હોળી પર 400 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિના લોકોને મળશે ફાયદો

ગ્રહોની અસર દરેક વ્યક્તિના જીવન પર બની રહે છે. જ્યોતિષના અનુસાર ગ્રહોની સ્થિતિ અનુસાર લોકો જીવનમાં શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ કરે છે. હોળીના ખાસ અવસરે અનેક રાશિના લોકોને રાશિફળ શુભ ફળ આપનારું હોઈ શકે છે. લગભગ 400 વર્ષ બાદ બની રહેલા દુર્લભ સંયોગનું તમારા જીવનમાં ખાસ મહત્વ હોઈ શકે છે. સાથે જ તે અનેક મોટા ફેરફાર પણ લાવી શકે છે તો જાણો તમામ રાશિના લોકો માટે આ હોળીનો ખાસ સંયોગ કેવો રહેશે.

image source

હોળિકા દહનનો તહેવાર આ વર્ષે 28 માર્ચે રવિવારે ઉજવાશે. આ પર્વને હોળી, લક્ષ્મી જયંતિ, ફાગણ પૂર્ણિમા, ફાલ્ગુની ઉત્તરા પર્વ પણ કહેવાય છે. જ્યોતિશના અનુસાર આ વર્ષે અનેક વર્ષ બાદ ભદ્રકાળથી મુક્ત થશે. 2021માં હોળીકા દહન પર વિશેષ યોગ સર્વાર્થ સિદ્દિ યોગ, અમરત્વ સિદ્ધિ યોગ, વૃદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે. આ અનુસાર ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની દરેક રાશિ પર વિશેષ પ્રભાવ પડશે. તો જાણો દરેક રાશિ પર કેવો રહેશે પ્રભાવ.

મેષ

આ રાશિને માટે આ સંયોગ શુભફળ આપશે. તમારા જીવનમાં તરક્કીના યોગ બનશે. આવકના નવા રસ્તા વિકસિત થશે. પારિવારિક જીવન સારું રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. ગુસ્સા પર સંયમ રાખવાની જરૂર છે. આ રાશિના લોકો હોળીના દિવસે નારંગી રંગના વસ્ત્રોનો ઉપોયગ કરી શકે છે. નારંગી રંગનો ગુલાલ પણ તેમના માટે સારો રહેશે. મીઠાઈ માટે ઈમરતીનો ઉપયોગ કરી શકો છો.આમ કરવાથી તમારી પ્રગતિનો માર્ગ ખુલશે.

વૃષભ

આ રાશિના લોકો માટે હોળીનો ખાસ સંયોગ જીવનમાં આર્થિક ઉન્નતિ લઈને આવશે. નોકરી ધંધાના લોકોની આવકમાં વધારો થઈ શકે છે. વ્યાપાર સંબંધી નવા પ્લાન બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન સમ્માન વધશે. હેલ્થનું ધ્યાન રાખવાની જરૂર છે. હોળીના દિવસે ગુલાબી રંગનો ઉપયોગ કરો. આમ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ વધે છે.

મિથુન
હોળીના દિવસે મિથુન રાશિના લોકોને રોજગારમાં સફળતા મળી શકે છે. આ દિવસના ખાસ સંયોગથી સુખ સુવિધામાં વધારો થશે, ઓફિસમાં પ્રમોશન મળશે, બેરોજગારીને નોકરી મળવાના યોગ છે. ઈન્ટરવ્યૂમાં સફળતા મળશે અને માતાનો સહયોગ મળશે. જીવનસાથી પર ધન ખર્ચ કરી સકો છો. હોળી પર લીલા રંગનો ગુલાલ, લીલા રંગના કપડાનો ઉપયોગ કરવાથી હેલ્થમાં સુધારો આવી શકે છે.

કર્ક

આ રાશિના લોકોને માટે હોળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસ લઈને આવ્યો છે. ખાસ સંયોગના કારણે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. તમે આર્થિક સ્થિતિને સુધારવામાં સફળ રહી શકો છો. પરિવારનો માહોલ સારો બની શકે છે. અણધારી યાત્રા પર પણ ખર્ચ થઈ શકે છે. આ કારણે મુશ્કેલી વધી શકે છે. ઓફિસમાં કામનું પ્રેશર વધારે રહેશે અને હોળીના દિવસે સફેદ રંગનો ઉપયોગ અને ચીજો ખાવી શુભ રહી શકે છે. આમ કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે.

સિંહ

આ રાશિના લોકોને માટે આ વર્ષે હોળીમાં સમ્માનમાં વધારો થશે. ધન સાથે સંબંધિત કિસ્સામાં સફળતા મળશે. ભાગીદારીમાં નવા કામની શરૂઆત થઈ શકશે. આ સાથે મિત્રોની સાથે સંબંધ સારા રહેશે, આત્મવિશ્વાસ વધશે અને માન-સમ્માનમાં વધારો થશે. શુભ સમાચાર મળવાના યોગ છે. હોળીના દિવસે લાલ રંગનો પ્રયોગ કરો અને માન સમ્મ્માનમાં વધારો થશે.

કન્યા

આ રાશિના જાતકો માટે હોળીનો સંયોગ શુભ અવસર લઈને આવશે. કાર્યમાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. નવી નોકરીની ઓફર મળવાની સાથે જ દામ્પત્ય જીવનમાં પણ સારો સાથ મળી રહેશે. સ્ટોક માર્કેટના કામમાં મોટો લાભ થવાની શક્યતા છે. હોળીના દિવસે ફિરોઝી રંગ તમને લાભ આપી શકે છે.

તુલા

આ વર્ષે આ રાશિના જાતકોને હોળીનો દિવસ અને દુર્લભ સંયોગ રાહત લઈને આવ્યો છે. વ્યર્થ કામમાં સમય બર્બાદ થશે. નોકરીમાં સફળતા મળશે. ધનલાભના યોગ પણ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. હોળીના દિવસે કપડામાં ક્રીમ કલરના કપડા પહેરો. તેમ કરવાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે.

વૃશ્વિક

આ વર્ષે હોળીનો તહેવાર તમારા માટે ઉન્નતિ લઈને આવ્યો છે. એવો અહેસાસ જે તમે વિચાર્યો પણ નહી હોય. આ દિવસે તમારા તમામ પ્રયાસ સફળ થશે અને સાથે જ બેરોજગારી અને નોકરીની શોધ પૂરી થશે. ભાગ્યનો સાથ મળશે. આવકના નવા રસ્તા ખુલશે. હોળી પર કેસરી રંગનો ઉપયોગ કરો. તેનાથી ઉન્નતિના માર્ગ બનશે.

ધન

2021ની હોળી ધન રાશિના લોકોને માટે સહજતા લઈને આવી છે. તેમની સુખ અને સુવિધામાં વધારો થઈ શકે છે. વ્યાપારમાં સારા લાભ મળશે અને સાથે જ જીવનમાં મધુરતા બની રહેશે. હેલ્થને લઈને સાવધાન રહેવાની જરૂર છે. દૈનિક ખર્ચ વધશે. ધાર્મિક કાર્યોમાં આસ્થા પણ વધશે. હોળી પર બદામી રંગનો ઉપયોગ લાભદાયી નીવડશે. તેનાથી મુશ્કેલ કામ પણ સરળ બની જશે.

મકર

2021ની હોળી મકર રાશિને માટે સામાન્ય રહેશે. આર્તિક મુશ્કેલીઓની સાથે મન વિચલિત રહેશે. જીવનસાથીનો લાભ મળી રહેશે. હાડકા અને નસ સંબંધીત મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક પ્રયાસોમાં અવરોધ આવી શકે છે. હોળી પર ભૂરા રંગનો ઉપયોગ કરવાથી મુશ્કેલીઓ ઝડપથી દૂર થશે.

કુંભ

આ રાશિના લોકોને આ હોળીના દિવસે અનેક સમસ્યાઓ રહેશે. અચાનકથી ધન હાનિના યોગ બની રહ્યા છે. માનસિક તણાવ પણ રહે છે. આ સિવાય સંતાન સુખ મળી રહેશે. માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ સાથે કટુતા આવી શકે છે. હોળી પર જાંબલી રંગનો ઉપયોગ કરો. તેનાથી અશુભ તત્વો દૂર રહેશે.

મીન

આ રાશિના લોકો માટે હોળી અનેક શુભફળ લઈને આવી છે. હોળીના ખાસ સંયોગને કારણે આ રાશિના લોકોની આવક અને કાર્ય ક્ષમતા વધશે. માનસિક મુશ્કેલીઓ ઘટશે. મોટો ધનલાભ થઈ શકે છે. હોળીના દિવસે તમે વસંતી રંગનો એટલે કે પીળા કલરનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારું ભાગ્ય બળવાન બની જશે અને તમને પ્રગતિના પંથે આગળ વધતા કોઈ અટકાવી શકશે નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *