હવે TV રિમોટથી મળશે છુટકારો, ગુગલ તૈયાર કરે છે આ ખાસ એપ, જાણી લો તમને શું થશે મોટો ફાયદો

પહેલાના જમાનામાં જ્યારે ટીવીની નવી નવી શોધ થઈ હતી ત્યારે ટીવીને શ્રીમંત પરિવારોની ઓળખ માનવામાં આવતું. એ સમયના ટીવીનો આકાર પણ ખાસ્સો એવો મોટો હતો અને ટીવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિની જરૂર પડતી. વળી, તેમાં રિમોટ સુવિધા પણ ન આવતી અને ટીવી ઓપરેટ કરવા માટે તેમાં આપેલી સ્વીચ દબાવવી પડતી. જો કે હવે રિમોટ પણ સામાન્ય થઈ ગયું છે અને તેમાં પણ બદલાવ આવી શકે છે.

image source

ગુગલ એન્ડ્રોઇડ ટીવી રિમોટ ઓપશ્ન 4.27 વર્ઝન સાથે આવી શકે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે એ જાણીશું કે એવું તે શું ખાસ હશે એ એપમાં અને તેને કઈ રીતે ઉપયોગ કરવું તે પણ જાણીએ.

ટીવી ને કન્ટ્રોલ કરવા માટે રિમોટ એક અગત્યનું અને કામનું સાધન માનવામાં આવે છે. પરંતુ આવનારા સમયમાં કદાચ તમે એપની મદદથી જ તમારા ટીવીના બધા ફંક્શન ઓપરેટ કરી શકશો. ગૂગલ તેની એક એપ ગૂગલ ટીવી પર કામ કરી રહ્યું છે. ગૂગલની આ એપની મદદથી તમે તમારું એન્ડ્રોઇડ ટીવી કન્ટ્રોલ કરી શકશો. ગુગલ આ એપ ક્યારે લોન્ચ કરશે તેની કોઈ સત્તાવાર માહિતી તો નથી પરંતુ એવું મનાય રહ્યું છે આવનારા સમયમાં તે લોન્ચ થઈ શકે છે અને આ એપ ચલણમાં આવ્યા બાદ ઘણા ખરા લોકોને રિમોટ ઓપરેટ કરવામાંથી છુટકારો મળી જશે.

ટેસ્ટિંગ ચાલી રહ્યું છે

image source

ગુગલ એન્ડ્રોઇડ ટીવી રિમોટ ઓપશ્ન 4.27 વર્ઝન સાથે બજારમાં આવી શકે છે. પરંતુ આપણે વાત કરી તેમ ગુગલ આ એપ ક્યારે લોન્ચ કરશે તેની કોઈ સત્તાવાર માહિતી તો નથી પરંતુ એવું મનાય રહ્યું છે કે તે હાલ ટેસ્ટિંગ હેઠળ છે અને આવનારા સમયમાં તે લોન્ચ થઈ શકે છે. રિમોટ ફીચર હજુ પૂર્ણ રીતે ડેવલપ નથી થયું અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અંગેનું કામકાજ ચાલુ છે.

અપડેશન નું અનુમાન

image source

એવું મનાય છે કે ગુગલ તેના એન્ડ્રોઇડ ટીવી રિમોટ કન્ટ્રોલ એપ માં અપડેટ કરાશે આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે જેમાં ગત વર્ષે અપડેટ નહોતું કરવામાં આવ્યુ. બીજી બાજુ ટિપ્સટરનું એમ પણ કહેવું છે કે ગુગલ બિલકુલ નવું ટીવી એપ પણ લોન્ચ કરી શકે છે.

આ રીતે કરશે કાર્ય

image source

XDA ડેવલપરની રિપોર્ટ મુજબ તમારે ટીવીને કન્ટ્રોલ કરવા માટે સૌથી પહેલા એપને ટીવી સાથે પેર કરવું પડશે. ત્યારબાદ તે તમને ટીવીમાં ઉપલબ્ધ લિસ્ટ બતાવશે. ત્યારબાદ આ પેરીંગની પ્રક્રિયા શરૂ કરશે. પેરીંગની પ્રક્રિયા દરમિયાન તમારે તેમાં 4 ડિજિટનો કોડ નાખવાનો રહેશે. 4 ડિજિટનો આ અંક તમારા ટીવીની સ્ક્રીન પર દેખાશે. બધી પ્રક્રિયા પુરી કર્યા બાદ તમારો સ્માર્ટફોન ટીવીના રિમોટ તરીકે કામ આપશે.