Site icon News Gujarat

જ્યારે હેમા માલિનીએ માતાથી હેરાન થઈને વચ્ચે જ છોડી દીધું હતું શૂટિંગ, આ હતું કારણ

બોલિવૂડની દિગગજ અભિનેત્રી હેમા માલિની એક એવી અભિનેત્રી છે જે પોતાની સુંદરતાની સાથે સાથે શાનદાર અભિનય માટે પણ જાણીતી છે. હેમા માલિનીએ પોતાની એક્ટિંગની સાથે ડાન્સથી પણ લોકોના દિલ જીતી લીધા છે. હેમા માલિની બોલિવૂડમાં ડ્રીમ ગર્લ તરીકે ઓળખાય છે. હેમા માલિનીએ પોતાની ફિલ્મી કરિયરમાં અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે અને અનેક મહાન પાત્રો ભજવ્યા છે,પરંતુ તેણે પોતાની ફિલ્મોમાં ક્યારેય બોલ્ડ સીન્સ આપ્યા નથી અને ન તો તેણે ક્યારેય કોઈ ડિરેક્ટરના કહેવા પર પોતાના લુક્સ અને સીન્સ સાથે સમાધાન કર્યું નથી. એક કિસ્સા વિશે વાત કરતાં, હેમા માલિની કહે છે કે એકવાર તે તેની માતા અને ડિરેક્ટર વચ્ચે એટલી ફસાઈ ગઈ હતી કે તેણે શૂટિંગ છોડી દીધું હતું અને એ ત્યાંથી નીકળી ગઈ હતી

આ વાતને લઈને માતા પર થઈ ગઈ હતી ગુસ્સે

image soucre

મીડિયા સાથેની વાતચીત દરમિયાન હેમા માલિનીએ એક એવો કિસ્સો જણાવ્યો કે તેને એક ફિલ્મમાં રોમેન્ટિક સીન કરવાનો હતો. ડિરેક્ટર ઈચ્છતા હતા કે તે કંઈક ક્રિએટિવ કરે પરંતુ તેની માતા સતત તેને આ સીન કરતા રોકી રહી હતી. હેમા માલિનીએ કહ્યું કે તે ડિરેક્ટર અને તેની માતા વચ્ચે એટલી ફસાઈ ગઈ હતી કે તેણે નારાજ થઈને શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. હેમા માલિનીએ કહ્યું કે તેમની માતા કેટલાક સીન માટે ખૂબ જ પ્રોટેક્ટિવ થઈ જતી હતી. આ કારણે ડાયરેક્ટર તેને અને તેની માતાને પણ અલગ-અલગ સીન સમજાવતા હતા.

માતાના કારણે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી હેમા માલિની

image soucre

હેમા માલિનીએ પોતાના કરિયરની શરૂઆત રાજ કપૂરની ફિલ્મ ‘સપનો કે સૌદાગર’થી કરી હતી અને પોતાની પહેલી જ ફિલ્મથી તેણે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. આ પછી હેમા માલિનીએ એક પછી એક સફળતાની સીડીઓ ચઢતી ગઈ અને એકથી લઈને એક ચડિયાતા પાત્રો ભજવ્યા. જો કે, ફિલ્મી દુનિયામાં કામ કરવાનો વિચાર ક્યારેય હેમા માલિનીને નહોતો. મીડિયા સાથે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે, તેનો ફિલ્મોમાં આવવાનો નિર્ણય તેની માતા જયાનો પોતાનો હતો.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 1979માં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. તેમને ઈશા અને આહના નામની બે દીકરીઓ છે.ઈશા દેઓલ અભિનેત્રી છે જેણે બિઝનેસમેન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યા છે.

image source

હેમા માલિનીની નાની દિકરી આહના શાસ્ત્રીય નૃત્યાંગના છે. તેણે વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા છે.

Exit mobile version