લોકડાઉનમાં ઘર બેઠા દવા, અનાજ સહિતની વસ્તુઓ ઉપરાંત રૂપિયાની પણ અહીં થાય છે હોમ ડિલીવરી

image source

કોરોનાના કેસમાં સતત વધારો ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે. તેવામાં ખેડા જિલ્લામાં કલેકટર દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે રીતે સરકારએ સુચના આપી છે કે કોરોનાની આ સ્થિતિમાં વડિલો અને બાળકોને ઘરમાં જ સુરક્ષિત રાખવા તે વાતને ધ્યાનમાં રાખી અને વડિલોને અગવડ ન પડે અને હાલાકી ન થાય તે માટે ખેડા જિલ્લા કલેકટરએ પેન્શનની રકમની હોમ ડિલીવરી શરુ કરાવી છે.

સદનસીબએ ખેડા જિલ્લામાં હાલ કોઈ કોરોના પોઝિટિવ કેસ નથી. આગામી દિવસોમાં પણ અહીં કોઈ કેસ ન નોંધાય તે માટે જિલ્લા કલેકટરએ લોકડાઉનનું ચુસ્ત રીતે પાલન શરુ કરાવ્યું છે.

અહીં પણ જીવન જરૂરીયાતની વસ્તુઓ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. પરંતુ અલગ વાત એ છે કે જિલ્લા કલેકટરએ ખાસ ટીમ બનાવી છે જે વૃદ્ધોને પેન્સનની રકમ પણ ઘરે પહોંચતી કરી આપે.

આ કામ માટે જિલ્લા કલેકટર આઈ કે પટેલએ અલગ અલગ ટીમ બનાવી છે અને વોટસએપ નંબર જાહેર કર્યો છે. આ નંબર પર જેમને પેન્શનની રકમ જોઈતી હોય તેઓ મેસેજ કરી આપે છે અને ટીમના સભ્યો તેમણે જણાવેલી વિગત અનુસાર તેમને પેન્શન ઘરે પહોંચતું કરી દે છે.

આ વ્યવસ્થાથી વૃદ્ધો પણ ખુશ છે અને સુરક્ષિત થયા છે. અત્યાર સુધીમાં અહીં 29 જેટલા નિવૃત વૃદ્ધોને આ વ્યવસ્થાથી 3 લાખ જેટલી રકમ ચુકવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ રકમ ટીમ દ્વારા બેન્ક હોલિડે પહેલા પહોંચતી કરી દેવામાં આવી છે.