Site icon News Gujarat

આ ગામના લોકો પોતાને એલેકઝેન્ડરના માને છે વંશજ, કોઈની સાથે નથી મિલાવતા હાથ

સદીઓથી આપણા દેશે પોતાની અંદર ઘણા પ્રકારના રહસ્યો છુપાઈને પાખ્યા છે, પરંતુ આપણે તેના વિશે બહુ ઓછુ જાણીએ છીએ. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે કે જેના વિશે જાણીને દુનિયાભરના લોકો ચોંકી ઉઠ્યા છે. આવી જ કેટલીક જગ્યા હિમાચલ પ્રદેશમાં પણ છે. હિમાચલ પ્રદેશનું એક ગામ ખૂબ રહસ્યમય છે. આ ગામના લોકો એવી ભાષામાં વાત કરે છે જે અહીંના લોકો સિવાય કોઈ સમજી શકતા નથી.

image source

આ ગામનું નામ મલાણા છે. હિમાલયના શિખરોની વચ્ચે આવેલું, મલાણા ગામ, ચારે બાજુથી ઉડી ખીણ અને બર્ફીલા પર્વતોથી ઘેરાયેલું છે. લગભગ 1700 લોકોની વસ્તી ધરાવતું આ ગામ પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. વિશ્વભરના લોકો અહીંની મુલાકાતે આવે છે.

image source

જોકે, મલાણા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. આ ગામ માટે કોઈ રસ્તો નથી. ત્યા ફક્ત પર્વતીય રસ્તાઓ દ્વારા જ પહોંચી શકાય છે. પાર્વતી ખીણની તળેટીમાં આવેલા ઝરી ગામથી સીધી ચઢાઈ છે. ઝરીથી મલાણા પહોંચવામાં લગભગ ચાર કલાકનો સમય લાગે છે.

image source

આ ગામ સાથે ઘણી ઐતિહાસિક વારતો જોડાયેલી છે, ઘણા રહસ્યો પણ છે અને ઘણા વણઉકેલાયેલા પ્રશ્નો પણ, જેમાંથી એક એ છે કે અહીંના લોકો પોતાને ગ્રીસના પ્રખ્યાત રાજા એલેક્ઝાંડરના વંશજ કહે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે એલેક્ઝાંડરે હિન્દુસ્તાન પર હુમલો કર્યો ત્યારે તેના કેટલાક સૈનિકોએ મલાણા ગામમાં આશરો લીધો અને પછી તેઓ ત્યાં જ રહ્યા.

image source

અહીંના રહેવાસીઓને એલેક્ઝાન્ડરના તે જ સૈનિકોના વંશજ કહેવામાં આવે છે. જો કે આ હજી સંપૂર્ણ સાબિત થયું નથી. એલેક્ઝાન્ડરના સમયની ઘણી વસ્તુઓ મલાણા ગામમાં મળી છે. એવું કહેવામાં આવે છે કે એલેક્ઝાન્ડરના યુગની તલવાર પણ આ ગામના મંદિરમાં રાખવામાં આવી છે.

image source

અહીંના લોકો કનાશી નામની ભાષા બોલે છે, જે ખૂબ જ રહસ્યમય છે. તેઓ તેને પવિત્ર વચન માને છે. તેની વિશેષ વાત એ છે કે આ ભાષા મલાણા સિવાય દુનિયામાં ક્યાંય બોલાતી નથી. આ ભાષા બહારના લોકોને શીખવવામાં આવતી નથી. આ અંગે ઘણા દેશોમાં સંશોધન થઈ રહ્યું છે.

image source

મલાણાના વડીલો પણ બહારના લોકો સાથે હાથ મિલાવવા અને તેમને સ્પર્શ કરવાથી દૂર રહે છે. જો તમે અહીંની દુકાનમાંથી થોડો સામાન ખરીદો છો, તો દુકાનદાર તેને તમારા હાથમાં આપવાને બદલે તે ત્યાં જમીન પર જ રાખી દેશે અને તે માલના પૈસા પણ તમારા હાથમાંથી નહી લે અને તમને જમીન પર રાખી દેવાનું કહે છે. જો કે, અહીંની નવી પેઢી આ બધી બાબતોને સ્વીકારતી નથી. બહારના વ્યક્તિ સાથે વાત કરવામાં, હાથ મિલાવવા અથવા તેમને ગળે લગાડવાનું કોઈ ટાળતું નથી.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામના લોકો તેમના ગામની અંદર જ લગ્ન કરે છે. જો કોઈ ગામની બહાર લગ્ન કરે તો તેને સમાજમાંથી હાંકી કાઢીવામાં આવે છે. જો કે, આવા કેસ ભાગ્યે જ સાંભળવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version