આ એક્સપ્રેસ વે પર ડિઝલના ટેન્કર સાથે મોતની ટક્કર, 7 લોકોના કરુણ મોત, જેમાંથી 4 લોકો એક જ પરિવારના

ઉત્તર પ્રદેશમાં મંગળવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત યમુના એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો હતો, જ્યાં તેલના ટેન્કર અને કારની ટક્કર બાદ બે મહિલાઓ સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. મથુરાના એસએસપી ગૌરવ ગ્રોવરે જણાવ્યું હતું કે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

અકસ્માતની મળતી માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે 12.30 કલાકે એક તેલ ભરેલા ટેન્કરના ડ્રાઈવેર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે ટેન્કર રોડ પર પલટી મારી ગયું અને તે એક કાર પર પડ્યું. જેના કારણે કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનામાં જે સાત લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાંથી ચાર એક જ પરિવારના સભ્યો હતા.

image source

અકસ્માતમાં મોતને ભેટેલો પરિવાર હરિયાણાના જિંદ જિલ્લાનો રહેવાસી હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. પોલીસ કર્મચારીઓ અને એક્સપ્રેસ વેના કર્મચારીઓએ મળી અને કારમાંથી મૃતદેહોને કાઢ્યા અને પીએમ એર્થે ખસેડ્યા હતા. અકસ્માતમાં ટેન્ક પલટી મારી જતાં રસ્તા પર ડીઝલ રેડાતું રહ્યું હતું. ટેન્કર કાર પર પલટી મારીને પડતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ અકસ્માત નૌઈજીળ વિસ્તાર નજીક થયો હતો. ટેન્કર હાઈ સ્પીડ સાથે નોઈડા તરફથી આવી રહ્યું હતું. તે સમયે ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતા આગ્રાથી નોઈડા તરફ જતી કાર નજીક પહોંચી પલટી મારી ગયું હતું.

આ કારમાં સવાર લોકોમાં 45 વર્ષીય મનોજ, 40 વર્ષીય બબીતા જે મનોજની પત્ની હતી, તેમના 18 વર્ષના પુત્ર અભય સાથે 16 વર્ષનો નાનો દીકરો હેમંત નો સમાવેશ થાય છે. આ એક પરિવાર સાથે અન્ય 10 વર્ષીય અને 14 વર્ષીય બાળકો પણ હતા તેમનું પણ મોત નીપજ્યું છે. આ સિવાય ટેન્કરનો ડ્રાઈવર રાકેશ પણ મોતને ભેટ્યો છે. ઘટના બનતાં રાત્રિના સમયે હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં કારમાં સવાર બાળકોના પણ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે યમુના એક્સપ્રેસ વે પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. ગત 13 ફેબ્રુઆરીએ પણ અહીં ધુમ્મસના કારણે અનેક વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. આ શ્રેણીબંધ અકસ્માતમાં વાહનચાલકમાંથી આઠ લોકો ઘાયલ થયા હતા. આ સિવાય ગયા મહિને 31 જાન્યુઆરીના રોજ નોયડાથી આગ્રા જતા સમયે કાર પલટી જવાથી તેમાં સવાર સેના પોલીસના બે લાંસનાયકનું મોત થયું હતું. તે પહેલા 20 જાન્યુઆરીના રોજ સવારે ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસ વે પર બે અલગ અલગ જગ્યાએ અકસ્માત થયા હતા જેમાં 5 લોકો ઘાયલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!