હવે Hero Honda Splendor પેટ્રોલના બદલે ઇલેક્ટ્રિક પાવરથી પણ ચાલી શકશે, ફિટ કરાવવી પડશે આ કીટ

હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈક ચલાવનારાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર અનુસાર હવે હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ને પેટ્રોલ ના બદલે ઇલેક્ટ્રિક પાવર દ્વારા પણ ચલાવી શકાશે. અસલમા મહારાષ્ટ્રના એક સ્ટાર્ટઅપ એ આવું કરી દેખાડ્યું છે અને હવે તેને આરટીઓ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

image soucre

ભારતમાં જ્યારે પણ વધુ માઈલેજ આપતી બાઈક ની ચર્ચા કરવામાં આવે તો hero honda નું splendor બાઈક ચોક્કસ યાદ આવે. આ બાઇકની કિંમત અને તેનો સારસંભાળ રાખવાનો ખર્ચ બહુ નજીવો છે. જેના કારણે તેને સામાન્ય બજેટમાં પણ ફિટ રાખી શકાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને બાઈક ચલાવવી મોંઘી પડી રહી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે સામાન્ય માણસને પડતી આ મુશ્કેલી માટે એક સોલ્યુશન લઈને આવ્યા છીએ.

ઇલેક્ટ્રિક પાવરથી ચાલશે સ્પ્લેન્ડર બાઈક

image socure

માર્કેટમાં hero honda splendor બાઈક માટે EV conversion kit એટલે કે ઇલેક્ટ્રિક વહિકલ કન્વર્ઝેશન કિટને લોન્ચ કરવામાં આવી છે. જે લોકો hero honda splendor ખરીદવા નો પ્લાન કરી રહ્યા હોય અને પેટ્રોલના ખર્ચાને બચાવવા માંગતા હોય એવા લોકો માટે આ પણ એક વિકલ્પ બની રહેશે કે તેઓ તેના સ્પ્લેન્ડર બાઈક માં ઈલેક્ટ્રીક conversion kit ફીટ કરાવી ને પેટ્રોલના ખર્ચમાંથી બચી શકે. ઈલેક્ટ્રીક કિટના ઉપયોગ માટે હવે આરટીઓની મંજુરી પણ મળી ગઈ છે. મહારાષ્ટ્રના થાણે માં ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની GoGoA1 એ તાજેતરમાં જ આ કિટને લોન્ચ કરી હતી. જે કીટ ની કિંમત અંદાજે 35 હજાર રૂપિયા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સિંગલ ચાર્જમાં કેટલી ચાલશે બાઈક ?

image socure

જો કે મૂળ રકમ સાથે તમને આ કીટ માટે 6300 રૂપિયા જીએસટી ના ચૂકવવાના રહેશે. અને તમારે બેટરી cost પણ અલગથી આપવાની રહેશે. ટૂંકમાં વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ કન્વર્ઝેશન કીટ અને બેટરી નો ખર્ચ અંદાજે 95 હજાર રૂપિયા જેટલો થઈ શકે છે. ત્યારબાદ hero honda splendor તમે કેટલા ખરીદો છો તેની કિંમત અલગથી જોડવામાં આવશે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રિક વ્હિકલ કન્વર્ઝેશન સાથે નવું splendor બાઈક સારી એવી મોંઘી કહી શકાય તેવી કિંમતમાં પડશે. પરંતુ આ એક વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ જેવું છે. આ કીટ સાથે ત્રણ વર્ષની વોરંટી પણ આપવામાં આવશે. Rushlane અનુસાર GoGoA1 નો એવો દાવો છે કે તેની આ કિટ દ્વારા બાઇકને સિંગલ ચાર્જ કરવા પર 151 કિલોમીટર સુધી બાઈક ચાલી શકશે.

ઇલેક્ટ્રિક વહિકલનું બમ્પર વેંચાણ

image socure

એ પણ નોંધનીય છે કે હાલમાં ભારતમાં અનેક પ્રખ્યાત કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરી રહી છે. જેના ફોસિલ fuel વેરિએન્ટ નું પણ ઘણું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આવા લોકો માટે સ્ટાર્ટઅપ કંપની gogoa1 એ વિકલ્પ રજૂ કર્યો છે. જે ખાસ્સો એવો ખર્ચાળ પણ છે. આવનારા સમયમાં હીરો, બજાજ, યામાહા અને હોન્ડા સહિત અનેક ટુ વ્હીલર કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરશે. હાલ ભારતમાં રીવોલ્ટ ઈલેક્ટ્રીક બાઈક સાથે અન્ય નાની મોટી કંપનીઓના ઇલેક્ટ્રિક વાહનો નું બમ્પર વેચાણ થઈ રહ્યું છે. અમુક સમય પહેલા ગોવાની એક સ્ટાર્ટઅપ કંપની કંપનીએ જુના બાઇકને ઇલેક્ટ્રિક વાહન માં કન્વર્ટ કરવાની પહેલ કરી હતી.