તમે પણ જો ચલણી નોટનો ઉપયોગ કરો છો તો આવી શકો કોરોનાના ભરડામાં, RBIએ આપી ગંભીર ચેતવણી

સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં છે ત્યારે ભારત અને ગુજરાતની સ્થિતિ પણ કંઈક એવી જ છે. રોજ એક નવુ તારણ સામે આવે છે કે આવી રીતે વાયરસ ફેલાઈ છે. ચેપ કઈ રીતે લાગે છે એ પણ હજુ ચર્ચાનો વિષય છે. કારણ કે ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં કોઈની જ હેરાફેરી નથી છતાં કોરોના આવી ગયો છે. ત્યારે હવે એક નવો જ ખુલાસો થયો છે કે ચલણી નોટોથી પણ વાયરલ ફેલાઈ રહ્યો છે અને મહામારી આગળ વધી રહી છે.

image source

શું કરન્સી નોટથી કોરોના ફેલાય છે કે નહીં?

એક તરફ મોટાભાગે લોકો કોરોનાથી બચવા માટે સરકારી અને તબીબોની ગાઇડલાઇનનું પાલન કરી રહ્યા છે અને દરેક જરૂરી સાવચેતી રાખી રહ્યા છે. પરંતુ તેમ છતાં લોકોના મનમાં આ મહામારીને લઈ કેટલાક સવાલ છે. જેમાં એક છે કે શું કરન્સી નોટથી કોરોના ફેલાય છે કે નહીં? જો કે, ઘણા લોકોનું માનવું છે કે ચલણી નોટથી કોરોના વાયરસ ફેલાતો નથી. પરંતુ ખરેખર એવું નથી. કરન્સી નોટના માધ્યમથી પણ કેટલાય પ્રકારના બેક્ટેરિયા અથવા વાયરસ ફેલાઈ શકે છે.

image source

વધુમાં વધુ ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરવો

ત્યારે આ બધાની અટકળો વચ્ચે હાલમાં જ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT) દ્વારા પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ એક મેઈલમાં પરોક્ષ રીતે આ વાત કહી છે. સાથે જ આરબીઆઈએ કહ્યું કે લોકોએ ચલણી નોટની જગ્યાએ વધુમાં વધુ ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરવો જોઈએ. મીડિયા રિપોર્ટ મુજબ CAITએ ગત 9 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારણને એક પત્ર મોકલ્યો હતો. જેમાં કરન્સી નોટ બેક્ટેરિયા અને વાયરસના વાહક છે કે નહીં એ અંગે માહિતી સ્પષ્ટ કરવા વિનંતી કરી હતી.

image source

કરન્સી નોટથી પણ વાયરસ ફેલાઈ એવી સંભાવના

ત્યારે નાણામંત્રાલયે આ સવાલને આરબીઆઈને મોકલ્યો હતો. જેના જવાબમાં રિઝર્વ બેંકે શનિવારે એક ઇમેલના માધ્યમથી આ સંકેત આપ્યા હતા કે કરન્સી નોટથી પણ વાયરસ ફેલાઈ એવી સંભાવના છે. રિઝર્વ બેંકે મેલમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારીને ફેલાવવાથી રોકવા માટે લોકો પોતાના ઘરેથી સુવિધાપૂર્વક મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, કાર્ડ વગેરે ચેનલોના માધ્યમથી ડિજિટલ ચુકવણી કરી શકે છે અને ચલણી નોટનો ઉપયોગ કરવા અથવા એટીએમથી રોકડ કાઢવાથી બચવું જોઈએ. તેથી રિઝર્વ બેંકે ઈશારો કરી જ દીધો છે કે ચલણી નોટોથી પણ તમે કોરોનાના ભરડામાં આવી શકો છો.

image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1302 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,42,700એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3499એ પહોંચ્યો છે. જ્યારે 1246 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 85.75 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 56,700 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત