હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.. ગુજરાતના આ વિસ્તારોમાં તો…

આગામી 4 દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમાં થઈ શકે છે માવઠું, તો અહીંયા આવશે ભારેથી અતિભારે વરસાદ.

કહેવાયને કે કુદરત જ્યારે કોપાયમાન થાય તો એ માણસને ક્યાંયનો ય ન રહેવા દે, એક તરફ લાંબા સમયથી કોરોના કાળના લીધે લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે અને લોકો હાડમારી વેઠી રહ્યાં છે તો બીજી તરફ કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવી દીધો છે. એવામાં હવે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કમોસમી વરસાદ પડી શકે છે.

રાજ્યના વાતાવરણને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 12 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે, આ ઉપરાંત આવનાર ચાર દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ પણ દર્શાવી છે.. વરસાદની આમ અચાનક આગાહીને લઇને હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બેવડી ઋતુથી ખેતીને નુકસાન થવાની સંભાવના છે.

image source

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડવાની શક્યતા છે. તો આગામી 4 દિવસોમાં ગરમીનો પારો વધવાની પણ શક્યતા છે.

આ ઉપરાંત એ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો આવનાર 48 કલાક પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવ રહેશે. સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણ પલટો આવશે.

image source

તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. એટલું જ નહીં ઉનાળાની કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે. તો આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે, હાલ મરાઠવાડા અને તેની નજીકના આકાશમાં 1.5 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

મરાઠવાડાથી કર્ણાટક, તેલંગણા અને રાયલસીમા થઇને તામિલનાડુના સમુદ્રકાંઠા ઉપર આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.આવાં બદલાયેલાં કુદરતી પરિબળોને કારણે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 35 થી 40 ડિગ્રી જેટલો ઉકળતો નોંધાઇ રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે તાપમાન વધુ હોવાથી બપોરે જમીન ગરમ થઇ જાય અને પરિણામે વરાળનો મોટો જથ્થો વાતાવરણમાં ઘુમરાઇને આકાશમાં પહોંચે. વરાળનો તે જથ્થો સાંજના ઠંડા વાતાવરણમાં પાણીનાં અસંખ્ય બિંદુઓમાં પરિવર્તિત થઇ જાય. પરિણામે સાંજે તે બધાં જળ બિંદુઓ વર્ષાના સ્વરૂપમાં વરસે. સાથોસાથ ગાજવીજનો માહોલ પણ સર્જાય. આમ આવું તોફાની હવામાન ખરેખર તો સ્થાનિક પરિબળોને કારણે પણ સર્જાતું હોય છે.

, આવતા ચાર દિવસ દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં હવામાનમાં આવા અકળ ફેરફાર થવાની પણ શક્યતાઓ છે.

image source

આવતા 24 કલાક દરમિયાન મુંબઇમાં વાદડિયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન 33-34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન 34.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન 33.2 અને લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ 81-74 ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ 67-63 ટકા જેટલું વધુ નોંધાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *