હાય રે કોરોના: સ્મશાનોમાં એટલા મૃતદેહ વધી રહ્યા છે કે દોણીની આગ ઠરી જાય છે પણ વારો નથી આવતો

હાલમાં માહોલ એવો છે કે, ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. આજે પણ ફરીથી 1500થી વધુ કોરોના કેસ રાજ્યમાં આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, છેલ્લા કેટલાક સમયથી એ ભાઈ સ્મશાનની બહાર રાહ જોઈ રહ્યા છે. કોરોનાથી થતાં સંખ્યાબંધ મૃત્યુને કારણે મૃતદેહોને કતારમાં રહેવાની ફરજ પડી રહી છે.

image source

જો સ્મશાનની પરિસ્થિતિની વાત કરીએ તો તેમના હાથમાં પકડેલી દોણીમાંનો અગ્નિ હવે બુઝાઈ ગયો છે, પરંતુ હજુ સ્મશાનમાં તેમનો વારો આવ્યો નથી. તે જેમનો મૃતદેહ લઈને આવ્યા છે એ હજુ એમ્બ્યુલન્સમાં જ છે અને એ એક જ એમ્બ્યુલન્સ સ્મશાનની બહાર નથી, સિવિલ હોસ્પિટલની બહાર એ સમયે ત્રણ એમ્બ્યુલન્સ પોતાના વારાની રાહ જોઈ રહી છે અને સ્મશાનની બહાર બે એમ્બ્યુલન્સ પોતાના વારાની રાહ જોઈ રહી છે. જો વાત કરીએ તો થલતેજમાં આવેલા સ્મશાન ગૃહમાં એકસાથે બે મૃતદેહના અંતિમસંસ્કાર કરવાની વ્યવસ્થા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે 24 કલાકમાં અહીં અંદાજે 25થી 30 જેટલા મૃતદેહ અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવતા હોય છે. ઘણી વખત તો એવું પણ બને છે કે એક દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 7થી 9 મૃતદેહને અંતિમવિધિ માટે લાવવામાં આવતા હોય છે.

image source

જો એમાના દર્દીની વાત કરીએ તો કેટલાક બહાર ગામના દર્દી હોય છે અને મૃત્યુ રાત્રિ દરમિયાન થતાં હોસ્પિટલો પણ ઝડપથી બેડ ખાલી કરવાની લાયમાં રાત્રે જ ડિસ્ચાર્જ આપી દે છે, જેથી પ્રોટોકોલ મુજબ અહીંનાં સ્મશાનોમાં જ તેમને લઈ જવામાં આવે છે. આમ, રાત્રે પણ એમ્બ્યુલન્સ ચાલુ રહેતી હોવાથી ક્યારેક વેઈટિંગની લાઈનો પણ લાગતી હોય છે કોરોનાથી મૃત્યુ પામેલાં દર્દીનાં સ્વજનો પણ કલાકો સુધી સ્મશાનોમાં જ બેસી રહે છે, કેમ કે કોરોના દર્દીઓની સેનિટાઇઝ સહિતની પ્રક્રિયા કરવી પડતી હોય છે. જો એકસાથે વધુ મૃતદેહ આવી જાય તો કલાકોના કલાકો સુધી મૃતદેહ એમ્બ્યુલન્સમાં જ રાખવા પડતા હોય છે.

image source

જો હામણાંની જ ગુરુવારની વાત કરીએ તો થલતેજ સ્મશાન ગૃહમાં રાત્રે 10થી 11ના એક કલાકના ટૂંકા ગાળામાં જ એકસાથે 6 મૃતદેહ આવતાં સ્વજનોને 2થી 3 કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો. માત્ર સ્મશાન બહાર એમ્બ્યુલન્સની લાઈન હોય છે એવું નથી. કોરોના ઉપરાંત અન્ય કોઈ કારણસર લોકો મૃત્યુ પામતા હોય છે. અસારવામાં આવેલા સિવિલ કેમ્પસ બહાર પણ એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી હતી. જો કે સરકારી ચોપડે તો અમદાવાદમાં 9 લોકોનું જ નિધન થાય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર આંકડા છુપાવે છે કે પછી આ લોકોના મોક કોરોના સિવાય કોઈ બીજા રોગને કારણે થાય છે. જો બીજા રોગને કારણે થતાં હોય તો કોરોનાની ગાડી કેમ તેને સ્મશાને લાવે છે. આવા અનેક પ્રશ્નો લાવાની જેમ સળગી રહ્યાં છે અને એનો કોઈ જવાબ પણ મળતો નથી.

image source

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે ફરી વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1510 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,15,819એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 18 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4049એ પહોંચ્યો છે. જ્યારે 1627 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.28 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,324 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

જો છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 298, સુરત કોર્પોરેશન 212, વડોદરા કોર્પોરેશન 132, રાજકોટ કોર્પોરેશન 93, મહેસાણા 64, રાજકોટ 50, બનાસકાંઠા 46, ગાંધીનગર 46, વડોદરા 42, સુરત 37, પાટણ 36, જામનગર કોર્પોરેશન 35, ખેડા 32, પંચમહાલ 29, સાબરકાંઠા 29, ગાંધીનગર કોર્પોરેશન 27, અમદાવાદ 24, મોરબી 22, ભરૂચ 21, ભાવનગર કોર્પોરેશન 20, અમરેલી 19, દાહોદ 19, સુરેન્દ્રનગર 19, કચ્છ 18, મહીસાગર 18, જામનગર 16, છોટા ઉદેપુર 15, જુનાગઢ 15, જુનાગઢ કોર્પોરેશન 13, અરવલ્લી 12, આણંદ 10, નર્મદા 9, ગીર સોમનાથ 8, દેવભૂમિ દ્વારકા 6, ભાવનગર 5, પોરબાંદર 5, બોટાદ 4, નવસારી 3, તાપી 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત