હવે માસ્ક વગર ફરવાની કોઈ હિંમત્ત ન કરતાં, હાઈકોર્ટે સરકારને કહ્યું- બધાને પકડીને ફરજિયાત કોવિડ સેન્ટરમાં નાંખો અને…

એક તરફ કોરોના આખા ગુજરાતને ભરડામાં લઈ રહ્યું છે અને સરકાર પણ માસ્ક પહેરવાની અપીલ પર અપીલ કરી રહી છે. પોલીસ પણ હવે માસ્કના મુદ્દે એક્શન મોડમાં છે. છતાં અમુક જનતા સુધરતી નથી અને માસ્ક વગર જ ઘરની બહાર આંટા ફેરા કરે છે. ત્યારે આ જ મામલે હાઈકોર્ટે બે દિવસ પહેલા જ સરકારને માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ વિચાર કરવા કહ્યું હતું. અને હવે એ ફાઈનલ કરી નાંખ્યું છે. એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે.

image source

હવે કડક વલણ દાખવતાં હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. વિગવે વાત કરીએ તો હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે માસ્ક વિના ફરતા લોકોને 8 દિવસ કોવિડ સેન્ટરમાં મૂકો બે દિવસ પહેલાં જ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો હતો.

image source

જો આગળ વાત કરીએ તો હાઈકોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલઆંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે, માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે 8 દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે. ત્યારે સરકાર પણ હવે બેકાબૂ કોરોનાને કંટ્રોલમાં લેવા માટે અલગ અલગ પલગા લે છે અને અને અમલમાં મુકે છે. જો કે આ બધાની વચ્ચે ભાજપના જ નેતાઓ ક્યારેક પ્લાન પર પાણી ફેરવતા જોવા મળે છે. ગઈ કાલે જ એક નેતાએ જાહેરમાં 6000ની ભીડ ભેગી કરીને સગાઈ અને ઘરના પ્રસંગો રાખ્યા હતા.

image source

ગુજરાતમાં હાલની કોરોનાની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે ઘટાડો થયો છે અને આજે 1500થી ઓછા કેસ આવ્યા છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે સામાન્ય ઘટાડો થયો છે.

image source

આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1477 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે. જ્યારે 1547 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.06 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 10 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 2, અમરેલી 1, પાટણ 1 અને વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે.

image source

નવેમ્બર મહિનામાં એક્ટિવ કેસની સંખ્યામાં 1923નો વધારો થયો છે. જોકે ઓક્ટોબર મહિનાના એન્ડ સુધી એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લે 31મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 13,047 હતી, જે આજે વધીને 14,970એ પહોચી છે. આ સંખ્યામાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રિકવરી રેટમાં સતત ઘટાડો નોધાઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા નવેમ્બરના છેલ્લી સાત દિવસમાં ઝડપથી વધી છે. 21મી નવેમ્બરે એક્ટિવ કેસની સંખ્યા 13,285 હતી. આમ છેલ્લા સાત દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં 1602નો વધારો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત