અભ્યાસ છોડી દીધા બાદ પણ આજે બોલીવૂડની આ અભિનેત્રી છે કરોડોની માલિક, જાણો કુલ સંપત્તિ

એક સમયે પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લેનારી ડ્રીમ ગર્લ હેમા માલિની હવે રાજકારણ ના મેદાનમાં પણ લોકોના દિલ પર રાજ કરી રહી છે. એટલા માટે મથુરા ના લોકોએ તેમને સતત બીજી વાર ચૂંટીને લોકસભામાં મોકલ્યા છે. હેમા ભાજપ ના સૌથી ધનિક સાંસદોમાંની એક છે, અને તેથી જ અમે આજે તમને તેમની સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

૨૦૧૯ ની લોકસભા ની ચૂંટણીમાં મથુરા બેઠક પર થી ઉમેદવારી પત્ર ભરતી વખતે હેમા માલિની નું સોગંદનામું તેમની સંપત્તિ આશરે એકસો એક કરોડ રૂપિયા બતાવે છે. ચોંકાવનારી વાત એ છે કે ૨૦૧૪ ની ચૂંટણી દરમિયાન હેમાની સંપત્તિમાં લગભગ ચોત્રીસ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. ૨૦૧૪ ના સોગંદનામામાં તેમણે પોતાની સંપત્તિ આશરે છાસઠ કરોડ રૂપિયા જણાવી હતી.

image source

હેમા માલિનીના દસ્તાવેજો બતાવે છે કે તેની પાસે મર્સિડીઝ અને ટોયોટા જેવી લક્ઝરી કાર છે. તેમાંથી તેણે ૨૦૧૧માં મર્સિડીઝ કાર ખરીદી હતી, જેની કિંમત સાડા ત્રણ મિલિયન થી વધુ હોવાનું કહેવાય છે. તેમજ બીજી કાર ની કિંમત પણ પચાસ લાખ જેટલી છે. તેના પતિ અને પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પાસે વિન્ટેજ કાર પણ છે.

image source

હેમા ના પતિ ધર્મેન્દ્ર પાસે એક રેન્જ રોવર કાર પણ છે જે તેમણે ૧૯૬૫ માં માત્ર સાત હજાર રૂપિયામાં ખરીદી હતી. આ સિવાય બોલિવૂડની ‘હે-મેન’માં મારુતિ આઠસો કાર અને એક મોટરસાઇકલ પણ છે. તે પણ તેની પત્ની ની જેમ ખૂબ જ શ્રીમંત છે, અને ધર્મેન્દ્રની કુલ સંપત્તિ એકસો ત્રેવીસ કરોડ છે.

image source

જો આપણે જવાબદારીઓની વાત કરીએ તો હેમા માલિની પર કુલ ૬.૭૫ કરોડનું દેવું છે. આ સાથે જ ધર્મેન્દ્રએ લગભગ સાડા સાત કરોડ રૂપિયા પણ ઉધાર લીધા છે. બંનેની જવાબદારીઓનો મોટો ભાગ જુહુના વિલે પાર્લે સ્થિત વૈભવી બંગલા ની લોનમાં જાય છે. આ બંગલાને ખરીદવા અને બનાવવા માટે લગભગ અઠાવન કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત સો કરોડ થી વધુ છે.

image source

સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી મુજબ, હેમા માલિની એ નવ વર્ષની નાની ઉંમરે નૃત્યની તાલીમને કારણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. જોકે, બાદમાં તેણે પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ ૨૦૧૨મા હેમાએ ઉદયપુરની પદ્માવતી સિંઘાનિયા યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પણ મેળવી છે.

image source

હેમા માલિની ૨૦૧૪માં મથુરા થી લોકસભાની ચૂંટણી જીતતા પહેલા ૨૦૦૩-૦૯ અને ૨૦૧૧-૧૨ માં રાજ્યસભાના બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ વિદેશ મંત્રાલય, પર્યટન મંત્રાલય, મહિલા મંત્રાલય અને બાળ વિકાસ સહિત અનેક વિભાગો ની સંસદીય સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે.