ભારતીય પોષાક સાડીમાં આ હોલિવૂડ હસીનાઓની સુંદરતામાં લાગી ગયા હતા ચાર ચાંદ

સાડી એવું પરીધાન છે જેમાં સામાન્ય યુવતી હોય કે બોલિવૂડ સ્ટાર તે શોભે જ. ભારતીય નારીની સુંદરતાને તો સાડીમાં ચાર ચાંદ લાગી જાય છે પરંતુ આજે તમને કેટલીક હોલિવૂડ હસીનાઓ વિશે જણાવીએ જેમણે સાડી પહેરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

image source

સાડીમાં બોલિવૂડની અભિનેત્રીઓને તો તમે અનેકવાર જોઈ હશે પરંતુ હોલિવૂડની હસીનાઓની સુંદરતાઓનો ગ્લેમરસ અંદાજ પણ જોવા યોગ્ય હોય છે. સાડી જેવા પરંપરાગત પોશાક પહેરીને તેમણે પણ સાબિત કર્યું છે કે તે આપણી ભારતીય સંસ્કૃતિની સાથે દેશી અવતારોને પણ ચાહે છે.

જો કે આ યાદીમાં હમણાં સુધી તમે ફક્ત પ્રિયંકા ચોપરા જોનસની સાસુ ડેનિસ મિલરનું નામ જોયું હશે પરંતુ શું તમે જાણો છો કે તેના સિવાય કેટલીક વિદેશી સુંદરીઓ પણ છે જેણે સાડી પહેરી અને તે લાઈમલાઈટ છવાઈ હતી.

image source

અમેરિકન સિંગર અને એક્ટ્રેસ સેલિના ગોમેઝને સાડીમાં જોતાં બધાં મંત્રમુગ્ધ થઈ ગયાં હતા. જ્યારે તે લાલ કલરની સાડી પહેરી દરેકની સામે આવી હતી. સેલિના ગોમેઝ ખૂબ જ સુંદર દેખાતી હતી અને તે સાડીમાં ભારતીય છોકરીની જેવી જ દેખાતી હતી.

image source

આ રોયલ બ્લુ કલરની સાડીમાં મેડોના ખૂબ સુંદર લાગી રહી છે. જો કે આ પોપ ક્વીન તેની નશીલી આંખોથી દરેકના હૃદય પર કબજો કરી જાણે છે. જો કે તેણે આ ભારતીય લુકમાં રોક કરવામાં કોઈ કસર છોડી નથી.

image source

ભારતીય ડિઝાઈનર તરુણ તહિલિયાનીની ડિઝાઈન કરેલી સિલ્વર ગ્રે સાડીમાં લેડી ગાગા ખૂબ સુંદર લાગી રહી છે. પોપ સ્ટાર એક રાણી જેવી દેખાય છે. હંમેશા પોતાના અલગ અલગ અવતારો માટે જાણીતી લેડી ગાગાને આ સાડીમાં જોઈ દરેક વ્યક્તિની આંખો ચાર થઈ ગઈ હતી.

image source

અમેરિકી મીડિયા પર્સનાલિટી પેરિસ હિલ્ટન જ્યારે ભારતમાં ફરવા આવી હતી. ત્યારે તેણે પહેલીવાર સાડી પહેરી હતી. નેટ ફેબ્રિકની સાડીમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. મિનિમલ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા હતા અને આ લુકમાં તેની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી દેખાતી હતી.

image source

નિક જોનસ અને પ્રિયંકા ચોપડાએ જ્યારે તેમની રોકા સેરેમનીની જાહેરાત કરી હતી ત્યારે નિકનો પરીવાર ભારત આવ્યો હતો અને તે ભારતીય પોષાકમાં જોવા મળ્યા હતા. પ્રિયંકાની સાસુ ડેનિસ મિલરે આ તકે પિંક રંગની સુંદર સાડી પહેરી હતી.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત