Site icon News Gujarat

હોળીના દિવસે કરો છો ભાંગનું સેવન તો જાણો તેના ફાયદા, સાથે જ જાણો ભાંગનો નશો ઉતારવાના ઉપાયો પણ

હોળીના તહેવારમાં ભાંગ પીવાની પરંપરા છે. પરંતુ જો તેને વધારે પ્રમાણમાં પીવામાં આવે તો તેનો નશો થઈ જાય છે અને માણસ પોતાના કહ્યામાં રહેતો નથી. જો કે ભાંગ પીવાના ફાયદા પણ છે. સીમીત પ્રમાણમાં સાવધાની સાથે ભાંગનો પ્રયોગ કરાય તો તે ખાસ દવાનું કામ કરે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ ભાંગ યોગ્ય પ્રમાણમાં પીવાથી શુ ફાયદો થાય છે અને સાથે જ જો કોઈને ભાંગનો નશો ચઢી જાય છે તો તેને ઉતારવા માટે શું કરવું જોઈએ.

ભાંગનો નશો ઉતારવાના ઉપાયો

image soucre

ભાંગનો નશો ઉતારવા માટે ખાટી ચીજોનું સેવન કરવું બેસ્ટ ઉપાય છે. જો તમે લીંબુ, છાશ, દહીં કે આમલીનું પાણી બનાવીને તેને પીઓ છો તો તમારો ભાંગનો નશો ઝડપથઈ ઉતરી જાય છે.

ભાગં પીધા બાદ નશાના કારણે વ્યક્તિ બેહોશ થઈ છે તો તેને સરસિયાનું તેલ હૂંફાળું ગરમ કરીને કાનમાં નાંખો. 2 ટીપાનં નાખ્યા બાદ બીજા કાનમાં નાંખો. આ ઉપાય પણ કમાલનું કામ કરશે.

image soucre

અનેક લોકો ઘીનું સેવન કરે છે. તેઓ માને છે કે આ ઉપાય કારગર છે. પણ તેમાં ઘી શુદ્દધ હશે તો તે કામ કરશે અને તેનુ વધારેને વધારે સેવન કરાશે તો જ નશો દૂર થશે.

અડદની કાચી દાળનો ઉપયોગ પણ ભાંગના નશાને દૂર કરવાનું કામ કરે છે. આ માટે આ કાચી દાળને પીસી લો અને તેને સંબંધિત વ્યક્તિને આપો. તેને પાણી સાથે પીવડાવી લો. નશો ઉતારવામાં આ ઉપાય કમાલ કરશે.

image soucre

શેકેલા ચણા અને નારંગીનું સેવન પણ ભાંગનો નશો ઉતારવાનું કામ કરે છે. આ એક સારો વિકલ્પ છે. આ સિવાય ખાંડ વિનાનું મીઠાવાળું લીંબુ પાણી 4-5 વખત પીવડાવવાથી પણ વ્યક્તિનો નશો ઝડપથી ઉતરી જાય છે.

ભાગ્યે જ જાણતા હશો ભાંગ પીવાથી થતા આ 5 કમાલના ફાયદાઓ વિશે

શું તમે પહેલા ક્યારેય સાંભળ્યું છે કે ભાંગ પીવાથી ફાયદો પણ થાય છે. નહીં ને…તો અમે આજે આપને જણાવી રહ્યા છીએ કે ભાંગ પીવાથી તમને શું ફાયદો થાય છે.

image soucre

એખતરફ જ્યાં ભાગં માથાનો દુઃખાવો બને છે તો અન્ય તરફ તેનો ફાયદો પણ થાય છે. ભાંગના પાનનો અર્ક કાઢીને તેના ટીપા કાનમાં નાંખવાથી માથાનું દર્દ ખતમ થાય છે.

પાચનશક્તિને વધારવામાં પણ ભાંગ ફાયદો કરે છે. સાથે કોઈ ઘા હોય તો ભાંગના પાનનો લેપ બનાવીને ઘા પર લગાવો. તેનાથી ઘા જલ્દી ભરાઈ જાય છે અને અન્ય કોઈ મુશ્કેલી રહેતી નથી.

image soucre

જો તમારી સ્કીન વધારે સૂકાઈ ગઈ હોય તો ભાંગના પાનનો ઉપયોગ કરો. તેને પીસીને તેનો લેપ બનાવી લો અને તેને સ્કીન પર લગાવો. તેનાથી સ્કીનમાં ચમક તો આવે છે પમ સાથે જ તે ફરીથી મોઈશ્ચર વાળી બને છે.

ઓછા પ્રમાણમાં ભાંગનું સેવન કરવાથી તમારી ઈન્દ્રિયો અને સંવેદનાઓની તીવ્રતા વધે છે. જેમકે સ્પષ્ટ સંભળાવવું અને જોવું. વગેરેમાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી તમારો ખરાબ મૂડ સારો થાય છે.

image soucre

ભાંગના બીજ પ્રોટીન અને 20 એમિનો એસિડથી ભરપૂર હોય છે જે કેલેરીને બાળનારી માંસપેશીના વિકાસમાં મહત્વનું છે. કસરત બાદ ભાંગના થોડા બીજનો જ્યૂસ કે શેક પીવાનું ફાયદારૂપ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version