Site icon News Gujarat

ટિકટોકની આ ચેલેંજ ફક્ત મહિલાઓ જ કરી શકી છે પૂરી, આ એક કારણોસર પુરુષો નથી પુરી કરી શકતા

થોડા સમય પહેલા દેશમાં ઘણી બધી ઍપ્લિકેશનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ એપ્લિકેશનાના લિસ્ટમાં એક નામ ટિકટોકનુ પણ હતું. ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ઘણા દેશોના લોકો હજી પણ આ એપ્લિકેશન પર મનોરંજક ચેલેંજો કરીને મજા લઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી લાખો લોકોમાં એક ચેલેંજ વાયરલ થઈ રહી છે. આ ચેલેંજની વિશેષ વાત એ છે કે ફક્ત મહિલાઓ જ તેને પૂર્ણ કરી શકી છે. આ ચેલેંજ પૂરી કરવામાં મોટાભાગના પુરુષો નિષ્ફળ રહ્યાં છે. આને કારણે આ ચેલેંજ લોકો માટે ઘણી ઉત્સુકતા જગાડવામાં પણ સફળ રહી છે.

image source

સેન્ટર ઓફ ગ્રેવીટી નામની આ ચેલેંજમાં સામાન્ય રીતે એક સ્ત્રી અને પુરુષ હાજર હોય છે. આ ચેલેંજને પૂરી કરવાની રીત વિશે વાત કરીએ તો બંનેએ તેમનાં ઘૂંટણ ઉપર સૌ પ્રથમ બેસવાનું હોય છે, પછી આગળ વળાંક લેવોનો હોય છે અને પછી જમીન પર પ્લાન્ક એક્સરસાઇઝની સ્થિતિમાં તેમના હાથ મૂકવાના રહેશે. આ પછી તેમના પીઠની પાછળ હાથ ખસેડીને ઉભા થવાનું હોય છે.

image source

આ ચેલેંજ વિશે મળતી માહિતી મુજબ લગભગ બધી મહિલાઓ આ ચેલેંજ કરવામાં સફળ રહી હતી, પરંતુ મોટાભાગના પુરુષો જ્યારે તેઓ ઉપર ઉઠવાનો પ્રયત્ન કરે છે ત્યારે નીચે પડી જાય છે. આ ચેલેંજ વાયરલ થયાં પછી, ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે મહિલાઓનું સંતુલન ખૂબ સારું છે, જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કહ્યું હતું કે, સ્ત્રીઓનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર પુરુષોથી ખૂબ અલગ છે, તેથી તેઓ આ ચેલેંજ પૂરી કરવામાં સફળ થઈ રહી છે.

image source

આ બાબતમાં વૈજ્ઞાનિકોનો પણ સમાન અભિપ્રાય જોવા મળ્યો છે. એકેડેમિક જર્નલ ‘સૈદ્ધાંતિક બાયોલોજી અને મેડિકલ મોડેલિંગ’ના સંશોધનથી બહાર આવ્યું છે કે, સેન્ટર ઓફ ગ્રેવીટી, પુરુષો કરતાં મહિલાઓમાં 8 થી 15 ટકા ઓછું હોય છે. આ સિદ્ધાંતના કારણે જ ગર્ભાવસ્થા દરમિયાન ચાલતી સ્ત્રીઓ શરીરને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

image source

આ અગાઉ પણ વર્ષ 2019ની શરૂઆતમાં ટિકટોક પર એક ચેલેંજકાર એકદમ વાયરલ થયો હતો, જેમાં લોકોને દિવાલો પર તેમના માથું રાખીને ફોર્સ સાથે એક ખુરશી ઉપાડવાની હતી, આ સમયે પગને સામાન્ય સ્થિતિમાં રાખવાનાં હતાં. ત્યારે પણ મોટા ભાગની મહિલાઓ આ ચેલેંજ પૂરી કરવામાં સફળ રહી હતી.

image source

આ ચેલેંજ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુરુષો અને સ્ત્રીઓના ગુરુત્વાકર્ષણના અલગ કેન્દ્રને કારણે જ આ શક્ય બન્યું હતું. આ રીતે સાયન્સ સાથે જોડાયેલા ચેલેંજ દ્વારા ટિકટોક પર મનોરંજનનું થઈ રહ્યું છે. આવા અલગ અલગ ચેલેંજ દ્વારા ટિકટોક લોકોને મજા કરવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version