હવામાં ઉડતા આ બે પક્ષીઓનું કરતબ જોઈને તમે પણ પડી જશો આશ્ચર્યમાં, જોઇ લો વિડીયોમાં તમે પણ

આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ તેમ તેમ આપણી આસપાસની દુનિયા પણ બદલાતી જાય છે. એક સમય હતો જ્યારે માણસને એક શહેરથી બીજા શહેરમાં જવા માટે પગપાળા ચાલીને જવું પડતું, સમય જતાં ગાડાની શોધ થઈ અને તેની સાથે પાલતુ જાનવર જેમ કે ગાય, ભેંસ, ઘોડો, ઉંટ, બળદ વગેરે જોડી માણસનો પોતાનો પ્રવાસ આરામદાયક થવા લાગ્યો અને તે પોતાની સાથે વધારાનો સરસામાન પણ લઈ શકવા લાગ્યો. ત્યારબાદ સમયાંતરે અલગ અલગ શોધ થઈ અને પ્રવાસ કરવાની પદ્ધતિ અને સમયમાં પણ વિશાળ રીતે પરિવર્તનો આવવા લાગ્યા.

હવેનો સમય એવો છે કે ઉપર જણાવી તે બધી બાબતો આપણને નવીન લાગે અને આજની પેઢીને આ વાત કરીએ તો તેને આશ્ચર્ય જ થાય. આજકાલ પ્રવાસ કરવો તે કોઈ મોટી વાત નથી. માણસ વિમાન યાત્રા કરીને એક દિવસમાં જ વિશ્વના એક ખુણેથી બીજા ખૂણે આંટો મારી પરત આવી શકે છે.

આપણા ભારતમાં પણ મેટ્રો ટ્રેનો શરૂ થઈ ગઈ છે અને કદાચ નજીકના ભવિષ્યમાં તેનું ચલણ સાવ સામાન્ય પણ થઈ જશે. ટ્રેનનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. એક સમયમાં ભારતમાં કોલસા વડે ચાલતી ભારેખમ ગાડીઓ ચાલતી, ત્યારબાદ ડીઝલ વડે અને ઇલેક્ટ્રિક પાવર વડે ચાલતી ગાડીઓ આવી અને હવે બુલેટ ટ્રેનો પણ ચાલતી થઈ જશે.

આવું જ રોડ ટ્રાન્સપોર્ટનું છે. એક સમયે જુનવાણી ઢબની બસો હવે આધુનિક અને અલગ અલગ પ્રકારની સુવિધાથી સજ્જ થઈ ગઈ છે. પહેલાના સમયમાં એક બસમાં 40 થી 50 વ્યક્તિઓ મુસાફરી કરી શકતા ત્યારે આજના યુગમાં ડબલ ડેકર બસો આવી ચૂકી છે જેમાં સીધા જ બે ગણા એટલે કે 80 થી 100 જેટલા મુસાફરો એક જ બસમાં એક સાથે મુસાફરી કરી શકે છે.

આ તો થઈ માણસ અને તેના વાહન વ્યવહારની વાત. પણ શું તમે ક્યારેક તમે આકાશમાં ડબલ ડેકર પક્ષીઓની યાત્રા જોઈ છે ? તમને થશે કે આ વળી કેવો પ્રશ્ન ? પક્ષીઓ કદી ડબલ ડેકર ઉડી શકે ઉલટાનું પક્ષી તો એકલું જ ઉડી શકે. પરંતુ અમે આ આર્ટિકલમાં જે વીડિયોની વાત કરવાના છીએ તે નિશ્ચિત રીતે તમને આશ્ચર્યમાં મૂકી દેશે. અહીં દર્શાવેલા એક વીડિયોમાં તમને એક પક્ષી અન્ય પક્ષીની પીઠ પર બેસીને હવાઈ યાત્રા કરતું હોવાનું દેખાશે. આ જ કારણ છે કે સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને આ લખાય છે ત્યારે આ વીડિયો પર સાડા પાંચ હજારથી વધુ વ્યુઝ અને લાઇક્સ મળી ચુક્યા છે.

image source

આ વીડિયો એક આઈએફએસ ઓફિસર કે જેમનું નામ સુશાંતા નંદા છે તેઓએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેયર કર્યો હતો અને તેના વિવરણમાં લખ્યું હતી કે ” ડબલ ડેકર ” આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે પક્ષીઓ હવામાં છે. જો કે બે પૈકી એક પક્ષી અન્ય પક્ષીની પીઠ પર બેઠેલું દેખાય છે. બન્ને પક્ષીઓને આકાશમાં આ રીતે ઉડતા જોઈને નવાઈ લાગી રહી છે અને લોકો પોતાના વિચારો કૉમેન્ટના માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!