ગોવા ફરવા જવું તો ખૂબ ગમતું હશે પણ આજે તમે ગોવાનો રોચક ઇતિહાસ જાણી લો, ત્યાર બાદ ફરવાની મજા બેવડાઈ જશે
ગોવા, આ શબ્દને લગભગ આપણે સૌ જાણીએ છીએ. હરવા ફરવા માટેના સૌથી લોકપ્રિય ટુરિસ્ટ પોઇન્ટ પૈકી એક એટલે ગોવા.

અનેક કુદરતી સ્થળોથી ભરપૂર ગોવામાં વર્ષે ભારે સંખ્યામાં સહેલાણીઓ આવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે ભારત દેશને વર્ષ 1947 માં અંગ્રેજોથી આઝાદી મળી હતી. પરંતુ શું તમને ખબર છે કે તે સમયે ગોવા ભારત દેશનો ભાગ નહોતું. અને તેને ભારત કરતા 14 વર્ષ પછી સ્વતંત્રતા મળી હતી.
તો આખરે ગોવા ભારતનો ભાગ કઈ રીતે બન્યું ? તેના જવાબ માટે ઇતિહાસમાં ડોકિયું કરવું જરૂરી છે તો ચાલો જાણીએ એ જ્ઞાનવર્ધક માહિતી..

વર્ષ 1510 માં પહેલવાર પોર્ટુગાલી લોકોએ ગોવા પર કબ્જો કર્યો અને ત્યારબાદ લગભગ 450 વર્ષ સુધી તેઓએ અહીં શાસન કર્યું. 19 ડિસેમ્બર 1961 માં ગોવા પોર્ટુગાલીથી આઝાદ તો થયું પરંતુ તેઓ ગોવાને આમ સરળતાથી છોડવા નહોતા માંગતા અને આ માટે ભારતે કડક વલણ અપનાવવું પડ્યું.
અસલમાં ભારતે આઝાદી બાદ પોર્ટુગાલીઓને ગોવાને ભારતમાં ભેળવી દેવા અને શાસન સોંપી દેવા અનુરોધ કર્યો હતો પરંતુ પોર્ટુગાલી લોકોએ ભારતના આ અનુરોધને ન માન્યો. હવે ગોવાને આઝાદ કરવા માટે ભારત માટે બે જ રસ્તા હતા. એક એ કે યુદ્ધ દ્વારા ગોવા પર કબ્જો કરવો અને બીજું એ કે સત્યાગ્રહ દ્વારા આઝાદી માટે માંગણી કરવી. ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને ગાંધીજી પોતે પણ બીજા વિકલ્પનું અનુસરણ કરવાના પક્ષમાં હતા.

ગોવાને આઝાદ કરાવવામાં ડોક્ટર રામ મનોહર લોહિયાનો પણ ફાળો હતો. 1946 માં જયારે તેઓ ગોવા ગયા ત્યારે જોયું કે પોર્ટુગાલી લોકોનો વર્તાવ અંગ્રેજોથી પણ વધુ બદતર હતો. અને તેઓ ગોવાવાસીઓ પર જુલ્મ કરી રહ્યા હતા. ત્યાં સુધી કે સ્થાનિક લોકોને સભા – સંબોધન કરવાની પણ અનુમતિ નહોતી. લોહિયાથી આ ન જોવાયું અને તેઓએ તાત્કાલિક 200 લોકોની એક સભા બોલાવી.
આ વાતની જાણ જયારે પોર્ટુગાલી લોકોને થઇ તો તેઓએ લોહિયાને બે વર્ષ માટે કેદ કરી લીધા. પરંતુ સ્થાનિકોમાં આક્રોશ વધતા તેમને છોડી મુકવામાં આવ્યા પરંતુ સાથે જ તેમને પાંચ વર્ષ સુધી ગોવા આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો. તેમ છતાં લોહિયાએ ગોવાની આઝાદીની લડત ચાલુ રાખી.

વર્ષ 1961 ના નવેમ્બરમાં જયારે પોર્ટુગાલી લોકોએ ગોવાના સ્થાનિક માછીમારો પર ગોળીબાર કર્યો અને એક માછીમારનું મોત થયું ત્યારે ભારતના તે સમયના રક્ષામંત્રી વી.કે. કૃષ્ણમેનન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એક ઇમરજન્સી બેઠક બોલાવી. અંતે 17 ડિસેમ્બરના રોજ એ નિર્ણય કરવામાં આવ્યો કે ગોવાને આઝાદ કરાવવા માટે ભારત પોતાના 30000 સૈનિકોને ” ઓપરેશન વિજય ” અંતર્ગત ગોવા મોકલશે. આ ઓપરેશનમાં વાયુ સેનાએ અને દરિયાઈ સેનાને પણ શામેલ કરવામાં આવી હતી.

ભારતીય સેનાની મજબૂતી સામે પોર્ટુગાલીઓએ માત્ર 36 કલાકમાં જ ઘૂંટણિયા ટેકવી દીધા અને ગોવા છોડવા માટે રાજી થઇ ગયા. 19 ડિસેમ્બર 1961 માં પોર્ટુગાલી જનરલ મૈનુઅલ એન્ટોનિયો વસાલો એસિલ્વાએ આત્મસમર્પણના દસ્તાવેજો પર સહી કરી દીધી અને આમ અંદાજે 450 વર્ષ બાદ ગોવા આઝાદ થયું અને ભારતનો ભાગ બની ગયું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત