ચેકથી પેમેન્ટ કરવાના બદલાઇ જશે નિયમ, 1 જાન્યુઆરીથી RBI નવા કાયદા લાવશે, જાણી લો ફાયદાની વાત તમે પણ

કેન્દ્રીય બેંક RBI દેશના લોકો ફ્રોડથી બચે એ માટે દરેક પગલા ભરે છે અને લોકોને આ વાતથી સુચિત કરતી રહે છે. ત્યારે હવે ફરીથી આ જ હેતુ માટે એક નિયમ બદલવામાં આવી રહ્યો છે કે જે તમારે ધ્યાનમાં લેવો પડશે અને સાવચેતી રાખવી પડશે. ત્યારે આવો વિગતે જાણીએ કે શું ફેરફાર કરવામાં આવ્યો.

image source

તો હવે RBI એ દગાખોરીથી બચવા માટે 1 જાન્યુઆરીથી સકારાત્મક પેમેન્ટ વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેના આધારે 50000 રૂપિયાથી વધારેના પેમેન્ટના ચેકની ફરીથી તપાસ કરવામા આવશે. જો ઓફિશીયલ વાત કરીએ તો કેન્દ્રીય બેંકે કહ્યું કે સકારાત્મક પેમેન્ટ પ્રણાલી 1 જાન્યુઆરી 2021થી લાગૂ થશે. બેંકોએ આ વિશે એસએમએસની મદદથી ગ્રાહકોને જાણ કરવાની રહેશે. સાથે શાખાઓ, એટીએમની સાથે સાથે વેબસાઈટ અને ઈન્ટરનેટ બેંકિંગ પર તેની જાણકારી આપવાની રહેશે.

image source

સાથે જ બીજી માહિતી એવી પણ મળી રહી છે કે બેંક 5 લાખ અને તેનાથી વધારેની રકમના ચેક માટે ફરીથી તપાસની વ્યવસ્થા અનિવાર્ય કરી શકે એવા પણ એંધાણ છે. સકારાત્મક પેમેન્ટ વ્યવસ્થાના આધારે ચેક જાહેર કરનારને એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ કે એટીએમ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચેકને વિશે કેટલીક માહિતી આપવાની રહેશે. તેમાં તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્તા અને રકમની જાણકારી આપવાની રહેશે. આગળની પ્રોસેસની વાત કરીએ તો આ ચેકને પાસ કરતા પહેલાં તેની તપાસ કરીને ખાતરી કરવામાં આવશે. જો કોઈ ભૂલ કે ફેરફાર જણાશે તો તેની જાણકારી ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમને આપવામાં આવશે.

image source

આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે અદાકર્તા બેંક અને પ્રસ્તુત કરનાર બેંકને માહિતી આાપવાની રહેશે અને પછી તેને રિજેક્ટ કરવા માટેના પગલાં લેવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સકારાત્મક પેમેન્ટની સુવિધા વિકસિત કરશે અને પ્રતિભાગી બેંક માટે તેને આપવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે ત્યારબાદ બેંક 50000 રૂપિયા અને તેનાથી ઉપરના પેમેન્ટ માટે ખાતાધારકોને માટે તેને લાગૂ કરશે. આા સુવિધાનો લાભ લેવાનો નિર્ણય ખાતાધારકો કરશે. બેંક 5 લાખ કે તેનાથી વધારે રાશિના કેસમાં આ અનિવાર્ય કરી શકે છે.

જો આ સિસ્ટમને થોડી મુદ્દા પ્રમાણે સમજીએ તો કંઈક આ રીતે નવો કાયદો લાગૂ થશે.

image source

બેંક 50 હજાર રૂપિયા અને તેનાથી વધારેની તમામ ચૂકવણીના કેસમાં ખાતાધારકો માટે નવા નિયમ લાગુ કરશે.

આ સુવિધાનો લાભ લેવાનો નિર્ણય ખાતાધારક કરશે.

બેંક 5 લાખ અને તેનાથી વધુના રકમના ચેકના કિસ્સામાં તેને ફરજિયાત બનાવી શકે છે.

image source

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ ચૂકવણી પ્રણાલીને વિકસાવશે અને તમામ બેંકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્રીય બેંક દ્વારા જારી નોટિફિકેશનના અનુસાર, બેંક ઓનલાઈન જ ખાતાધારકો પાસેથી જાણકારી લેશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત