હવે લર્નિંગ લાયસન્સ મેળવવા નહિં ખાવા પડે કચેરીના ધક્કા, રાજ્ય સરકારે આપ્યો આ આદેશ

નવુ લાયસન્સ કઢાવવા કઢાવવા ઘણી મહેનત કરવી પડે છે. તેની લાંબી પ્રક્રિયાથી લોકો પરેશાન થઈ જાય છે. પરંતુ હવે લર્નિંગ લાયસન્સ માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે, લાયસન્સ સંબંધિત સેવાઓની કામગીરીનું રાજ્ય સરકાર દ્વારા સારથી ૪.૦ અંતર્ગત સરળ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સરકારે વધુ એક નિર્ણય લઈ લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાનું તથા ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરીનું વિશેષ સરળતા આપવામાં આવી છે. જે લોકોની લર્નિંગ લાયસન્સની છ માસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું પરંતુ હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાંની સાથે જ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે.

ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકે છે

image source

અરજદાર પોતાની કક્ષાએથી ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકે છે. સરકારના આ નિર્ણયથી કોરોનાકાળમાં ઘણા લોકોને ફાયદો થશે. તો બીજી તરફ જો કોઈ ડ્રાઇવીંગ લાયસન્સ ધારક એક વર્ગનું લાયસન્સ ધરાવતો હોય અને બીજા વર્ગનો ઉમેરો (AEDL-Additional Endorsement to Driving License) કરાવવા માંગતો હોય તો આ કામગીરી માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ મેળવવા રૂબરૂ આવવું પડતું હતું પરંતુ હવે નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર આ વર્ગની ફી ભરીને વર્ગનો ઉમેરો જાતે જ કરી શકશે, જેનું વેરીફીકેશન અને એપ્રુવલ આરટીઓ કક્ષાએ થશે. એપ્રુવલ થયા બાદ અરજદારે નિયત તારીખે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે. તે ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટની (Endorsement to Drive Hazardous Material) કામગીરી ફેસલેસ કરવામાં આવી છે. આ કામગીરી માટે આરટીઓ કક્ષાએ જઈ મેન્યુઅલ સ્ટેમ્પીંગ કરાવવાનું રહેશે નહી.

આ તમામ કામ તમે તમારા ઘરે બેસી કરી શકો છો

image source

સરકારના આ નિર્ણયથી ઘણા લોકોને ફાયદો થશે લોકોનો સમય પણ બચશે અને પેપર વર્કમાંથી પણ મુક્તિ મળશે. સરકારના મહત્વના નિર્ણય બાદ અરજદારે ઉપરોક્ત તમામ ટ્રાન્જેક્શનમાં લર્નિંગ લાયસન્સ મેળવવા અને ભયજનક માલના વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કક્ષાએ આવવાની જરૂર રહેશે નહી. હવે આ તમામ કામ તમે તમારા ઘરે બેસી કરી શકો છો. જેથી તમારો સમય અને નાણા બન્નેની બચત થશે.

આ રીતે ઘરે બેઠા મેળવો લર્નિંગ લાયસન્સ

image source

સૌ પ્રથમ, આપણે તમને જણાવી દઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે તમારે જન્મ તારીખની પુષ્ટિ કરવા માટે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, 10માં ધોરણનું પ્રમાણપત્રની જરૂર રહેશે. આ સિવાય તમારી પાસે રેશનકાર્ડ, મતદાર કાર્ડ, આધારકાર્ડ, વીજળી બિલ અથવા પાણીનું બિલ, આમાંથી કોઈ પણ કાગળ હોવા જોઈએ. તે વધુ સારું છે કે તમે આધારકાર્ડનો ઉપયોગ કરો,

image source

આ લિંકને તમારા ફોન અથવા લેપટોપના બ્રાઉઝરમાં ખોલો. https://sarathi.parivahan.gov.in/ તે પછી તમારું રાજ્ય પસંદ કરો અને પછી ડાબી બાજુ બતાવેલ વિકલ્પમાંથી ન્યુ લર્નિંગ લાઇસન્સના વિકલ્પ પર ક્લિક કરો. જોકે, મધ્યપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સારથી પરવાનગી નથી. મધ્યપ્રદેશમાં http://transport.mp.gov.in/ માટે લાઇસન્સ બનાવવામાં આવ્યું છે.

image source

આ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં કેટલીક માર્ગદર્શિકા હશે, તેને વાંચવા માટે ચાલુ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, એક નવું પેજ ફરીથી ખુલશે અને તેમાં સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારી સામે લાઇસન્સ એપ્લિકેશન પેજ ખુલશે જેમાં તમને આરટીઓ કચેરીમાંથી તમારું નામ, ઘરનું સંપૂર્ણ સરનામું, બ્લડ ગ્રુપ, જન્મ તારીખ, જન્મ સ્થળ, મોબાઇલ નંબર, ઓળખ માટે શરીર પર કોઈ નિશાન વગેરે જેવી માહિતી પૂછવામાં આવશે. આ પછી, તમારે એ પણ કહેવું પડશે કે તમે કઈ ગાડી માટે લાઇસન્સ મેળવવા માંગો છો. આ પછી, એપ્લિકેશન ફી સબમિટ કરો અને એપ્લિકેશન નંબર નોંધો. આ પછી, તમને ટેસ્ટ માટેની તારીખ મળશે અને જો સફળ થશે, તો તમારું લર્નિંગ લાઇસન્સ બનાવવામાં આવશે. શીખ્યા પછી, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત