HSRP અને કલર કોટેડ સ્ટીકર બનાવવાનું થયું સરળ, કંપની આપી રહી છે આ સુવિધા

વાહનોને માટે HSRP નંબર પ્લેટ અને કલર સ્ટીકરની અનિવાર્યતા બાદ દરેક વ્યક્તિને તેને માટેની ઉતાવળ રહે છે. જો તે નહીં હોય તો તમારે દંડ ભરવો પડી શકે છે. આ કારણે કંપનીએ ગ્રાહકોને રાહત આપવા માટે તેને બનાવવાની પ્રક્રિયા થોડી સરળ કરી છે. સોમવારે કંપનીએ કહ્યું કે HSRP અને કલર કોટેડ સ્ટિકર બુકિંગની પ્રક્રિયાને વાહન માલિકોની મદદથી સરળ બનાવી છે. અરજીના ફોર્મને અડધાથી ઓછા કરીને ફીલ્ડની સંખ્યા પણ અડધી કરી છે. તેઓએ કહ્યું કે HSRP હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ અને કલર કોટેડ સ્ટીકર બુક કરવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે અને બુકિંગ પોર્ટલ www.bookmyhsrp.com પર ગ્રાહકોના દ્વારા ભરેલા ફોર્મની સંખ્યા ઘટાડવામાં આવી છે.

image source

હાઈ સિક્યોરિટી નંબર પ્લેટની તરફથી પ્રવક્તાએ કહ્યું કે હવેથી HSRP અને કલર કોટેડ સ્ટીકરને માટે અરજી કરતી સમયે 12ને બદલે ફક્ત 6 સ્ટેપમાં ફોર્મ ભરવાનું રહેશે. આ સિવાય ગ્રાહકોએ HSRP ના બુકિંગ સમયે ચેસિસ અને એન્જિન નંબરના છેલ્લા 5 નંબર ભરવાના રહેશે નહીં.

image source

વેબસાઈટને વાહન ડેટાબેસની સાથે એકીકૃત કરાઈ છે. એવામાં જ્યારે કોઈ ગ્રાહક વાહન નંબર નાંથે છે તો એપ્લીકેશન પોતે જ વાહનના પ્રકાર, ઈંધણનો પ્રકાર, ચેસિસ નંબર અને એન્જિન નંબર મેળવી લે છે. તેઓએ કહ્યું કે ડેટાને કોઈ પણ મિસમેચના કેસમાં ગ્રાહકની પાસે હવે આરસી બુક અને ફ્રંટ અને રિયર નંબર પ્લેટ રંગીન કોડ બુક કરનારા સ્ટીકર માટે લેઝરની તસવીર અપલોડ કરવાનો વિકલ્પ છે. 14 નવેમ્બર બાદથી કંપનીએ HSRP માટે 3.8 લાખ અને કલર કોટેડ સ્ટીકર્સ માટે 1.90 લાખ ઓર્ડર મેળવ્યા છે. કુલ 52709 હોમ ડિલિવરી ઓર્ડર પણ મળ્યા છે. જેમાંથી 47380 વાહનોમાં તે ફિટ થઈ ચૂક્યા છે.

image source

કંપનીને કહ્યું કે નવી એપ્લીકેશન પણ તૈયાર કરાઈ છે. જેનાથી એક વાર એમ્બોસિંગ સેન્ટર પર એક પ્લેટ મોકલ્યા બાદ એક એસએમએસ ગ્રાહક અને ડીલરને મળે છે. તેનાથી ખ્યાલ આવે છે કે પ્લેટ લગાવવા માટે નક્કી સમયમાં કોઈ ફેરફાર તો કરાયો નથી ને.

image source

સૌથી પહેલાં એ વાત જાણવી જરૂરી રહે છે કે અરજી ક્યાં કરવાની છે. અલગ અલગ રાજ્ય માટે HSRP ની વેબસાઈટ અલગ અલગ છે. તમારા રાજ્યની HSRP ની વેબસાઈટ કઈ છે તેને વિશે તમારા રાજ્યની વેબસાઈટ પર તમારે રાજ્યની HSRP વેબસાઈટની લિંક મળશે, અથવા કો તમે HSRP કસ્ટમર કેર નંબર 011-47504750 પર ફોન કરીને પણ જાણકારી મળવી શકો છો. જો તમે ઈચ્છો છો તમે [email protected],[email protected] કે [email protected] પર ઈમેલ કરીને પણ જાણકારી મેળવી શકો છો કે તમારા HSRPની વેબસાઈટની લિંક કઈ છે.

image source

કંપનીએ ડીલરશીપ પર અને હોમ ડિલિવરી પર HSRP સાથે જોડાયેલી તમામ પૂછપરછ અને ફરિયાદને માટે અલગ અલગ હેલ્પલાઈન નંબર અને ઈમેલ લોન્ચ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત