દરેક લોકોએ એક વાર તો જોવી જ જોઇએ હોલિવૂડની આ 5 શાનદાર ફિલ્મો, જાણો કેમ

હોલીવુડની પાંચ બહેતરીન ફિલ્મો કઈ છે જે એકવાર જરૂર જોવી જોઈએ?

image source

~ આ છેં પાંચ શાનદાર ફિલ્મો.

~ કઈ છે એવોર્ડ વિનિંગ ફિલ્મો?

– અહીં અમે તમને કેટલીક એવી બહેતરીન હોલીવુડ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છે જે તમે હિન્દી ઓડિયોની સાથે જોઈ શકો છો. અમારી આ લિસ્ટમાં હોરર, થ્રિલર, રોમાન્સ, સસ્પેન્સ અને કોમેડી જેવા દરેક જોન્રાની ફિલ્મે અંગે જાણવા મળશે. આ બધામાં તમામ ફિલ્મો એવોર્ડ વિનિંગ ફિલ્મો છે. આવો જાણીએ કઈ-કઈ છે આ ફિલ્મો:-

1) ફિફ્ટી શેડ્સ ફ્રીડ (fifty shades freed)

image source

જો તમે ડિઝાસ્ટર, હોરર, થ્રિલરથી અલગ થોડું રોમાન્સ અને સેક્સી હિન્દી ફિલ્મો જોવાના જુગાડમાં છો તો ક્રિશ્ચિયન ગ્રે અને અંસ્ટોસિયા સ્ટીલેની તોફાની પ્રેમ કથા ફિફ્ટી શેડ્સ ફ્રીડ જોઈ શકો છો. પ્રેમ, સેક્સ અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મ તમને તરોતાજા કરી દેશે. આ ઈરોટીક ફિલ્મમાં અનેક ન્યુડ સિન્સની ભરમાર છે માટે પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જોવાનો વિચાર પણ ન કરશો.

2) શટર આઈલેન્ડ (shutter Island)

image source

જો તમે મનોરંજન સાથે સાઈકોલોજીકલ થ્રિલર મુવીની શોધમાં છો તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ રહેશે. ટાઈટેનિકનો ચોકલેટી હીરો લિયોનાર્ડો ડીકેપ્રિયોની બહેતરીન અભિનય તમને જરાપણ અહેસાસ થવા નહીં દે કે તમે એક ફિલ્મ જોઈ રહ્યા છો. તમે આ ફિલ્મ ‘નેટફ્લિક્સ’ જોઈ શકો છો.

3) ધ માસ્ક (the Mask)

image source

વર્ષ 1994 માં આવેલી એક્ટર જીમ કેરીની આ કોમેડી ફિલ્મે ધમાલ મચાવી દીધી હતી. જી હા, દરેક આ મુવીના દિવાના થઈ ગયાં હતાં. જો તમે આ મહોરાધારી સુપરહીરોની મુવી જોઈ નથી તો પછી મોડું ન કરશો. તરત જ જોઈ લો. જો તમે આ ફિલ્મ જોઈ છે તો ફરીથી જોઈને મનોરંજન પામી શકો છો. તમે આ ફિલ્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર જોઈ શકો છો.

4) ફોરેસ્ટ ગમ્પ (Forrest Gump)

image source

આ ફિલ્મની અમેરીકન સિનેમાની સૌથી ચર્ચિત અને પસંદગીપાત્ર ફિલ્મોમાં ગણતરી થાય છે. ટોમ હેન્ક્સ અભિનીત આ ફિલ્મ સામાન્ય દર્શકો માટે હમેંશા દિલની નજીક રહેવાવાળી લાગણીપ્રધાન ફિલ્મ રહી છે. આ ફિલ્મ એક મંદબુદ્ધિ નાયકની સીધી હ્રદય પર ઉતરી જનારી વાર્તા છે. વિશ્વાસ કરજો કે આ ફિલ્મ તમને બહુ જ પસંદ આવશે. આ ફિલ્મ તમે ‘નેટફ્લિક્સ’ પર જોઈ શકો છો.

5) ગ્રેવિટી (Gravity)

image source

હોલીવુડ હમેંશાથી જ સાયન્સ ફિક્શન મુવી માટે પ્રસિદ્ધ છે. આ ફિલ્મ અવકાશમાં ઘટેલી ભયાનક દુર્ઘટનાની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં આપેલ વિઝ્યુઅલ ઈફેક્ટ અને સાઉન્ડ ઈફેક્ટ એવા છે કે તમે થિયેટરમાં બેઠા હો તો પણ અવકાશ હોવાનો અહેસાસ થશે.

6) બ્લાઈંડનેસ (Blindness)

image source

આ ફિલ્મ નોબેલ પ્રાઈઝ વિજેતા હોસ સૈરામેગોની નોવેલ ‘બ્લાઈંડનેસ’ પર આધારિત છે. એક અંધ વ્યક્તિ એવો વાઈરસ ફેલાવે છે કે આખો દેશ જ અંધ થઈ જાય છે. આ ફિલ્મ તમારા હોશ ઉડાવી ન દે તો કહેજો. આ ફિલ્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર જોઈ શકશો.

7) 127 અવર્સ (127 hours)

image source

આ ફિલ્મ જીવન જીવવાની જીદને બતાવે છે. આ ફિલ્મને ઑસ્કર પુરસ્કાર વિજેતા ડૈની બોયલે બનાવી છે. 127 કલાક એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આમાં એક સાહસી પર્વતારોહીની વાર્તા છે જે એવી મુશ્કેલીમાં ફંસાઈ જાય છે જ્યાંથી નિકળવું અશક્ય છે. પાંચ દિવસ ભૂખ્યો-તરસ્યો ફંસાયેલો માણસ કેવી રીતે જીવનથી જંગ જીતે છે એ જોવું દિલચસ્પ છે. આ ફિલ્મ તમે ’યુ ટ્યુબ’ પર જોઈ શકો છો.

8) ધ નન (The nun)

image source

બોલીવુડની હોરર ફિલ્મોની સરખામણીએ હોલીવુડની હોરર ફિલ્મો ખરેખર ડરામણી હોય છે. જે તમે લેટેસ્ટ હોરર ફિલ્મ જોવાની શોધમાં છો તો ધ નન જોઈ લો. આ ફિલ્મ ધ કંઝ્યૂરિંગ સિરિઝની જ આગલી ફિલ્મ છે. જેને આ સિરિઝની સૌથી ખૌફનાક કિસ્સો બતાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં શૈતાનથી જંગના દ્રશ્યો તમને ડરાવવા લાગશે. ડરવા માટે આ ફિલ્મ જોવા તૈયાર થઈ જાઓ. આ ફિલ્મ તમે ‘નેટફ્લિક્સ’ પર જોઈ શકશો.

9) સેન એન્ડ્રિઆસ (san andreas)

image source

પ્રાકૃતિક આપત્તિઓ પર પહેલાં પણ અનેક ફિલ્મો બની ગઈ છે. પણ આ ફિલ્મ એ તમામ ફિલ્મોથી હટકે છે. ફિલ્મનો સ્ટાર છે ધ રૉક જોન્સન. તમે આ ફિલ્મને પોતાની બકેટ લિસ્ટમાં સામેલ કરી શકો છો અને પૂરા પરિવાર સાથે જોઈ શકો છો. તમે આ ફિલ્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર જોઈ શકો છો.

source : qoura

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત