દિકરાના આવા વર્તનથી માતા રડતા રડતા કલેક્ટર કચેરીએ પહોંચી અને કહ્યું, ‘મારો દીકરો મને મારે છે, ખાવા આપતો નથી, મારી મદદ કરો’

‘મારો દીકરો મને મારે છે, ખાવા આપતો નથી. મારી મદદ કરો’ રડતા રડતા કલેક્ટર કચેરીએ પહોચેલી માતાએ કહ્યું

– માતાએ દીકરો એને સારી રીતે રાખે તેવી વ્યવસ્થા કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

– 108 અભયમની ટીમ નિ:સહાય વૃદ્ધાને લઇ તેમના ઘરે પહોંચી

image source

હાલમાં દેશભરમાં કોરોના મહામારીનો માહોલ છે ત્યારે અનેક લોકો એકબીજાની સેવા કરવા માટે સામે ચાલીને આગળ આવી રહ્યા છે. કોરોના વાઈરસની મહામારીના કારણે સરકારી, અર્ધસરકારી તંત્ર, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી લોકો કફોડી સ્થિતીમાં મુકાયેલા લોકોની નિશ્વાર્થ ભાવ સાથે મદદ કરી રહ્યા છે, જોકે વડોદરામાં આનાથી સાવ ઉલટો જ કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં એક દીકરાએ જ તેની માતા ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાડી ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટ પાસે 65 વર્ષિય રાધાબેન નામના વૃદ્ધા એમના દીકરા ચેતન સાથે રહે છે. આ જ રાધાબેન આજે સવારે અચાનક રડતા… રડતા… કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા તેમજ એમણે કલેક્ટરને મળીને પોતાના દીકરા માટે જ ફરિયાદ પણ કરી હતી. જો કે આ સમયે રાધાબેને કલેક્ટરને બધી જ રજૂઆત કરી હતી. એમણે મુલાકાત દરમિયાન કલેકટરને જણાવ્યું હતું કે, મારો દીકરો ચેતન મને મારે છે. ઘરમાં હોવા છતાં મને જમવાનું આપતો નથી. થઇ શકે તો મારી મદદ કરો… વૃદ્ધ રાધા બહેનની રજૂઆત સાંભળીને કલેક્ટરે 181 અભયમ ટીમને બોલાવી હતી. જો કે કલેક્ટરના આદેશના કારણે રાધાબહેનને અભયમ ટીમ સાથે, ફરી વાર એમના ઘરે પાછા મોકલી દીધા હતા.

image source

માતાની આપવીતી સાંભળીને કલેક્ટર કચેરીમાં બધા જ લોકો સ્તબ્ધ રહી ગયા હતા

વડોદરા જિલ્લા કલેક્ટર પોતે જ કચેરીના પ્રાંગણમાં રડતા… રડતા… આવી પહોંચેલા રાધા બહેનને જોઇ કચેરીના પટાંગણમાં તેઓ એમની પાસે પહોંચી ગયા હતા. તેમજ શાંતિ પૂર્વક બેસીને એમની આપવીતી પણ સાંભળી હતી. જો કે વાતચીત દરમિયાન રાધાબહેને પુત્ર ચેતન મારતો હોવાનો અને જમવાનું પણ ન આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો આ સાંભળીને ત્યાના હાજર બધા જ સ્તબ્ધ થઇ ગયા હતા. આ વેદનાભરી આપવીતી સાંભળી ત્યાં હાજર લોકોએ રાધાબહેન પ્રત્યે લાગણી દર્શાવી હતી. કેટલાક લોકોએ તો રાધાબહેનને ચા-નાસ્તો તેમજ જમવા માટે પણ પૂછ્યું હતું. જો કે, રાધાબહેને માત્ર એમનો પુત્ર ચેતન એમને સારી રીતે રાખે તેમ જ સાચવે એવી વ્યવસ્થા કરી આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જનેતાને દુઃખ આપનાર દીકરાઓને જેલના હવાલે કરી દેવા જોઇએ

image source

દીકરા દ્વારા થઇ રહેલા અત્યાચારથી છૂટકારો મેળવવા માટે કલેક્ટર કચેરીમાં આવી પહોંચેલા રાધાબહેન બધાય માટે ચર્ચાનો વિષય બની ચુક્યા હતા. ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે, જનેતાને દુઃખ આપનાર દીકરાઓને તો જેલના હવાલે કરી દેવા જોઇએ. જો કે, કલેકટર સાહેબ સાથેની વાતચીત પછી 181ની અભયમ ટીમે સમગ્ર મામલો પોતાના હાથમાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત