Site icon News Gujarat

ઇંગ્લેન્ડની આ હવેલીમાં રહેતા લોકો અચાનક જ ક્યાંક થઇ ગયા હતા ગાયબ, આજ સુધી નથી મળી તેમની કોઇ દેખભાળ

આપણને ક્યારેક ક્યારેક કઈંક એવું પણ જાણવા મળતું હોય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવી જ કઈંક વાત છે ઇંગ્લેન્ડમાં આવેલી એક હવેલીની.

image source

ઇંગ્લેન્ડના કિંગ્સ લેન્ગલી ગામમાં એક વેરાન હવેલી આવેલી છે જેની અંદરનો નજારો જોઈને તમને વિશ્વાસ જ નહિ બેસે કે આ હવેલી વેરાન છે. “હર્ટફોર્ડશાયર મેંશન” નામની આ હવેલી એવી જ દેખાય છે જાણે કોઈ ભૂતિયા હવેલી ન હોય. જો કોઈ અહીં ભૂલે ચુકે પણ રાત્રી દરમિયાન આવી જાય તો તેનો પરસેવો છૂટી જાય તે નક્કી છે.

image source

આ વેરાન “હર્ટફોર્ડશાયર મેંશન” હવેલીની અંદર આવેલા ચેસ અને સ્નૂકર બોર્ડ જોઈને એમ જ લાગે જાણે અહીં કોઈ હમણાં સુધી રમતું જ હશે અને અચાનક તેને રમત અધૂરી છોડીને જવું પડ્યું હશે. એટલું જ નહિ હવેલીની બહાર ચાર – પાંચ મોંઘી કારો પડેલી છે પણ તેની સુધબુધ લેનારું કોઈ નથી અને આ કારો અહીં વર્ષશોથી કેટ ખાઈ રહી છે. હાલમાં આ હવેલીની કિંમત આઠ કરોડ રૂપિયાથી પણ વધુની મનાય છે.

“હર્ટફોર્ડશાયર મેંશન” હવેલીમાં આઠ બેડરૂમ, છ બાથરૂમ, અને ચાર વેલકમ રૂમ છે અને તેમાં તમામ સુવિધાઓ પણ છે પરંતુ કમનસીબે અહીં કોઈ રહેવા વાળું નથી. આ હવેલીની શોધ કરનારના મત મુજબ આ હવેલીનો મુખ્ય દરવાજો ટપાલોથી ભરચક્ક હતો જેને વર્ષ 2016 થી કોઈએ હાથ પણ નહોતો લગાડ્યો. તેના પરથી એ અંદાજ લગાવી શકાય છે કે આજથી લગભગ 4 વર્ષ પહેલા આ હવેલીનો પરિવાર અચાનક જ બધું છોડીને ક્યાંક ચાલ્યો ગયો હશે.

image source

શોધકર્તાઓન કહેવા મુજબ હવેલીના અંદરના ભાગોની ઝીણવટ ભરી તપાસ કરતા માલુમ પડે છે કે અહીં રહેવા વાળા લોકો અડધી રાત્રીએ ઉઠ્યા હશે અને કોઈને કઈં કહ્યા વિના અચાનક જ ચાલ્યા ગયા હશે. જે રીતે બેડરૂમમાં કપડાં રાખવામાં આવ્યા છે તે જોઈને તો એમ જ લાગે છે કે તેઓ અહીંથી એક બેગ પણ સાથે લઈને નહિ ગયા હોય. તેઓ એટલી ઝડપથી અહીંથી ગયા હશે કે પોતાની સાથે દાંતે ઘસવાનું બ્રશ પણ સાથે નથી લઇ ગયા અને તે પણ અહીં વર્ષોથી પડેલા છે.

image source

શોધકર્તાઓનું એમ પણ કહેવું છે કે પહેલા અમને એવું લાગ્યું હતું કે અહીં રહેનારા લોકો રશિયન હશે પરંતુ જમીન રજીસ્ટર કચેરીમાં તપાસ કરતા જાણવા મળે છે કે આ હવેલી હાલ એનહર્સ્ટ એન્ટરપ્રાઇઝના માલિકી હકમાં છે. જો કે હજુ પણ એ સવાલ યથાવત છે કે આ હવેલીમાં રહેનારા લોકો હવેલીને આવી આશ્ચર્યજનક સ્થિતિમાં મૂકીને સાવ અચાનક જ ક્યાં ચાલ્યા ગયા ? અને તે પણ એટલી ઝડપથી કે પોતાની સાથે જરૂરી સરસામાન પણ ન લઇ ગયા. વળી એ લોકો ઘર છોડીને ચાલ્યા જ ગયા છે કે કેમ તે પણ ચોક્કસ નથી. તો પછી એ લોકો આખરે ક્યાં ગયા ? કે પછી હવેલીની અંદરથી જ તેઓ ક્યાંક ગાયબ થઇ ગયા ? આ બધા પ્રશ્નો હજુ પણ રહસ્ય જ બનેલા છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version