હિજાબ વિવાદ: RSSની મુસ્લિમ વિંગે પણ કર્ણાટકની યુવતીનું કર્યું સમર્થન, જાણો એવું તો શું કહ્યું કે બધે ચર્ચા થઈ

કર્ણાટકમાં શરુ થયેલ હિજાબ વિવાદ પર રાજનીતિ સતત વધી રહી છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મુસ્લિમ શાખાએ કર્ણાટકની વિદ્યાર્થીની બીબી મુસ્કાન ખાનનું સમર્થન કર્યું છે. સંઘે કહ્યું કે હિજાબ અથવા ‘પરદો’ ભારતીય સંસ્કૃતિનો ભાગ છે.

સંકટની ઘડીમાં એમની સાથે : મુસ્લિમ રાષ્ટ્રીય સંઘ

RSS મુસ્લિમ વિંગ મુસ્લિમ રાષ્ટ્રીય મંચે હિજાબ પહેરવાની બીબી મુસ્કાનની યાચિકાનું સમર્થન કર્યું છે અને એની આસપાસના ભગવા ઉન્માદની નિંદા કરી છે. પત્રકારો સાથે વાત કરતા મુસ્લિમ રાષ્ટ્રીય મંચયે અવધ પ્રાંત સંચાલક અનિલ સિંહએ કહ્યું કે તેઓ અમારા સમુદાયની એક દીકરી અને બહેન છે. અમે સંકટની ઘડીમાં એમની સાથે છે.

image source

‘હિજાબ પહેરવાની બંધારણીય સ્વતંત્રતા’

મુસ્લિમ રાષ્ટ્રીય મંચે પોતાના નિવેદનમાં કહ્યું છે કે હિંદુ સંસ્કૃતિ મહિલાઓનું સન્માન કરવાનું શીખવે છે અને જે લોકોએ ‘જય શ્રી રામ’નો નારા લગાવ્યા અને યુવતીને આતંકિત કરવાનો પ્રયાસ કર્યો તે ખોટા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છોકરીઓને હિજાબ પહેરવાની બંધારણીય સ્વતંત્રતા છે. જો તેણે કેમ્પસ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કર્યું છે, તો સંસ્થાને તેની સામે પગલાં લેવાનો અધિકાર છે.

‘હિન્દુ સંસ્કૃતિને બદનામ કરવામાં આવી છે’

image source

આરએસએસ નેતાએ કહ્યું કે ભગવા દુપટ્ટા પહેરીને ‘જય શ્રી રામ’ બોલતા છોકરાઓનું વર્તન અસ્વીકાર્ય છે. તેઓએ હિન્દુ સંસ્કૃતિને બદનામ કરી છે. સિંહે કહ્યું કે હિજાબ અથવા પરદો પણ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને હિંદુ મહિલાઓ તેમની પસંદગી મુજબ બુરખો પહેરે છે. અને આ જ સ્થિતિ બીબી મુસ્કાનને પણ લાગુ પડે છે.

અનિલ સિંહે કહ્યું કે અમારા સરસંઘ ચાલકે કહ્યું છે કે, મુસ્લિમો અમારા ભાઈઓ છે અને બંને સમુદાયના ડીએનએ એક સમાન છે. હું હિન્દુ સમુદાયના સભ્યોને અપીલ કરું છું કે તેઓ મુસ્લિમોને તેમના ભાઈ તરીકે સ્વીકારે.