સુખ અને સમૃદ્ધિ કાયમ રાખવા માટે હોળીના દિવસે રાખો આ વાતોનું ધ્યાન

હોળી વસંત ઋતુમાં મનાવાતો તહેવાર છે. ફાગણ મહિનાની પૂનમે આ તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના દિવસે શાસ્ત્રોમાં 4 વિશેષ રાત્રિની એક માનવામાં આવે છે, આ રાતને અહોરાત્રિ કહેવામાં આવે છે. આ રાત તંત્ર સાધના માટે અને સાથે જ લક્ષ્મીની પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે.

image source

જાણો હોળીના દિવસે શું ન કરવું

આ દિવસે સફેદ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરાય છે માટે આ દિવસે સફેદ કપડા પહેરવા નહીં. તાંત્રિક ઉપાયોમાં વ્યક્તિના કપડાનો પણ ઉપયોગ કરાય છે. આ માટે કપડાનું ધ્યાન રાખો. હોળીના દિવસે ખિસ્સામાં કાળા કપડામાં કાળા તલ બાંધીને રાખો અને રાતે જે હોળી પ્રગટે તેમાં તેને પધરાવી દો. તેનાથી તમારા પર જે ટોટકો હશે તેની અસર ખતમ થઈ જશે.

હોળીના દિવસે કરો આ કામ

image source

જો પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર છે તો હોળીના રાતે સફેદ કપડામાં 11 ગોમતી ચક્ર, નાગકેસરના 21 જોડા અને 11 ધનકારક કોડીઓને બાંધીને કપડા પર હરસિંગાર તથા ચંદનનું અત્ર લગાવો અને રોગી પર તેને 7 વાર ઉતારીને કોઈ શિવ મંદિરમાં અર્પિત કરો. વ્યક્તિ જલ્દી સ્વસ્થ થવા લાગે છે. જો બીમારી ગંભીર હોય તો આ ઉપાય શુક્લ પક્ષના પ્રથમ સોમવારથી શરૂ કરીને સતત 7 સોમવાર સુધી કરી શકાય છે.

આર્થિક સમૃદ્ધિ માટે

હોળીની રાતે ધાબા પર જઈને ચંદ્ર દેખાય તે રીતે ઉભા રહો. અહીં ચાંદીની પ્લેટમાં ખારેક અને મખાણા રાખો. સાથે શુદ્ધ ઘીનો દીવો અને અગરબત્તી ચંદ્રને અર્પણ કરો. સફેદ પ્રસાદ કે કેસર વાળી સાબુદાણાની ખીર ચઢાવો. ચંદ્રમાથી આર્થિક સંકટ દૂર કરીને સમૃદ્ધિની પ્રાર્થના કરો.

સુખ સમૃદ્ધિ માટે કરો આ મંત્રનો જાપ

જો તમે સુખ અને સમૃદ્ધિની કામના કરો છો તો હોળીના દિવસે अहकूटा भयत्रस्तै:कृता त्वं होलि बालिशै: अतस्वां पूजयिष्यामि भूति-भूति प्रदायिनीम:|| આ મંત્રનું ઉચ્ચારણ કરો. આ મંત્રની તમે 1,3 કે 5 માળા કરી શકો છો. માનવામાં આવે છે હોળીની રાખને બીજા દિવસે ઘરમાં લાવીને રાખવાથી અશુભ શક્તિઓથી બચવામાં મદદ મળે છે. આ સિવાય આ ભસ્મ એટલે કે રાખનો શરીર પર લેપ લગાવવાથી અનેક રોગમાં રાહત મળે છે જ્યારે તમે આ રાખનો લેપ શરીર પર લગાવો છો ત્યારે તમારે वंदितासि सुरेन्द्रेण ब्रह्मणा शंकरेण च। अतस्त्वं पाहि मां देवी! भूति भूतिप्रदा भव।। મંત્રનો જાપ કરતા રહેવું યોગ્ય રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ