Site icon News Gujarat

હોળી સ્પેશ્યિલઃ જાણો હોળી રમતા પહેલાં શુ લગાવવાથી થશે ફાયદો

હોળી સૌથી રંગીન અને મસ્તીનો તહેવાર છે. આ દિવસે લોકો એકમેકને રંગ લગાવે છે. આ સાથે ખાસ કરીને મીઠાઈઓ અને પાપડ ખાવાની પરંપરા પણ છે. કેટલીક જગ્યાઓએ આ દિવસે ગુજિયા અને માલપુઆ પણ બને છે.

image socure

ધૂળેટીના પર્વમાં ખઆસ કરીને ગુલાલ અને સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાનો રિવાજ છે પણ સાથે જ કેટલાક રંગના કારણે સ્કીન સંબંધી તકલીફો થઈ શકે છે. કેટલાક લોકો કેમિકલ્સ વાળા કલર લગાવે છે જેનાથી સ્કીન ઈન્ફેક્શનનો ખતરો રહે છે. આ સાથે ગંદા પાણીમાં સિન્થેટિક રંગને મિક્સ કરવાથી પણ મુશ્કેલી આવી શકે છે. એટલું નહીં આ રંગ સ્કીનની સાથે સાથે તમારા વાળ અને આંખને પણ પ્રભાવિત કરી શકે છે. આ માટે હોળી રમતા પહેલા કેટલીક સાવધાની રાખી લેવી જરૂરી રહે છે. કેમિકલ વાળા રંગથી વાળ અને સ્કીનની સુરક્ષા ખાસ જરૂરી છે. તો જાણો હોળી રમવા જતા પહેલાં તમે સ્કીન અને વાળમાં શું લગાવશો. બોડી લોશન કે બોડી ઓઈલ કયું તમને ફાયદો આપશે.

image soucre

બોડી ઓઈલ કે બોડી લોશનને લોકો ફરક સમજતા નથી. તેઓ મુશ્કેલીમાં રહેતા હોય છે કે હોળી રમતા પહેલા શું લગાવવું. અહીં તમને જણાવી દઈએ કે હોળીના કલરના કેમિકલ્સથી સ્કીનને થતા નુકસાનને અટકાવવા માટે બોડી ઓઈલિંગ અને બોડી લોશન બંને જરૂરી છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે.

સ્કીન કેરની તૈયારી

image soucre

હોળીની એક રાત પહેલાં સ્કીન કેરની તૈયારી શરૂ કરો. રંગોના તહેવારની મજા લેવા માટે તૈયાર રહો. હોળીના રંગથી સ્કીન સૂકાઈ જાય છે.એવામાં તમે તેને પહેલાથી મુલાયમ બનાવી રાખો તે જરૂરી છે. હોળીની એક રાત પહેલાં બોડી લોશનની મદદથી સારી રીતે સ્કીનની મસાજ કરો. તેનાથી સ્કીનને હોળીના કેમિકલ યુક્ત રંગોથી ઓછું નુકસાન થશે.

વેસેલીનનો કરો ઉપયોગ

image soucre

તમે શરીરના ડ્રાય ભાગ જેવા કે કોણી અને ઘૂંટણ માટે વેસેલીનનો ઉપયોગ કરો. તમે પૂરતા પ્રમાણમાં ભેજ અને પોષણની સાથે તેનો લાભ લઈ શકશે. હોળી રમતા પહેલા કોઈ નવા બોડી લોશન ખરીદવાની જરૂર નથી. તમે નિયમિત બોડી લોશનનો ઉપયોગ કરી શકો છો.

નારિયેળ તેલથી ઓઈલિંગ

image soucre

હોળીના દિવસે સવારે બહાર રંગ રમવા જતા પહેલાં એકવાર નહાઈ લો. આ પછી શરીર પર બોડી ઓઈલ લગાવીને મસાજ કરો. તેના માટે મોંઘા બોડી ઓઈલની જરૂર નથી. તમે નારિયેળ તેલથી પણ માલિશ કરી શકો છો. આ રંગથી સ્કીનની કેર સારી રીતે થઈ શકે છે. આ સિવાય તમે બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. હોળીના દિવસે સવારે વાળમાં તેલ લગાવવાનું ચૂકશો નહીં. વાળને રંગમાં રહેલા કેમિકલ્સથી બચાવવા માટે ટાઈટ બાંધીને રાખો અને તેમાં તેલ નાંખીને રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version