હવે આ રીતે બુક કરો રાંધણ ગેસ સિલિન્ડર, સીધો આટલા રૂપિયાનો થશે ફાયદો, દિવાળી ટાંણે ફાયદો લેવા કરો આટલું

આપણે હાલમાં એક ફોન કરીને અથવા તો ઓનલાઈન તેની વેબસાઈટ કે પછી એપ્લિકેશનની મદદથી રાંધણ ગેસનો સિલિન્ડર નોંધાવીએ છીએ. ત્યારે હવે એમાં પણ એક નવી રીત સામે આવી છે અને કંપનીએ થોડી રાહતની વાત કરી છે. તો આવો જાણી લઈએ કે શું સારા સમાચાર છે. સરકારી તેલ કંપની ઇન્ડેને દિવાળી પહેલા તેના ગ્રાહકોને એક મોટી રાહત આપી છે. કંપનીએ સોશિયલ મીડિયા થકી આ અંગે માહિતી આપી છે.

ઇંડેલ રિફલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો

image source

કંપનીએ એક ટ્વીટ કર્યું છે અને એમાં લખ્યું કે રસોઈ ગેસ ઉપભોક્તા હવે એમેઝોન પેના માધ્યમથી એલપીજી સિલિન્ડરની બુકિંગ કરી શકે છે અને ઇંડેલ રિફલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે.

image source

આ સાથે જ કંપનીએ કહ્યું કે એમેઝોન પેના માધ્યમથી પહેલીવાર સિલિન્ડર બુક કરવા અને પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયા સુધી કેશબેક મળી શકે છે.

રિજસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર એન્ટર કરવાનો રહેશે

image source

સારા સમાચાર સાથે સાથે કંપનીએ એમ પણ વાત કરી કે-આ કેશબેક માત્ર એકવાર જ મળશે. મીડિયા રિપોર્ટ મુજબ કેશબેકનો લાભ લેવા માટે ગ્રાહકે એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યાર બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઇડરની પસંદગી કરવાની રહેશે અને અહીં પોતાનો રિજસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર એન્ટર કરવાનો રહેશે.

ગ્રાહકે એમેઝોન પેના માધ્યમથી પેમેન્ટ કરવાનું રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડેને રસોઈ ગેસના ગ્રાહકો માટે ગેસ સિલિન્ડર બુકિંગનો નવો નંબર જાહેર કર્યો છે. રિજસ્ટર્ડ મોબાઇલ નંબરથી ગેસ રિફિલ માટે સિલિન્ડર બુક કરાવી શકાય છે.

કંપનીએ બધા સર્કિલ માટે એક જ નંબરની જાહેરાત કરી છે.

image source

આ વિશે માહિતી શેર કરતાં કંપનીએ જણાવ્યું કે પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની બુકિંગ માટે અલગ-અલગ સર્કિંલ માટે અલગ-અલગ મોબાઇલ નંબર હતા. ત્યારે હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ બધા સર્કિલ માટે એક જ નંબરની જાહેરાત કરી છે.

આ રીતે પણ કરી શકો છો બુકિંગ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇન્ડેને એલપીજી સિલિન્ડર બુકિંગ માટે નવો નંબર જાહેર કર્યો હતો. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત