ઘરે બેઠા સસ્તું અને સારું કરિયાણું ખરીદવું હોય તો અહીં મળે છે જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો અને જલદી ઉઠાવો આ ઓફરનો લાભ

તહેવારોની સિઝન શરૂ થતા જ વિવિદ પ્રોડક્ટ પર કંપનીઓ ઓફર્સ આપે છે. બીજુ કે તહેવારો પર લોકોની ખરીદી પણ વધી જાય છે. જો તમે તહેવારોની સિઝન માટે જરૂરી કરિયાણું ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે તેના માટે બજારમાં જવાની જરૂર નથી. ઓનલાઇન ખરીદી તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. હા, જિયો માર્ટ (Jiomart)થી લઈને ગ્રોફર્સ (Grofers) સુધીની ઘણી ઓનલાઇન ગ્રોસરી કંપનીઓ તમારા ઘરે કરિયાણું પહોંચાડી રહી છે. વિશેષ વાત એ છે કે આ દિવસોમાં આ કંપનીઓ ઓનલાઇન કરિયાણાની ખરીદી પર બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. તો ચાલો જાણીએ કઈ કંપની કેટલું આપી રહી છે ડિસ્કાઉન્ટ

ગ્રોફર્સ (Grofers)

image source

ઓનલાઇન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ ગ્રોફર્સ પર ‘દિવાળી ધમાકા સેલ’ (22-25 ઓક્ટોબર) ચાલુ છે. આ સમય દરમિયાન ડ્રાયફ્રૂટ અને ગિફ્ટ પેક પર વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. એસબીઆઈના ડેબિટ કાર્ડ (માસ્ટરકાર્ડ) પર 5% અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર 6% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પેટીએમ યુપીઆઈથી પેમેન્ટ પર 750 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે.

એમેઝોન (Amazon)

image source

એમેઝોન વિશ્વની જાણીતી ઓમલાઈન કંપની છે. હાલનાં દિવસોમાં ઇ-કોમર્સ કંપની એમેઝોનનું પ્લેટફોર્મ હેપીનેસ અપગ્રેડ ડેઝ સેલ ચાલી રહ્યું છે જે 28 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. લોટથી લઈને બાસમતી ચોખા પર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ સમય દરમિયાન, કંપની એક્સિસ બેંક, સિટીબેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ્સ પર વિશેષ ઓફર્સ આપી રહી છે. ગ્રાહકો આ ત્રણેય બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ટ્રાંઝેક્શન પર 10 ટકા ત્વરિત ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. જો કે, ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયાનો ઓર્ડર આપવાનો રહેશે. આ સિવાય, તમે એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી 5% સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 5% સુધીના રિવોર્ડ પોઇન્ટ મેળવી શકો છો.

જીયો માર્ટ (Jio Mart)

image source

જ્યારથી મુકેશ અંબાણીએ ઓનલાઈન જીયો માર્ટની શરૂઆત કરી છે ત્યારથી કોઈને કોઈ વાતે તે ચર્ચામાં રહે છે. કારણે કે જીયો માર્ટની હરિફાઈ અમેઝોન અને ફ્લિપકાર્ટની સાથે સાથે અન્ય ઓનલાઈન ગ્રોસરી વેંચતી કપંની સાથે છે. તહેવારની સીઝનમાં, ઓનલાઇન કરિયાણાની ડિલિવરી સર્વિસ જિઓમાર્ટ 33 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કરિયાણાનો ઓર્ડર આપવા માટે, તમે જિઓમાર્ટની એપ્લિકેશન અથવા jiomart.com પર લોગ ઇન કરી શકો છો.

ડિલિવરી ચાર્જ ફ્રી

image source

તો બીજી તરફ કરિયાણા, ફળ અને શાકભાજી, ડેરી અને બેકરી, પર્સનલ કેર, હોમ કેર અને બેબી કેર જેવા ઘણા ઉત્પાદનો સાઇટ પર ઉપલબ્ધ છે. હાલમાં, કોઈ ડિલિવરી ચાર્જ અહીં લેવામાં આવતો નથી, પછી ભલે તમારા ઓર્ડરની કિંમત 100 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય. આ સિવાય ફોનપેથી ચૂકવણી પર 500 રૂપિયા સુધીનું કેશબેક ઉપલબ્ધ છે.

image source

તો જો, તમે પેટીએમ યુપીઆઈથી ચુકવણી કરો છો તો તમને તેના પર 750 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છો. આ બંને ઓફર માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. તો આ તહેવારની સિઝનમાં જો તમારે ઘરવખરી લેવાની હોય તેમને પૈસામાં પણ બચત થશે અને તમારો સમય પણ બચી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત