Signal એપ થઈ ડાઉન, સોશિયલ મીડિયા પર થયો ફરિયાદોનો વરસાદ

વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસી સામે આવ્યા બાદ ટૂંકા સમયની અંદર વિશ્વભરમાં નામના મેળવનારા સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

image source

લોકોએ સિગ્નલ એપ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. Downdetector આ વાતની પુષ્ટિ કરી છે અને સૂચવ્યું છે કે ડાઉનટાઇમ સર્વર એરરના કારણે છે જ્યારે કેટલાક વપરાશકર્તાઓ લોગ ઇન કરતી વખતે સમસ્યાઓ અનુભવી રહ્યા છે.

સિગ્નલમાં તકનીકી સમસ્યા આવી રહી છે

મેસેજિંગ એપ્લિકેશન સિગ્નેલે પણ તેની પુષ્ટિ કરી છે. સિગ્નેલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તેઓ “તકનીકી મુશ્કેલીઓ” અનુભવી રહ્યા છે અને તેઓ સમસ્યા હલ કરવા માટે કામ કરી રહ્યા છે. એક ટ્વીટમાં કંપનીએ લખ્યું છે કે, “સિગ્નલ તકનીકી સમસ્યા આવી રહી છે અમે વહેલી તકે સેવાને પુન: સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ડાઉનડિટેક્ટરને સિગ્નલ એપ્લિકેશનની સમસ્યા વિશે 2 હજારથી વધુ વપરાશકર્તાઓની ફરિયાદો મળી છે. ઘણા સિગ્નલ વપરાશકર્તાઓ આ સમસ્યાની જાણ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો આશરો લીધો છે. કેટલાક વપરાશકર્તાઓએ દાવો કર્યો હતો કે શુક્રવારે બે કલાકથી વધુ સમય માટે સિગ્નલ ડાઉન હતું.

વોટ્સએપ ડાઉનલોડ્સમાં 35% નો ઘટાડો

image source

તમને જણાવી દઈએ કે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસીને લઈને લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. તેઓ વોટ્સએપ છોડીને બીજી મેસેજિંગ એપ્લિકેશન તરફ જઈ રહ્યા છે. હવે ભારતના ઘણા ટોચના ઉદ્યોગપતિઓ પણ વોટ્સએપ છોડીને સિગ્નલ એપ તરફ વળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપની નવી પોલિસી જાહેર થયાના માત્ર સાત દિવસમાં ભારતમાં વોટ્સએપ ડાઉનલોડ્સમાં 35% નો ઘટાડો થયો છે.

image source

આ ઉપરાંત 40 લાખથી વધુ યુઝર્સે સિગ્નલ અને ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, જેમાં સિગ્નલના 24 લાખ ડાઉનલોડ અને 16 લાખ ટેલિગ્રામનો સમાવેશ થાય છે. વોટ્સએપને ઝટકો લાગ્યા બાદ તેમણે આ અંગે પોતાની સ્પષ્ટતા પણ કરી હતી. એટલુ જ નહીં વિશ્વના ટોચના ઉદ્યોગપતિમાં સામેલ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે પણ લોકોને સિગ્નલ એપમાં જોડાવાની અપીલ કરી હતી. આમ દિવસેને દિવસે વોટ્સએપની મુશ્કેલી વધી રહી છે.

Signal પ્રાઈવેટ માહિતી નથી એકઠી કરતી

image source

વોટ્સએપ સામેની લોકોની નારાજગીને જોતા વ્હોટ્સએપના સ્થાપક રહેલા Brian Acton ને આગામી બે વર્ષમાં ભારતમાં 10 કરોડથી 1 કરોડ વપરાશકારોને Signal માં જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે સિગ્નલે ડિસેમ્બર 2020 માં તેના લેટેસ્ટ અપડેટ સાથે ગ્રુપ કોલ શરૂ કર્યો હતો અને ડિલિવરી એન્ક્રિપ્ટ કરી. નોંધનિય છે કે સિગ્નલ ફક્ત તમારા ફોન નંબરને વ્યક્તિગત ડેટા તરીકે જ સ્ટોર કરે છે અને એપ્લિકેશન તેને તમારી ઓળખ સાથે લિંક કરવાનો કોઈ પ્રયાસ કરતી નથી. જ્યારે, ટેલિગ્રામ વ્યક્તિગત માહિતી તરીકે સંપર્ક માહિતી, સંપર્કો અને યુઝર્સ ID માટે પૂછે છે. જેથી પ્રાઈવસીની દ્રષ્ટીએ લોકો હાલના સમયમાં Signal એપ તરફ વધુ આર્કષાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત