ખાડાઓમાં ભરાયેલા પાણીએ 19 દિવસ બચાવ્યો હાઈક્રસ યુવક અને યુવતીનો જીવ
ખાડાઓમાં ભરાયેલા પાણીએ ૧૯ દિવસ બચાવ્યો હાઈક્રસ યુવક અને યુવતીનો જીવ

આ ઘટના ન્યુજીલેન્ડની છે. ન્યુજીલેન્ડના બે હાઈકર્સ જે કહુંરાંગી નેશનલ પાર્કમાં લગભગ ૧૯ દિવસ પાટે ખોવાઈ ગયા હતા. એમને પ્રસાશન દ્વારા છેવટે ૧૯ દિવસ પછી બચાવી લેવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે કહુરાંગી નેશનલ પાર્ક વિશાળ ભુમીભાગ પર સાડા ચાર લાખ હેકટરમાં વિસ્તરેલો છે. જો કે, આ એ જ નેશનલ પાર્ક છે જ્યાં હોલીવુડ ફિલ્મ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’નું શુટિંગ થયું હતું, આ કારણે આ પાર્ક ખુબ જ જાણીતું છે.
ધુમ્મસના વધુ પ્રમાણના કારણે તેઓ રસ્તો ભટકી ગયા હતા

એક નેશનલ પાર્કમાં બે હાઈકર્સ ખોવાઈ ગયા હતા જેમને લગભગ ૧૯ દિવસ પછી શોધીને બચાવી લેવામાં આવ્યા હતા. આટલા દિવસ સુધી એમણે જીવતા રહેવા માટે ખાડાઓમાં ભરાયેલા પાણી પીને જીવ બચાવ્યો હતો. ડીયોન રેનાલ્ડ્સ અને જેસિકા ઓ’કોનેર નામના બે હાઈકર્સ ૯ મેના રોજ પાંચ દિવસની કેમ્પિંગ માટે કહુરાંગી નેશનલ પાર્કમાં ગયા હતા, પણ ધુમ્મસના વધુ પ્રમાણના કારણે તેઓ રસ્તો ભટકી ગયા હતા.
ધુમ્મસ સતત ત્રણ દિવસ રહ્યું હતું જેના કારણે માર્ગ ભટકી ગયા
રેનાલ્ડસે જણાવ્યું હતું કે ધુમ્મસ સતત ત્રણ દિવસ રહ્યું હતું જેના કારણે તેઓ માર્ગ ભટકી ગયા હતા. જો કે પાણીની શોધમાં અનેક વખત તેઓ પડયા હતા અને એમને ઈજાઓ પણ થઇ હતી. આ ઇજાઓમાં રેનાલ્ડ્સનો પગ મચકોડાઈ ગયો હતો તેમજ જેસિકાની પીઠમાં ઈજાઓ પહોચી હતી. મુશ્કેલીમાં વધુ આફત આવે એમ આવા સમયે એમની પાસે ખાવા-પીવાની વસ્તુઓ પણ પતિ ગઈ હતી. એમણે ખાડાઓમાં ભરેલું પાણી ઉકાળીને પીધું હતું અને પોતાની તરસ છીપાવી હતી.
ચોખ્ખા પાણીના જોરે તેઓ આટલા દિવસ જીવતા રહ્યા

ખાવા-પીવાનો સમાન પતિ ગયા પછી પણ એમણે ૧૩ દિવસ સુધી ભૂખ્યા જ વિતાવ્યા હતા. જો કે અંતે એમણે એવી જગ્યાએ કેમ્પ લગાવ્યો હતો, જ્યાં પાણીની એક નહેર હતી. આ ચોખ્ખા પાણીના જોરે તેઓ આટલા દિવસ જીવતા રહ્યા હતા. જો કે એક વખત તો હેલીકોપ્ટર તેમની 50 મિટર જેટલું નજીક પહોચ્યું હતું પણ તેમને જોઈ શક્યું નહિ. જો કે આ બંનેએ પછી એમને શોધી રહેલા લોકો માટે આગનું સિગ્નલ મોકલવાનું વિચારી લીધું હતું. અંતે લગભગ એક અઠવાડિયા પછી એમને શોધી લેવામાં આવ્યા હતા. આ ધુમાડાને જોઇને જ સહાય કરનારા એમને શોધી કાઢ્યા હતા.
એકમેકની હિમ્મત બનીને જ એમણે જીવતા રહેવાનું નકી કર્યું

રેનાલ્ડ્સ અને જેસિકા બંને અનુભવી હાઈકર છે, આથી એમણે આશા જરાય છોડી ન હતી. જો કે મુશ્કેલ એમણે આશાઓ છોડી દેવા મજબુર થવું પડયું હતું, પણ સકારાત્મક વિચારોએ એમને આશા રાખવાની હિમ્મત આપી હતી. એમના જણાવ્યા પ્રમાણે રોજ સવારે ઉઠીને એમને આશા રહેતી કે જો આજે નહિ તો કાલે જરૂર કોઈકને કોઈક મદદ કરવા જરૂર આવશે. એકમેકની હિમ્મત બનીને જ એમણે જીવતા રહેવાનું નકી કર્યું હતું, જો કે અંતે એમને સહાય મળી હતી. ૧૯ દિવસ બાદ એમને જીવંત બચાવી લેવાયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત