Site icon News Gujarat

આ હિનાબેનને સો સો સલામ…કે જેઓ કોરોનાગ્રસ્ત દર્દીની લાશોને હિન્દુ પરંપરા અનુસાર કરે છે અંતિમ સંસ્કાર, જ્યારે આ સમયમાં માણસ પણ માણસથી દૂર ભાગે છે

રાજ્યમાં કોરોના વાયરસની જાણે સુનામી આવી હોય તેવી સ્થિતિ છે. રોજે રોજ નવા નોંધાતા કોરોનાના કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. સાથો સાથ મૃત્યુઆંક પણ રોજે રોજ વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધ્યો છે. જ્યાં જુઓ ત્યાં સ્થિતિ ભયજનક જણાય છે.

હોસ્પિટલોમાં દર્દીને બેડ મળી નથી કહ્યા અને બીજી તરફ સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે જાણે વેઈટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળે છે. કોરોનાના કારણે જે લોકોના મોત થાય છે તેમાંથી કેટલાક વ્યક્તિ તો એવા હોય છે જેમની અંતિમક્રિયા કરનાર પણ કોઈ હોતું નથી. આવા લોકોની અંતિમવિધિ કરવાનું બીડુ ઉપાડ્યું છે એક મહિલાએ.

image source

આ મહિલાનું નામ છે હીના રામજી વેલાણી. તેઓ કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તા છે. તેઓ જે કાર્ય કરી રહ્યા છે તેનો ડંકો ચોતરફ વાગી રહ્યો છે. હીના કોરોનાથી મૃત્યુ પામતા લોકોની હિંદુ પરંપરા અનુસાર અંતિમવિધિ કરાવે છે. તેઓ કોરોનાથી મૃત્યુ પામતા લોકોના મૃતદેહને રઝડવા દેતા નથી. તેમની અંતિમ સફરને માનપૂર્વક પૂર્ણ કરે છે. આ કામમાં આરએસએસના અન્ય કાર્યકર્તાઓ પણ તેનો સાથ આપે છે.

image source

હીના કોઈપણ મૃતદેહની અંતિમવિધિ પીપીઈ કીટ પહેરી અને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરી અને કરે છે. આવા કપરા કાળમાં કોરોના જો કોઈને થાય તો તેના સગા પણ તેનો સાથ આપતાં નથી. ઘણા લોકો તો કોરોનાથી સ્વજનનું મૃત્યુ થાય તો તેની અંતિમવિધિ કરવાથી પણ ડરે છે. તેવામાં આ મહિલાએ ખરી હિંમત દર્શાવી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

સામાન્ય સ્થિતિમાં મોટાભાગે મહિલાઓ સ્મશાનમાં જવાનું પણ ટાળે છે. પરંતુ આ સમયે હીનાએ આ કાર્ય કરી એક પ્રેરણાત્મક કાર્ય કર્યુ છે. હીનાનો સાથ આ કામમાં સુખપર શાખાની બહેનો પણ આપે છે. રાષ્ટ્ર સેવિકા સમિતિની મહિલાઓ સ્મશાનમાં સફાઈ કરવી, લાકડા ગોઠવવા સહિતના કામ કરવામાં મદદરૂપ થાય છે. આ કાર્યથી સ્થાનિક મહિલાઓને પણ સમાજસેવાના કામ કરવાનું પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું છે.

image source

સંઘની મહિલા કાર્યકર્તાઓના કામથી લોકો પણ પ્રોત્સાહિત થયા છે પરંતુ તેમાં સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું છે હીના વેલાણીએ. હીના સ્મશાનમાં જઈ એવા લોકોના અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી કરે છે જેમનું મૃત્યુ કોરોનાથી થયું હોય. હીના અંતિમવિધિ કરતાં પહેલા શ્લોક પઠન સહિતની ધાર્મિક વિધિનું પાલન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ્યારે કોરોના મહામારીનું સંક્રમણ ફેલાવાનું શરુ થયું હતું અને લોકડાઉન થયું હતું ત્યારે પણ આ મહિલા સેવકોએ અનેક સમાજસેવાના કાર્યો કર્યા હતા. તેમણે માસ્ક વિતરણ, રાશનકીટનું વિતરણ સહિતના કામ કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version