હવામાન વિભાગની આગાહીઃ રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

દેશમાં ચોમાસાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં આવનાર બે દિવસો દરમિયાન ભારે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે કેમ કે, ગુજરાત રાજ્યના દરિયામાં એટલે કે અરબ સમુદ્રમાં કેટલીક હિલચાલ થતી જોવા મળી રહી છે. જેના પરિણામ સ્વરૂપ અરબ સાગરમાં વરસાદને અનુકુળ બની શકે એવા એવા વાદળો બંધાયેલ જોઈ શકાય છે. જેના લીધે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

image source

 

  • -આવનાર ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી.
  • -સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • -રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની સંભાવના.

 

image source

ગુજરાત રાજ્યમાં આવનાર ત્રણ દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ આવવાની સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબ સાગરમાં હવે વરસાદ આવવા માટે સાનુકુળ પરિસ્થિતિઓનું સર્જન થવા પામ્યું છે. જેના લીધે ગુજરાત રાજ્યમાં વરસાદી ઝાપટા આવી શકે છે.

image source

માછીમારોને દરિયામાં નહી જવા માટે ચેતવણી.:

દરિયો ખેડીને પોતાની રોજી રોટી મેળવતા દરિયા ખેડુઓ અને માછીમારોને આવનાર પાંચ દિવસ સુધી દરિયો નહી ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા તેઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે. મુંબઈને સંબંધિત બધા જ દરિયાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વિષે હવામાન વિભાગ તરફથી જયંત સરકાર દ્વારા પણ આ વિષે જાણકારી આપવામાં આવી છે.

image source

આવનાર બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.:

ગુજરાત રાજ્યમાં આવનાર બે દિવસ સાધારણ વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ શરુ નહી થતા હવે સાધારણ વરસાદ રહેવાની સંભાવના બની રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સરેરાશ ૩૬% જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. ૨૬ જુલાઈ, ૨૦૨૦ રવિવારના દિવસે ગુજરાત રાજ્યના વલસાડ, દમણ, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત ૨૬ જુલાઈ, ૨૦૨૦ રવિવારના દિવસે ગુજરાત રાજ્યના ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે. તેમ છતાં ગુજરાત રાજ્યના ઉત્તર- મધ્ય વિસ્તારના લોકોએ હજી વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

image source

ગુજરાત રાજ્યમાં કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ.?

ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા, ખેડા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે તેવી સંભાવના જણાવવામાં આવી છે. જયારે વલસાડ, નવસારી, ભરૂચ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી જેવા વિસ્તારોમાં સાધારણ વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના હવામાન વિભાગ તરફથી આવનાર પાંચ દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત