હજુ ‘તાઉ તે’ ત્રાટકીને ગયું જ છે ત્યાં તો બીજા ખતરનાક વાવાઝોડી આગાહી, બંગાળની ખાડીથી ત્રાટકશે ‘યાસ’

હવે તો એવું લાગે છે કે ભારતમાં એક પછી એક ઘાત આવી રહી છે. કોરોના ગયો નથી અને તાઉ તે વાવાઝોડું આવ્યું હતું. ચારેકોર તબાહી મચાવી દીધી અને લાખો કરોડોનું નુકસાન ગયું. ત્યાં તો બીજા સમાચાર આવ્યા કે હજુ એખ વાવાઝોડું આવી રહ્યું છે અને જે ત્રાટકવાની સંભાવના છે. તાઉ તે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્રના અનેક ભાગોમાં તબાહી મચાવી છે.

image source

એક તરફ જ્યાં ગુજરાતમાં 19 લોકોના વાવાઝોડાના કારણે મોત થયા હોવાની પણ વાત સામે આવી રહી છે તો મહારાષ્ટ્રમાં 6થી વધારે લોકોના નિધનના સમાચાર મળી રહ્યા છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

image source

વાવાઝોડું જ્યાં જ્યાંથી પસાર થયું ત્યાં તબાહીના અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તમામની વચ્ચે સમાચાર છે કે 5 દિવસ બાદ વધુ એક વાવાઝોડું આવવાનું છે અને જે પણ ટકરાવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર 23-24 મે દરમિયાન વાવાઝોડું ‘યાસ’ બંગાળની ખાડીથી ટકરાશે. આ વખતે વાવાઝોડાનું નામ ઓમાને આપ્યું હોવાના પણ સમાચાર છે. જો વિગતે વાત કરીએ તો ભારતના હવામાન ખાતામાં ચક્રવાત વિભાગના પ્રભારી સુનીતા દેવીએ જણાવ્યું કે, આગામી અઠવાડિયે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનવાની પુરી શક્યતા છે.

image source

તો એક સમાચાર એવા પણ છે કે વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.

હાલમાં આ સમાચારને પગલે હવામાન વિભાગ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે લૉ પ્રેશર સિસ્ટમ તીવ્ર થવાના સંકેત પણ આપી દીધા છે. દેવીએ કહ્યું કે, દરિયાની સપાટીનું તાપમાન એસએસટી બંગાળની ખાડી ઉપર 31 ડિગ્રી નોંધાયું છે. આ સરેરાશથી લગભગ 1-2 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે. તમામ દરિયાઈ અને વાયુમંડળીય પરિસ્થિતિઓ વાવાઝોડાને અનુકૂળ જ લાગી રહી છે અને ટકરાઈ શકે એવી સ્થિતિ જોવા મળી રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે તાઉ તે વાવાઝોડાંના કારણે સોમવારે રાતભર વાવાઝોડાએ જેને સૌથી વધુ ઘમરોળ્યું છે તે ઊનામા આજે સર્વત્ર ખાનાખરાબી જોવા મળી છે. અહી ગત રાત્રે એક મોબાઈલ ટાવર ધસી પડયાનો વીડિયો વાઇરલ થયો હતો એ એક જ દૃશ્ય જેવું આખા શહેરમાં તમામ મકાનો, વીજપોલ, ઘરવખરી સાથે થયું છે.

તાઉ તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાથી સર્વાધિક અસરગ્રસ્ત ઊના, દીવ, કોડીનાર, રાજુલા, જાફરાબાદ સહિત દરિયાઈ પટ્ટીના સેંકડો ગામોમાં રાતભર 150થી 200 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને 9 ઈંચ સુધીના તોફાની વરસાદે મકાનો, ખેતરો, વૃક્ષો, વીજ થાંભલા બધું જ તહસનહસ કરી નાખ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!