હિના ખાનના ડાન્સ મૂવ્સ પર ફિદા થયા ફોલોવર્સ, કરી રહ્યા છે વખાણ

ટીવી સ્ટારથી ફિલ્મ સ્ટાર બનવા સુધીની સફર ખેડનાર હિના ખાનને ઓલરાઉન્ડર કહી શકાય. આમ કહેવું ખોટું એટલે નથી કે તે એક્ટીંગ સારી કરે છે, ગીત સારા કંઠમાં ગાય લે છે, ભોજન બનાવી શકે છે, ઘરના કામ કરી લે છે અને હવે તેના સુપર કુલ ડાન્સને પણ લોકોએ જોઈ લીધો છે. ટુંકમાં એમ કહી શકાય કે તે દરેક કામમાં પરફેક્ટ છે.

image source

હાલ તો દરેક સ્ટારની જેમ હિના ખાન પણ કોરોન્ટાઈન છે. આ સમયનો ઉપયોગ તે અલગ અલગ રીતે કરી રહી છે. તે કંઈને કંઈ ક્રિએટિવ કરતી રહે છે. ક્યારેક તે પેંટિંગ કરે છે, ઘર સાફ કરે છે કે પછી કોઈ નવી વસ્તુ શીખે છે. આ કામ તે કરે છે અને સાથે જ તેના ફોલોવર્સ સાથે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર પણ કરે છે. હાલ પણ તે એક નવું કામ કરી રહી છે.

image source

તાજેતરમાં જ હિનાએ તેના ઈંસ્ટા અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે તેના ફેન્સ માટે એક ટ્રીટ સમાન છે. હિનાનો આ વીડિયો વાયરલ થયો છે કારણ કે તેણે તેમાં ગેંદા ફૂલ ગીત પર ડાન્સ કર્યો છે. આ વીડિયો જોઈને લાગે છે કે તે વર્કઆઉટ સેશન પછી ડાંસ કરી અને સ્ટ્રેસ દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. કારણ કે તે આ વીડિયોમાં જીમ આઉટફીટમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by NBT Hindi News (@nbt_hindi_news) on

હિનાનો આ વીડિયો તેના ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે હિના પહેલા આ ગીત પર હિમાંશી ખુરાના, મોનાલિસા, ઉર્વશી રૌતેલા અને જસલીન મથારુ જેવી અભિનેત્રીઓ પણ પોતાના વીડિયો શેર કરી ચુકી છે. હિમાંશીના ડાંસને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Himanshi Khurana 👑 (@iamhimanshikhurana) on

આ ગીતમાં બાદશાહ અને જેકલીન ફર્નાડિસ છે. પરંતુ આ ગીત પર જ્યારે હિમાંશીએ ડાન્સ વીડિયો શેર કર્યો હતો તો તેના વખાણ ખુદ જેકલીનએ કર્યા હતા. જો કે આ ગીત આવ્યું ત્યારે વિવાદમાં પણ રહ્યું હતું પરંતુ હાલ તે વિવાદિતને બદલે લોકપ્રિય થઈ રહ્યું છે.