અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી, જાણી લો તારીખો

કાલથી ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત, અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

image source

પાછળના કેટલાક દિવસથી અવારનવાર રાજ્યના ઘણા વિભાગોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ પણ હવે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત અંગે કહી દીધું છે. હવામાન ખાતાના મત મુજબ ગુજરાત રાજ્યમાં કાળથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગરમી અને ઉકળાટ પછી આવેલા વરસાદના કારણે અત્યારે રાજ્ય ભરમાં ઠંડકનો માહોલ પ્રસરી રહ્યો છે ત્યારે એવા અનેક વિસ્તાર છે જ્યાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે.

image source

એક તરફ વિશ્વ અને દેશમાં કોરોનાના કારણે લોકો પોતાના ઘરમાં પુરાયેલા છે આવા સમયે વિધિવત ચોમાસું પણ કાલથી શરુ થઈ જશે. જો કે આ પહેલા અરબસાગરમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાના પરિણામે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન સુરત અને કિનારાના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની અને વાવાઝોડાની આગાહી આપી દેવામાં આવી હતી. જો કે નિસર્ગ વાવાઝોડાનું કહેર આપણા દેશ સુધી આવતા આવતા અમુક હદ સુધી ક્ષમી શમી ગયૂ હતું. મુંબઈના દરિયા કિનારે આવીને નિસર્ગે વળાંક લીધો હતો અને ખતરો ટળી ગયો હતો.

image source

જો કે તમે છતાં પણ ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આખો દીવસ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે. મહેસાણા, અમદાવાદ અને આસપાસના બધા જ જીલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. આ વખતે કદાચ ગુજરાતમાં વરસાદ નિર્ધારિત સીમાથી વધારે પડવાની સંભાવના પણ જણાઈ રહી છે. આજે અને ગઈ કાલે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

image source

જો કે પાછળના પાંચેક દિવસથી જ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે. આ વખતનું ચોમાસું નિર્ધારિત સમયથી વહેલા શરુ થવા જઈ રહ્યું છે. જો કે આવનારા દિવસોમાં પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આવનારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. આ સાથે જ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, ગુજરાતમાં આવતી કાલથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે.

image source

કોરોનાના આ કહેર વચ્ચે હવે 14 જૂનથી 16 જૂન દરમિયાન નવસારી, સુરત, વલસાડ સહિત આખા દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, દીવ, દમણ, દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અને કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે. ભાવનગર, અમરેલી, નર્મદા અને ભરૂચ વિસ્તારમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત