સિવિલની કોવિડ હોસ્પિટલની હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં કોરોના હેલ્થ વોરિયરનું પ્રથમ મૃત્યુ

સિવિલની કોવિડ હોસ્પિટલની હેડ નર્સનું કોરોનાથી મૃત્યુ – રાજ્યમાં કોરોના હેલ્થ વોરિયરનું પ્રથમ મૃત્યુ

image source

સમગ્ર વિશ્વમાં છેલ્લા લગભગ પાંચ મહિનાથી કોરોના વાયરસે મહામારી ફેલાવી છે. જેમાં લાખો લોકોનો ભોગ લેવાયો છે અને તેનાથી ક્યાંય વધારે કોરોના પિડિતો આ બિમારીથી લડી રહ્યા છે. અને આખીએ મહામારીમાં કોરોના વોરિયર્સ સામાન્ય લોકો અને કોરોના વાયરસની બિમારી વચ્ચે એક અડિખમ દિવાલની જેમ ઉભા રહ્યા છે. અને કરોડો લોકો ને રક્ષણ આપી રહ્યા છે પણ જ્યારે તમારા રક્ષકનું જ ભક્ષણ થાય ત્યારે સ્થિતિ ખૂબ જ કપરી અને કરૂણ બની જતી હોય છે. તાજેતરમાં સિવિલની કોવિડ હોસ્પિટલના 56 વર્ષના નર્સ હેડનું કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ થયું છે. જે ખરેખર એક અત્યંત દુઃખદ ઘટના છે.

image source

કોરોના વાયરસની મહામારી દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી સિવિલની સેવાઓ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પેશન્ટની સ્થિતિને લઈને, વેન્ટિલેટર પ્રત્યેની બેદરકારીકને લઈને અને ઘણી બધી બાબતોને લઈને. આવા સંજોગોમાં લોકો વિચારી રહ્યા છે કે સિવિલ પોતાની હેડ નર્સને નથી બચાવી શકી તો સામાન્ય દર્દીની તો શું સ્થિતિ હશે. જો કે તમન એ પણ હકિકત જણાવી દઈએ કે હેડનર્સને હાઇપરટેન્શન, હૃદયરોગ અને વધારે વજનની પણ સમસ્યાઓ પહેલેથી હતી. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આવી સમસ્યા હોય ત્યારે દર્દીના મૃત્યુની શક્યતાઓ વધી જાય છે. આખાએ ગુજરાતમાં કોરોનાના હેલ્થ વોરિયરની આ એક પહેલી મૃત્યુની ઘટના સામે આવી છે.

image source

32 વર્ષ લાંબી રહી છે હેડ નર્સની કારકીર્દી

સિવિલ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા પ્રમણે કોવિડ 19ના કારણે કોઈ કોરોના હેલ્થ વોરિયરના મૃત્યુનો આ માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલો કેસ હોઈ શકે છે. મૃતક હેડ નર્સ 56 વર્ષના હતા. તેમનું નામ કેથરીનબેન અનુપમભાઈ ક્રિશ્ચિયન છે. તેમણે નર્સ તરીકે 32 વર્ષ સુધી ફરજ બજાવી છે. તેમણે પોતાની કેરિયર દરમિયાન અમદાવાદ અને જામનગરમાં સેવાઓ આપી છે. હાલ તેઓ સિવિલના ગાયનેક વિભાગના જી-3 વોર્ડના હેડનર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અને તેમની નીગરાની હેઠળ જ કોવિડ હોસ્પિટલનો એ-2 વોર્ડ સજ્જ કરવામાં આવ્યો હતો.

હજુ સુધી જાણ નથી થઈ શકી કે મૃતકને ચેપ ક્યાંથી લાગ્યો હતો

image source

જો કે હજુ સુધી એ ખબર નથી પડી શકી કે કેથરીનબેનને કોરોના વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો હતો. એપ્રિલ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમ છતાં તેની સારવાર કરનારા ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફના કોઈ જ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા. જેને લઈને સ્ટાફે વિરોધ પણ કર્યો હતો. હાલ હોસ્પિટલ તે બાબત પર ચર્ચા કરી રહી છે કે હેડ નર્સને કોરોનાનો ચેપ કોવિડ હોસ્પિટલમાં દર્દીની સાવાર દરમિાયન લાગ્યો હતો કે સિવિલ હોસ્પિટલમાં લાગ્યો હતો.

image source

તસ્વીરમાં તમે જોઈ શકો છો કે મૃતકને પોલીસ, હોસ્પિટલના સ્ટાફ તેમજ હોસ્પિટલના ગાર્ડ તરફથી સેલ્યુટ આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ મહામારીમાં સૌથી મોટો ફાળો કોરોના વોરિયર્સનો રહ્યો છે અને જ્યારે તેમને કંઈક થાય ત્યારે સામાન્ય માણસ પણ અસુરક્ષાની લાગણી અનુભવતો હોય છે. ભગવાન કેથરિન બેનના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

source : divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત