શું તમને કોરોનાનો ટેસ્ટ કરાવતા ડર લાગે છે? તો હવે જરા પણ ગભરાશો નહિં, ઘરે બેઠા ‘આ’ રીતે થઇ શકો છો સાજા, નહિં જવું પડે હોસ્પિટલમાં

શું તમને ભય છે કે કોરોના પોઝિટિવ થયા બાદ તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે ? તો થઈ જાઓ ભયમુક્ત, ઘરે બેઠા પણ તમે સાજા થઈ શકો છો

2020ના વર્ષને ઘોર નિરાશાભર્યું વર્ષ ગણવામા આવે છે. આ વર્ષમાં સમગ્ર વિશ્વને કોરોના વાયરસની મહામારીએ ઘેરી લીધું છે. અને તેની ખરાબ અસર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. હાલ વિશ્વ આર્થિક મંદીમાં પણ સંપડાઈ ગયું છે. કોરોના વયારસના સંક્રમણના કારણે કોરોડો લોકો તેનો ભોગ બન્યા છે તો વળી લાખો લોકો કોરોનાના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં ભારત સંક્રમણની દ્રષ્ટિએ સૌથી આગળ નીકળી ગયું છે. અને જે રીતે કોરોના પેશન્ટની આપવીતીઓ સામે આવી રહી છે તેને જોઈને લોકોમાં એક જાતનો ભય પણ ઉભો થયો છે અને માટે લક્ષણો હોવા છતાં પણ ઘણા બધા લોકો કોરોનાનો ટેસ્ટ કરતાં ગભરાઈ રહ્યા છે કે ક્યાંક તેમનો રિપોર્ટ પોઝિટિવ આવે અને તેમને હોસ્પિટલમાં દાખલ ન કરી દેવામા આવે. પણ વાસ્તવમાં તેવું નથી.

image source

લોકોમાં એવો ભ્રમ ઉભો થયો છે કે તેમનો જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જ પડે છે. પણ હોસ્પિટલમાં દાખલ થવું કે નહીં તે નિર્ણય તમારા લક્ષણોની તિવ્રતા પર આધાર રાખે છે. નિષ્ણાત જણાવે છે કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીએ દાખલ થવું જરૂરી નથી.

image source

તેના માટે દર્દીઓના લક્ષણો જોવામાં આવે છે, તેમના લોહીના રીપોર્ટનો સ્ટડી કરવામાં આવે છે, તેમનામાંના ઓક્સિજનના પ્રમાણનો અભ્યાસ કરવામા આવે છે અને સાથે સાથે જો દર્દીને તેની સાથે બીજી કોઈ બીમારી રહેલી હોય અથવા તે પહેલાં કોઈ બીમારી રહેલી હોય તે બધી જ બાબતો ધ્યાનમાં રાખ્યા બાદ નિર્ણય લેવામા આવે છે.

image source

આ સિવાય લોકોમાં એવો પણ ખોટો ખ્યાલ છે કે કોરોનાનો ટેસ્ટ કરાવવાથી કોરોના થાય છે. પણ તેવું નથી સિવિલ કે પછી દેશ તેમજ રાજ્યમાં આવેલી હોસ્પિટલોમાં ગંભીર રીતે કોરોનાથી ગ્રસ્ત થયેલા દર્દીઓ પણ સાજા થઈને ઘરે પાછા ફરે છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે દર્દીને યોગ્ય સમયે યોગ્ય સારવાર નહીં મળવાથી મૃતયુની સંભાવના વધારે રહી છે. માટે તમને જો તમારામાં કોરોનાના કોઈ લક્ષણો જણાય તો તમારે ખચકાયા વગર તેનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને ત્યાર બાદ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેની સારવાર કરાવી લેવી જોઈએ. આમ કરવાથી ઝડપથી સાજા થવાય છે.

image source

આ રીતે તમે ઝડપથી રીકવર થઈ જશો

નિષ્ણાતોનું કેહવું છે કે કોરોના પોઝિટિવ થયા બાદ 14 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું જરૂરી છે. તે તમારા તેમજ તમારા પરિવારના હિતમાં છે. આમ કરવાથી તમારી તબિયતમાં ઝડપથી સુધારો જોવા મળે છે. તેમજ બીજા લોકોમાં વાયરસની તીવ્રતા રહેલી હોય છે તેના સંક્રમણથી તમે તમારી જાતને બચાવી શકો છો. અને તમે પણ બીજાને ચેપ નથી લગાડી શકતા.

image source

તમારો રિપોર્ટ જો પોઝિટિવ આવ્યો હોય તો તમારે તમારા દરવાજા પર બોર્ડ લગાવી લેવું જોઈએ. અને તેમાં કશું જ ખોટું નથી અને કશું જ શરમજનક નથી. તમારે એક જાગૃત નાગરિક તરીકે આ પગલું લેવું જોઈએ. તેનાથી તમારી આસપાસ રહેતા લોકો પણ જાગૃત બનશે. અને જરૂરી સાવચેતીઓ પણ રાખતા થશે.

image source

યુવાનોએ બેદરકારી જરા પણ ન દાખવવી જોઈએ

કોરોના વયારસ શરૂઆતમાં આવ્યો ત્યારે એવી માન્યતા હતી કે તે એવી વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેમ કે વૃદ્ધ લોકોને વધારે થાય છે. પણ આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કોરોનાનુ સંક્રમણ દરેકે દરેક ઉંમરની વ્યક્તિને લાગે છે. માટે તેને ગંભીરતાથી જ લેવો જોઈએ. જો કે યુવાનો કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ જલદી સાજા થઈ જાય છે પણ તેમના ઘરમાં પણ મોટી ઉંમરના લોકો રહેતા હોય છે તેમને પણ તેમનો ચેપ લાગી શકે છે અને જો તેમની ઇમ્યુનીટી મજબુત ન હોય તો ગંભીર પરિણામ આવી શકે છે. માટે યુવાનોએ પણ પોતાનામાં જો લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

image source

યોગ્ય ડોક્ટરની સલાહ લેવી

ડોક્ટરના કહેવા પ્રમાણે એન્ટીજન ટેસ્ટ મોડો કરાવવામાં આવે તો દર્દીને યોગ્ય સમયે સારવાર નથી મળતી. અને તેના કારણે શરીરમાં કોરોનાનો ફેલાવો વિસ્તરે છે. અને જો સંક્રમણ તિવ્ર બની જાય તો સારવાર ઘણી મુશ્કેલ બની જતી હોય છે. માટે યોગ્ય સમયે યોગ્ય ડોક્ટરની સલાહ લઈને જરૂરી ટેસ્ટ કરાવી લેવા જોઈએ.

image source

આમ કરવાથી તમને તેમજ તમારા કુટુંબીજનોને પણ લાભ થાય છે. જો લક્ષણ જણાય અને તમે કોરોનાનો ટેસ્ટ ન કરાવો પણ ડોક્ટરની સલાહ લીધા વગર જ તાવ, શરદી કે કફની દવા લેવાનું શરૂ કરી દો તો તે યોગ્ય સારવાર ન કહેવાય. કારણ કે કોરોનાના દર્દીઓને કેટલીક ચોક્કસ દવાઓ પણ આપવામા આવે છે અને તેનાથી તમે વંચિત રહી જશો.

યોગ્ય સમયે ટેસ્ટ કરાવી બચાવો તમારું જીવન

image source

જો તમારા શરીરમાં લક્ષણો જણાય અને તે છતાં તમે ટેસ્ટ ન કરાવો તો તમને યોગ્ય સમયે સારવાર નથી મળી શકતી. એમ પણ હાલ હોસ્પિટલોમાં કોવિડ પેશન્ટ્સ માટે પથારીઓ ઉપલબ્ધ નથી હોતી. અને આઈસીયુમાં જગ્યા મેળવવી તો બહુ મુશ્કેલ થઈ ગઈ છે. માટે સમયસર તપાસ કરાવી લીધા બાદ ઝડપથી સારવાર મેળવવી જોઈએ જેથી કરીને ઝડપથી સાજા પણ થઈ જવાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત