનકોડોર રેલવે સ્ટેશન બદલી થતી તો તેઓ અહીં નોકરી કરવાની મનાઈ કરી દેતા. ધીમે ધીમે અહીં ટ્રેનો ઉભી રાખવાની પણ બંધ થતી ગઈ કારણ કે ભૂતના ભયના કારણે કોઈ યાત્રી આ રેલવે સ્ટેશન પર ઉતરવા નહોતો માંગતો અને કોઈ યાત્રી અહીંથી ચડવા પણ નહોતા ઇચ્છતા અને આ રીતે બેગુનકોડોર રેલવે સ્ટેશન સુમસામ બની ગયું.

કહેવાય છે કે આ સ્ટેશન પર ભૂતની વાત પુરુલિયાથી લઈને કોલકાત્તા અને રેલવે મંત્રાલય સુધી પહોંચી ચુકી હતી. એમ પણ કહેવાય છે કે તે સમયે જયારે અહીં કોઈ ટ્રેન પસાર થતી તો લોકો પાયલટ સ્ટેશન આવ્યા પહેલા જ ટ્રેનની સ્પીડ વધારી મુકતો જેથી શક્ય તેટલું વહેલું આ રેલવે સ્ટેશન પાર કરી શકાય. વળી, ટ્રેનમાં બેસેલા પેસેન્જરો પણ ટ્રેનની બારીઓ બંધ કરી દેતા.

જો કે 42 વર્ષ બાદ એટલે કે વર્ષ 2009 માં ગ્રામજનોની માંગણીને કારણે તે સમયના રેલવે મંત્રી મમતા બેનર્જીએ એક વખત ફરી આ રેલવે સ્ટેશન ચાલુ કરાવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી હવે રેલવે સ્ટેશન પર ભૂત દેખાયાની કોઈ વાત તો સામે નથી આવી તેમ છતાં રાત્રીના સમયે અહીં બહુ ભીડ નથી હોતી. અહીં લગભગ 10 ટ્રેનો પણ રોકાય છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત