Site icon News Gujarat

જો તમે પણ કંટાળી ગયા છો નોકરીથી અને વિચારી રહ્યા છો બિઝનેશ કરવાનુ તો આ બીઝનેસ રહેશે તમારા માટે ખુબ જ લાભદાયી, વાંચો આ લેખ અને જાણો

જો તમે પણ પોતાનો ધંધો કેવી રીતે શરૂ કરવો અને ખેતીનો આનંદ માણવો તે અંગે વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા વ્યવસાય વિશે જણાવીશું જેના દ્વારા તમે દર મહિને ત્રણ લાખ રૂપિયા સુધી ની કમાણી કરી શકો છો. અમે હીંગની ખેતીની વાત કરી રહ્યા છીએ. જી હા, હીંગ ની ખેતી દ્વારા તમે મોટી કમાણી કરી શકો છો.

image soucre

તમને જણાવી દઈએ કે, હાલ બજારમાં એક કિલો હિંગ નો ભાવ પ્રતિ કિલો પાંત્રીસ હજાર રૂપિયા ની આસપાસ છે. જો તમે એક મહિનામાં પાંચ કિલો હિંગ પણ વેચો છો, તો તમને મોટી કમાણી થશે. તે મુખ્યત્વે અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન અને બલુચિસ્તાનમાં ઉગાડવામાં આવે છે.

તેના ઘણા ઉપચારાત્મક ગુણધર્મો છે

image soucre

જ્યારે આપણે હિંગ ની વાત કરીએ છીએ, ત્યારે તે તીવ્ર ગંધ અને સખત સ્વાદ ધરાવતો છોડ છે. હીંગમાં ઘણા ઉપચારાત્મક ગુણ પણ હોય છે. તેથી જ તેનો ઉપયોગ ઘણા ઉત્પાદનોમાં સુગંધ અને ખાવા અને પીવા માટે થાય છે. ભારતીય ખોરાકમાં ઘણી વાનગીઓ છે જે બનાવવામાં હિંગ નો ઉપયોગ મોટા મસાલા તરીકે થાય છે.

હીંગની ખેતી કેવી રીતે કરવી

હીંગ ની ખેતી માટે વીસ થી ત્રીસ સેલ્સિયસ તાપમાન ની જરૂરિયાત રહે છે. ભારતમાં પહાડી વિસ્તારોમાં આ પ્રકાર નું તાપમાન હોય છે, તેથી તે વિસ્તારોમાં સરળતા થી હીંગની ખેતી કરી શકાય છે. હીંગ ની ખેતી માટે વધુ ઠંડા અને ગરમ વાતાવરણ ની જરૂરિયાત નથી.

હીંગની ખેતી કેવી રીતે કરી શકાય?

image soucre

હીંગ ના બીજ ને સૌથી પહેલા ગ્રીન હાઉસમાં બે થી બે ફૂટ ના અંતરે વાવવામાં આવે છે. છોડ ઊગ્યા બાદ તેને પાંચ ફૂટ ના અંતરે વાવવામાં આવે છે. હાથ લગાવી ને જમીનને ચેક કરીને જ તેમાં પાણી છાંટવું. કારણ કે વધુ પડતુ પાણી આપવાથી છોડ ને નુકસાન થઈ શકે છે. છોડ કૂણો રહે તે માટે ભીના ઘાસ નો ઉપયોગ પણ કરી શકાય છે. હીંગ ના છોડ ને ઝાડ બનવામાં પાંચ વર્ષ નો સમય લાગે છે. આ ઝાડના મૂળ અને દાંડીમાંથી ગુંદર કાઢવામાં આવે છે.

કેટલું રોકાણ કરવામાં આવે છે

image soucre

આ બિઝનેસ મોટા પાયે શરૂ કરવા માટે રૂ. પાંચ લાખ નું રોકાણ કરવાનું રહેશે. આ બિઝનેસ ને વિસ્તૃત કરવા માટે મશીન પર પણ ખર્ચ કરવાનો રહેશે.

આ ડોક્યુમેન્ટ્સ છે જરૂરી

આ બિઝનેસ શરૂ કરવા માટે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, જીએસટી નંબર, બિઝનેસ પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે.

બિઝનેસમાં કેટલો નફો થાય?

image soucre

હીંગ ના બિઝનેસની વાત કરવામાં આવે તો, આ બિઝનેસ નો સંપૂર્ણ નફો બિઝનેસ ના સ્તર પર નિર્ભર કરે છે. બજારમાં એક કિલો હીંગ નો ભાવ રૂ. પાંત્રીસ હજાર છે. જો તમે એક મહિનામાં પાંચ કિલો હીંગ નું વેચાણ કરો છો તો તમે રૂ. એક લાખ પંચોતેર હજાર કમાઈ શકો છો.

આ બિઝનેસમાં વધુ નફો કમાવવા માટે તમે મોટી મોટી કંપનીઓ સાથે ટાઈઅપ કરી શકો છો. જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર હીંગ નું વેચાણ કરો છો, તો તમે રૂ. ત્રણ લાખ સુધીની કમાણી કરી શકો છો.

Exit mobile version