રોજ સવારમાં ઉઠીને તમે જે બ્રશ કરો છો એ દુનિયાને કયા દિવસે મળ્યો હતો જાણો છો તમે?

આજના જ દિવસે દુનિયાને મળ્યું હતું પહેલું ટૂથબ્રશ, આ દેશમાં સુઅરના વાળમાંથી બનાવાયુ હતું

image source

કેહવાય છે કે દરેક શોધ પાછળ એક કારણ હોય છે, એક ઉદેશ્ય હોય છે. શું તમે એ વસ્તુ જાણો છો કે જ્યારે બ્રશ નહિ શોધવામાં આવ્યું હોય ત્યારે લોકો શું કરતા હશે. શું આવો પ્રશ્ન તમને ક્યારેય થયો છે ખરા? નથી થયો, કે થયો છે? તો આજે આપણે આવા જ એક સંશોધન એટલે કે બ્રશ વિશે જાણીશું. જે હાલના સમયમાં સવારે ઉઠતા જ આપણા જીવનમાં હવે અગત્યનું સ્થાન ધરાવે છે.

ચીનના સમ્રાટે ટૂથબ્રશની શોધ કરી

image source

આજનો દિવસ ઇતિહાસમાં આવી જ એક મહત્વની શોધના નામે લખાયેલો છે. જો કે આપણા પૂર્વજો તો અનેક પ્રયોગ કરી ચુક્યા છે. લીમડો અને વડના દાતણ આપણે ઉપયોગમાં લઇ ચુક્યા છીએ. પણ આજના સમયનું બ્રશ એ ૨૬ જુન ૧૪૯૮ના દિવસે ચીનમાં પ્રથમ વખત બનાવવામાં આવ્યું હતું. ચીનના સમ્રાટે પોતાના ઉપયોગ માટે ટૂથબ્રશની શોધ કરી હતી અને એનું પેટન્ટ પણ કરાવ્યું. આ ટૂથબ્રશને પ્રાણીઓના, ખાસ કરીને સુઅરના વાળમાંથી બનાવવામાં આવ્યું હતું. હાડકા અથવા વાંસના ટુકડા પર આ વાળને લગાવવામાં આવતા હતા અને પછી એને બ્રશ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું. પ્રાણીઓના વાળના કારણે આ ટૂથબ્રશ ઘણા સખ્ત હતા.

આધુનીક ટુથબ્રશની શોધ વિલિયમ એડીજે કરી

image source

સેલુલોયડ પ્લાસ્ટિક બ્રશના હાથા પહેલા વિશ્વ યુદ્ધ પછી જ જોવા મળ્યા હતા. જો કે આ શોધ પહેલા ભારત સહિતના દુનિયાના બધા જ દેશોમાં દાતુનનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્ષ ૧૮૮૫ સુધી ટૂથબ્રશનું મોટા પ્રમાણમાં ઉત્પાદન અમેરિકામાં શરુ થઇ ચુક્યું હતું. કહેવાય છે કે આધુનીક યુગના ટુથબ્રશની શોધ ઇંગ્લેન્ડના એક કેદી વિલિયમ એડીજે વર્ષ ૧૭૮૦માં કરી હતી. જો કે જેલમાંથી છૂટ્યા પછી એણે પોતાની કંપની શરુ કરી હતી અને ધીરે ધીરે એ બ્રશ નિર્માતા તરીકે આખાય દેશમાં છવાઈ ગયો હતો.

આજે ટુથબ્રશના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે

image source

ઉલ્લેખનીય છે કે નાયલોનના આવિષ્કાર પછીના વર્ષોમાં એટલે કે ૧૯૩૦ના દશકમાં નાયલોન વાળા બ્રશ પણ બજારમાં આવવા લાગ્યા હતા. એટલે કે બ્રશમાં પ્રાણીઓના વાળની જગ્યાએ આ દશક પછી નાયલોનનો ઉપયોગ થવા લાગ્યો હતો. આપને જણાવી દઈએ કે પહેલું ઈલેક્ટ્રોનિક બ્રશ ૧૯૩૯માં શોધવામાં આવ્યું હતું. ૧૯૫૦ના દશક સુધીમાં ટુથબ્રશે લગભગ આજના બ્રશ જેવો આકાર લઇ લીધો હતો. આ પછી નવી નવી સુવિધા સાથે બ્રશના આકરમાં બદલાવ થતો રહ્યો હતો. જો કે આજના સમયમાં આપણી પાસે ટુથબ્રશ માટે અનેક પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે.

Source: ZeeNews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત