શું RBI ખતમ કરશે ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ફીસ, જાણો એટીએમને લગતી તમામ કામની વાતો

જો તમારા બેંક ખાતામાં પૂરતું બેલેન્સ નથી અને તમે એટીએમ પર જાઓ છો અને એટીએમથી કે કાઢવાની કોશિશ કરે ફરીથી ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. આ ચાર્જ પેનલ્ટી રૂપે તમારી પાસેથી વસૂલાય છે. તેને ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ફીસ કહેવામાં આવે છે. આ ચાર્જને ખતમ કરવાની વાત કરવામાં આવી રહી છે.

જાણો શું છે સમગ્ર ઘટના

image source

3-5 ફેબ્રુઆરીએ આરબીઆઈની એક બેઠક થવાની છે તેમાં ઓલ ઈન્ડિયા બેંક ડિપોઝિટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ ભારચીય રિઝર્વ બેંકની ડેબિટ કાર્ડ પર ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ફીસને ખતમ કરવાની માંગ કરી છે. એસોસિયેશને કહ્યું કે ડિજિટલ રીતે પેમેન્ટ કરનારા ગ્રાહક પર આ રીતની મોટી પેનલ્ટી લેવી તે અયોગ્ય છે. આ કારણે લોકો ડિજિટલ પેમેન્ટથી દૂરી બનાવી લે છે. આ વાત એ લોકોને લાગૂ પડે છે જેઓ નબળા છે. તેમના ખાતામાં પૂરતું બેલેન્સ હોતુ નથી. એસોસિયેશને કહ્યું કે આ ચાર્જ અનુચિત છે અને સાથે ટ્રાન્ઝેક્શન ડિક્લાઈનના નિયમોની વિરુદ્ધ પણ છે. તેની પાછળ મુખ્ય કારણ થર્ડ પાર્ટીને તેક જાહેર કરવાની નથી પણ આ એક ડિપોઝિટરના બ્રાન્ચમાં કેશ કાઢવાની કોશિશ કરવા જેવું છે. આ સિવાય એવા ટ્રાન્ઝેક્શનમાં કાર્ડ જાહેર કરનારા બેંકની કોઈ ખાસ રકમ જોડાયેલી નથી.

ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જના કેટલા રૂપિયા વસૂલે છે બેંક

image source

ડેબિટ કાર્ડ પર આ ચાર્જ માટે બેંક ગ્રાહકો પાસેથી 25 રૂપિયાની સાથે જીએસટી પણ વસૂલે છે. આ ચાર્જ પેનલ્ટીના રૂપે વસૂલવામાં આવે છે. એવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ખાતામાં પૂરતું બેલેન્સ ન હો પણ એટીએમથી કેશ કાઢવાની કોશિશ કરે કે પછી ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે. તેને તમે ચેક બાઉન્સ થવાના ચાર્જનું ડિજિટલ વર્ઝન પણ કહી શકો છો.

ફેલ ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે કેટલો ચાર્જ

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ દેશના સૌથી મોટી સરકારી બેંક પોતાના ગ્રાહકોને એચીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર 20 રૂપિયાનો દંડ કરે છે. આ સિવાય તેઓએ જીએસટી પણ ભરવાનો રહે છે.

એચડીએફસી બેંક આ માટે 25 રૂપિયાનો ચાર્જ અને જીએસટી વલૂલે છે.

image source

આઈડીબીઆઈ બેંક ગ્રાહકો અન્ય એટીએમથી રૂપિયા કાઢે અને ઓછું બેલેન્સ હોય તો તેના માટે ફેલ ટ્રાન્ઝેક્શન થાય તો તેને માટે 20 રૂપિયાનો ચાર્જ વસૂલે છે.

યસ બેંક ખાતા ધારકોની પાસે ઓછા બેલેન્સના ચાર્જને માટે 25 રૂપિયા ચાર્જ લે છે.

એક્સિસ બેંક પણ ખાતા ધારકોની પાસે એટીએમથી ફેલ ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયાનો ચાર્જ વસૂલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત