હિમેશ રેશમિયા આ કારણે ભડકયા હતા સલમાન ખાન પર, કહયું કંઈક એવું કે તમને પણ લાગશે નવાઈ

સલમાન ખાનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ગોડફાધર કહેવામાં આવે છે, જેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને ઓળખ અપાવી છે. આ યાદીમાં હિમેશ રેશમિયાનું નામ પણ સામેલ છે. બધા જાણે છે કે હિમેશ રેશમિયાની કારકિર્દી બનાવવામાં સલમાન ખાનનો મોટો હાથ છે અને ઘણી વખત હિમેશ પોતે પણ ઈવેન્ટ્સ કે રિયાલિટી શોમાં બોલતો જોવા મળ્યો છે. જ્યારે પણ તેઓ મળે છે, તેઓ એકબીજાના ખૂબ જ વખાણ કરે છે. એટલું જ નહીં, સલમાન ખાન જ્યારે પણ હિમેશ સાથે કોઈ પણ રિયાલિટી શોમાં આવે છે, ત્યારે તે જૂના દિવસોને યાદ કરવાનું ભૂલતો નથી.

image soucre

બંને વચ્ચે ઘણો પ્રેમ છે, પરંતુ આટલો પ્રેમ હોવા છતાં પણ હિમેશ અને સલમાન વચ્ચે એવા દિવસો પણ આવ્યા છે, જ્યારે બંને વચ્ચે ઓન કેમેરા ચર્ચા ચાલી રહી છે. આટલું જ નહીં એકવાર તો હિમેશ રેશમિયા સલમાન ખાન પર ગુસ્સે થઈ ગયા હતા. ચાલો તમને તેના વિશે જણાવીએ.

image socure

વાત જાણે એમ છે કે સલમાન ખાન સિંગિંગ રિયાલિટી શોમાં પહોંચ્યા હતા. આ શોમાં હિમેશ રેશમિયા જજ હતા અને સલમાન ખાન તેની એક ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને હિમેશ રેશમિયાની નાક વડે ગાવાની આદતની મજાક ઉડાવી હતી અને આ કામ સલમાન આ પહેલા પણ ઘણી વખત કરી ચૂક્યો છે. હિમેશને સલમાન ખાનની વાત ખરાબ લાગી હતી પરંતુ તેણે સલમાન ખાનની વાતનો કોઈ જવાબ આપ્યો ન હતો.

image soucre

આ પછી હિમેશ રેશમિયાએ એક ગીત ગાય છે. આના પર સલમાન ખાન હિમેશની મજાક ઉડાવે છે. આ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે, ‘હિમેશ તું એ ગીત સંભળાવ, જે તેં અનુ મલિકનું ઉઠાવ્યું હતું.’ સલમાન ખાનની આ જ વાત સાંભળીને હિમેશ રેશમિયાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આ દરમિયાન હિમેશે સલમાનની વાતનો ગુસ્સામાં જવાબ આપતાં કહ્યું હતું કે, ‘એકવાર તમારી વિનંતી પર મેં એક ગીતની ચાર લાઇનની ટ્યુન ઉઠાવી હતી અને હું ઉઠાવેલા ગીતો ગાતો નથી.’

હિમેશ રેશમિયાનો આ જવાબ સાંભળીને સલમાન ખાન પણ ચોંકી ગયો હતો. પરંતુ તેણે આ પ્રસંગે હિમેશને જવાબ આપવાનું યોગ્ય ન માન્યું. જો કે, વાતનો અંત લાવવા માટે હિમેશે સલમાન ખાનને ‘આઈ લવ યુ ભાઈ’ કહી દીધું હતું.

image soucre

દાવો કરવામાં આવે છે કે જ્યારે હિમેશ રેશમિયાની કારકિર્દી ખતમ થવાના આરે હતી ત્યારે સલમાન ખાને તેને ફરીથી કામ આપ્યું હતું. અભિનેતાએ હિમેશને તેની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં કામ આપ્યું હતું, જેના કારણે તે ફરીથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરવામાં સફળ રહ્યો હતો.