Site icon News Gujarat

દેખાવમાં નાનકડી એવી મધમાખી આપણા જીવનમાં આ રીતે બને છે ઉપયોગી, જાણો રોચક વાતો

મધમાખી ફક્ત તેનું જીવન નથી જીવતી પરંતુ આપણા જીવન માટે પણ મહત્વનો ભાગ ભજવે છે.

image source

અસલમાં આપણે જે કઈં ફળ, શાકભાજી અને અનાજ ખાઈએ છીએ તેને ઉગાડવા માટે ફક્ત તડકો, જમીન, પાણી અને પરિશ્રમ જ જરૂરી નથી હોતો પરંતુ તેમાં વિવિધ જીવજંતુઓનો પણ ફાળો હોય છે. ધરતી પર ઉગતા મોટાભાગના શાકભાજી અને કૃષિ પેદાશોના વિકાસમાં જીવજંતુઓની મહેનત પણ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મધમાખી પ્રત્યે સજાગતા અને જાગૃતિ ફેલાવવા દર વર્ષે 20 મે ના દિવસે મધમાખી દિવસ પણ મનાવવામાં આવે છે.

image source

મધમાખી ફક્ત એક જીવ જ નથી પરંતુ તે આપણે આરોગીએ છીએ તે ફળ, શાકભાજી અને અનાજને ઉગાડવામાં મહત્વનો ભાગ ભજવતી પરાગનયનની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. મધમાખીઓ અન્ય વૃક્ષો અને છોડવાઓ પરથી પરાગ કણોને લઇ અન્ય વિકાસ પામતા છોડવાઓ સુધી પહોંચાડે છે. જયારે મધમાખી કોઈ ફૂલ પર બેસે છે ત્યારે તેના પગ અને પાંખોમાં તે ફૂલના પરાગ કણ ચોંટી જાય છે અને જયારે તે ઉદકને અન્ય છોડવાઓ અને ફૂલ, પાન પર બેસે છે ત્યારે તે પરાગ કણો તે ફૂલ, પાન પર રહી જાય છે અને તેના કારણે જે તે ફૂલ, પાનના વિકાસને ગતિ મળે છે.

image source

જો કે માણસ દ્વારા પર્યાવરણની ઉપેક્ષાના કારણે મધમાખી જેવા ઉપયોગી જીવજંતુઓના જીવનને ખતરો ઉભો થયો છે. લોકોને મધમાખીનું મૂલ્ય સમજાય અને તેની જાળવણી તથા સુરક્ષાને લઈને જાગૃત બને તેવા હેતુથી દર વર્ષે 20 મે ના દિવસે વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવે છે. વળી આ દિવસ આધુનિક ટેક્નિક દ્વારા મધમાખી પાલનના પ્રોત્સાહક એવા એન્ટોન જનસાનો જન્મદિવસ પણ છે.

image source

70 ટકા કૃષિ પેદાશોમાં મધમાખીનું યોગદાન

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરની 70 ટકા જેટલી કૃષિ પેદાશો વિવિધ જીવ-જંતુઓના સહયોગ પર આધારિત છે. આ વાસ્વિકતાને એમ પણ સમજી શકાય કે આપણે ખાઈએ છીએ એવી 100 કૃષિ પેદાશો પૈકી 70 કૃષિ પેદાશોમાં મધમાખી સહિતના જીવજંતુઓનો ફાળો રહેલો છે.

મધમાખીની ખાસ વિશેષતા

image source

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મધમાખી એક એવો જીવ છે જે કોઈપણ પ્રકારના રોગજનક બેક્ટેરિયા કે વાયરસનો ફેલાવો નથી કરતો. વળી, એવું પણ ક્યારેય નથી બન્યું કે મધમાખીના સંપર્કમાં આવવાથી માણસને કોઈ ગંભીર બીમારી કે રોગ દ્વારા માંદગી થઇ હોય.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version