આખી રાત ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા જગન્નાથ મંદિરમાં, વહેલી સવારે મંગળા આરતી કરીને ગયા ધરે, શું તમે જાણો છો આવુ કેમ?

અમદાવાદ રથયાત્રા માટે વહેલી સવારે મંગળા આરતી કરીને ઘરે ગયા હતા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા

image source

અત્યારે કોરોનાના કારણે સૌથી વધારે ચર્ચા આજના દિવસે નીકળનારી જગન્નાથ ભગવાનની રથયાત્રા અંગે થઇ રહી છે આવા સમયે અમદાવાદ શહેરમાં રથયાત્રા ન કાઢવાનો નિર્ણય કોર્ટે મોડી રાત્રીના ચુકાદામાં આપ્યો હતો. જો કે ૧૪૩ વર્ષની આ પરંપરા ન તૂટે એ માટે પુરીની મુખ્ય જગન્નાથ રથયાત્રાને અમુક ધારા-ધોરણો સાથે મંજુરી આપવામાં આવી હતી. રાજકોટમાં નીકળનારી રથયાત્રાના માર્ગને પણ કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં લેતા સુરક્ષાના કારણે નહીવત કરી દેવામાં આવ્યો છે.

બીજી સૌથી મોટી જગન્નાથ રથયાત્રા

image source

આપને જણાવી દઈએ કે અમદાવાદની રથયાત્રા એ પૂરી જગન્નાથ માંથી નીકળતી રથયાત્રા પછી બીજી સૌથી મોટી રથયાત્રા ગણવામાં આવે છે. માન્યતા એવી છે કે માત્ર આજના જ દિવસે ભગવાન જગન્નાથ સ્વયં સામે ચાલીને ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. આ દર્શનનો લહાવો લેવા અઢળક માણસો ઉમટી પડતા હોય છે. જો કે અમદાવાદમાં આ પ્રથમ વખત જ હશે, જ્યારે ભગવાન નાગર ચર્ચાએ નીકળી શકશે નહિ.

રથયાત્રા મૌકુફ રાખવા આદેશ

image source

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ પુરીની જેમ જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા અંગે મંજુરી આપવામાં આવે તે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા અરજી કરવામાં આવી હતી. જો કે આ સુનવણી મોડી રાત્રે હાઇકોર્ટમાં યોજાઈ હતી. આ રથયાત્રાને લઈને રાજ્ય સરકાર ગંભીર હતી અને રાજ્યના ગૃહમંત્રી તેમજ કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા પોતે આખી રાત જગન્નાથ મંદિરમાં હાજર રહ્યા હતાં. એમણે રાત ભર મંદિરમાં રોકાઈને સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે છેવટે કોર્ટના આદેશ અનુસાર રથયાત્રા મૌકુફ રાખવાના નિર્ણયને માનવો પડ્યો હતો. તેમ છતાં મંદિરમાં રાતભર રોકાયેલા પ્રદીપસિંહ જાડેજા વહેલી સવારની મંગળા આરતી કરીને ઘરે ગયા હતા.

મોડી રાતે હાઈકોર્ટ દ્વારા લેવાયો નિર્ણય

image source

ઉલ્લેખનીય છે કે હજુ નિર્ણય લેવાયો ન હતો એ પહેલા ગઈ કાલે સાંજે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી જગન્નાથ મંદિરમાં આરતી તેમજ દર્શનાર્થે આવ્યા હતા. આ સમયે પણ ત્યાં કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરમાં હાજર રહ્યા હતાં. ત્યારબાદ મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટમાં રથયાત્રા કાઢવા મુદ્દે અરજી કરશે. જો કે રાજ્ય સરકાર દ્વારા મંદિરને રથયાત્રા કાઢવા સહયોગને દર્શાવવા માટે સરકારના પ્રતિનિધિ તરીકે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મંદિરમાં જ હાજર રહ્યા હતા. પણ, મોડી રાતે બે વાગ્યે હાઈકોર્ટમાં રથયાત્રા ન કાઢવાના ચુકાદાનાં આવી ગયા પછી પણ તેઓ ત્યાં જ હાજર રહ્યા અને વહેલી સવારની આરતી બાદ ઘરે ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત