Site icon News Gujarat

રિલેશનશિપને સેફ અને સિક્યોર બનાવતી કેટલીક બાબતો આજે તમે પણ જાણી લો…

શું તમે તમારા રિલેશનને લઈને સેફ અને સિક્યોર અનુભવો છો. જો જવાબ હા હોય તો બરાબર છે, પણ જો જવાબ ના હોય તો તમારે કેટલીક વસ્તુઓ તરત બંધ કરવાની જરૂર છે.

image source

આપણને પ્રેમ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈને પસંદ કરવા લાગીએ છીએ, અને તેની તરફ ખેંચાઈ જઈએ છે. પરંતુ જો તમે તમારા પાર્ટનરને લઈને ઈનસિક્યોર અનુભવી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો બંધ કરવાની જરૂર છે તે સમજી લો.

જો તમે પહેલા કોઈ રિલેશનમાં રહી ચૂક્યા છો, તો આવામાં તમારા વર્તમાન પાર્ટનરને ક્યારેય તમારા એક્સ સાથે કમ્પેર ન કરો.

જો તમને તમારા પાર્ટનરથી કોઈ શંકાઓ છે, કે કોઈ ડર સતાવી રહ્યો છે તો આવું ન કરો. કેમ કે, બાદમાં તમને ખબર પડશે કે આ કારણો જ લડાઈનું કારણ બને છે.

image source

 

એવી બાબતો કરો, જેનાથી તમને બંનેને ખુશી મળે. ક્યારેય એકની ખુશી પર જ ધ્યાન ન આપો. જો તમે બંને ય કોઈ બાબતમાં ખુશી અનુભવો છો, તો તેનાથી તમે બહુ જ સારી રીતે એકબીજાને સમજી શકશો.

જો તમારી પાસે એકબીજાના પાસવર્ડ છે અને તમને સોશિયલ મીડિયા પર એકબીજાના મેસેજ વાંચવાની આદત છે, તો અહી જ રોકાઈ જાઓ. તે તમારા રિલેશનમાં દૂરી પેદા કરી શકે છે. એકબીજાને થોડી પર્સનલ સ્પેસ આપો.

image source

જો તમારો પાર્ટનર તમારી સાથે કોઈ બાબતને લઈને જબરદસ્તી કરી રહ્યો છે, તો તેને શાંતિથી બેસીને સમજાવો, જેથી તે બાબત લડાઈનુ કારણ ન બને.

તમારો પાર્ટનર જેવો પણ છે, તેને તેવો જ રહેવા દો. તેને બદલવાનો પ્રયાસ ન કરો. આવું કરીને તે તમારી સાથે વધુ સારી રીતે રહી શકશે.

એવું ન વિચારો કે, તમારો પાર્ટનર તમારું દિમાગ વાંચી શકે અને વગર કહ્યે જ તમારી વાતો સમજી લે. તમે બંને બેસીને તમારી જરૂરિયાત તેને સમજાવી શકો છો.

image source

દરેક રિલેશનમા લડાઈ તો થયા જ કરે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે, રિલેશન પૂરુ કરવું. લડાઈ થઈ રહી છે, તો માફ કરવાનું પણ શીખી લો અને લડાઈ છોડીને સાથે આગળ વધવાનુ વિચારો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version