અમદાવાદના આ વિસ્તારમાં 30મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર, બજારો સજ્જડ રહેશે બંધ

અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન, બપોરે 2 વાગ્યા બાદ 30મી એપ્રિલ સુધી બજારો રહેશે સજ્જડ બંધ સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર પોતાનો કહેર વર્તાવી રહી છે. દિવસે ને દિવસે કોરોના સંક્ર્મણ સતત વધી રહ્યું છે. જેને કારણે લોકો લોકડાઉનની માંગ પણ કરી રહ્યા છે.

એવામાં સરકાર દ્વારા તો કોઈ લોકડાઉનની જાહેરાત નથી કરી પણ વધતા કોરોના સંક્રમણને લઇ અમદાવાદ શહેરની જનતામાં જાગૃત થઈ ગઈ છે. જેના પરિણામે અમદાવાદ શહેરમાં સ્વંયભૂ લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળ્યા.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદના વસ્ત્રાપુરમાં બપોર બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા જાહેરાત કરાઇ છે. 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. અમદાવાદ શહેરમાં મોલ સિવાયની દુકાનો બંધ જોવા મળી હતી. અલગ અલગ સુપર માર્કેટ પણ બંધ જોવા મળ્યા. એટલે કહી શકાય કે કોરોનાના તાંડવ સામે અમદાવાદમાં જાગૃતતા જોવા મળી રહી છે.

સ્થિતિ એવી છે કે વસ્ત્રાપુરમાં વહેલી સવારથી જ લોકોની કોરોના ટેસ્ટિંગ માટે લાંબી લાઈન લાગી હતી. અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ માટે વસ્ત્રાપુર સહિત આખા અમદાવાદમાં લાંબી લાઈનો લાગી છે. અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે જેના કારણે લોકો ટેસ્ટ કરાવવા દોડી રહ્યા છે. રેપીડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી છે.

image source

આ સાથે જ આજથી અમદાવાદની શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટના રિપોર્ટ મોકલાશે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત નિરમા યુનિવર્સિટીમાં પણ RTPCR ટેસ્ટ મોકલાશે. RTPCR ટેસ્ટના સેમ્પલ યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં સેમ્પલ કલેકશનથી લેબોરેટરી ઉપર ભારણ ઓછુ થશે.

તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,340 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે તો કોરોના સંક્રમણના કારણે 110 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એની સામે 3,981 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,37,545 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

image source

ચિંતા જનક વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 110 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે અને એ બાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5377 લોકોને આ કાળમુખો કોરોના ભરખી ગયો છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 329 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 61,647 પર પહોંચ્યો છે.

કોરોના સામે રક્ષણ આપે એ માટે ગુજરાતમાં રસીકરણની કામગીરી પણ ચાલુ છે તેમ છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જ જઇ રહી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3641 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1929 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 496 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 325 કેસ, જ્યારે ગ્રામ્યમાં 184 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 683 કેસ અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!